________________
૧૯૨
૨૭.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ પ્રશંસાને નહિ સહન કરનાર પીઠ અને મહાપીઠને તથા સ્થૂલભદ્રની પ્રશંસાને સહન નહિ કરી શકનાર સિંહગુફાવાસી મુનિને થયું હતું.
કલહધ્યાન :- એટલે ક્લેશ કરાવવાનું ધ્યાન. તે રુક્મિણી અને સત્યભામાના સંબંધમાં તથા કમલામેલાના દૃષ્ટાંતમાં નારદને થયું હતું.
૨૮. યુદ્ધધ્યાન :- એટલે શત્રુના પ્રાણવ્યાપરોપણના અધ્યવસાયરૂપ ધ્યાન. તે હલ્લ તથા વિહલ્લ નામના બંધુના વિનાશ માટે ચેડારાજાની સાથે યુદ્ધ કરનારા કોણિકને થયું હતું. ૨૯. નિયુદ્ધધ્યાન :- પ્રાણના અપહારરૂપ અધમ, યુદ્ધ રહિત યષ્ટિ મુષ્ટિ વગેરેથી જે જય મેળવવો તે નિયુદ્ધ કહેવાય છે, તેનું ધ્યાન તે નિયુક્રધ્યાન. તે ધ્યાન બાહુબળી તથા ભરતરાજાને થયું હતું.
૩૨.
૩૦. સંગધ્યાન :- સંગ એટલે ત્યાગ કર્યા છતાં પણ ફરીથી તેના સંયોગની અભિલાષા તેનું ધ્યાન તે સંગધ્યાન. તે રાજીમતી પ્રત્યે રથનેમિને તથા નાગિલા પ્રત્યે ભવદેવને થયું હતું. ૩૧. સંગ્રહધ્યાન :- અત્યંત અતૃપ્તિ વડે ધનાદિકનો સંગ્રહ કરવાનું ધ્યાન તે સંગ્રહધ્યાન તે મમ્મણશ્રેષ્ઠિને થયું હતું.
વ્યવહારધ્યાન ઃ- પોતાના કાર્યના નિર્ણય માટે રાજાદિક પાસે ન્યાય કરાવવો તે વ્યવહાર કહેવાય છે. તેનું ધ્યાન તે વ્યવહારધ્યાન. તે બે સપત્નીઓને પોતપોતાનો પુત્ર ઠરાવવા માટે થયું હતું.
૩૩. ક્રયવિક્રયધ્યાન :- લાભને માટે અલ્પ મૂલ્ય વડે વધારે મૂલ્યવાળી વસ્તુ ખરીદ કરવી તે ક્રય કહેવાય છે અને ઘણું મૂલ્ય લઈને અલ્પ મૂલ્યવાળી વસ્તુ વેચવી તે વિક્રય કહેવાય છે, તે ક્રયવિક્રયનું ધ્યાન આભીરીને કપાસ આપનાર વણિકને થયું હતું.
૩૪. અનર્થદંડધ્યાન ઃ- એટલે પ્રયોજન વિના હિંસાદિક કરવાનું ધ્યાન. તે અત્યંત ઉન્મત્તપણાને લીધે દ્વૈપાયનમુનિને કષ્ટ આપનાર શાંબ વગેરેને થયું હતું.
૩૫. આભોગધ્યાન :- આભોગ એટલે જ્ઞાનપૂર્વક વ્યાપાર, તેનું ધ્યાન તે આભોગધ્યાન. તે બ્રાહ્મણનાં નેત્રો ધારીને વડગુંદાનું મર્દન કરનારા બ્રહ્મદત્ત ચક્રીને થયું હતું.
૩૬. અનાભોગધ્યાન :- એટલે અત્યંત વિસ્મરણ, તેથી થતું ધ્યાન તે અનાભોગધ્યાન. તે પ્રસન્નચંદ્રને થયું હતું.
૩૭. ઋણધ્યાન :- ઋણ તે દેવું; તે આપવા માટે થતું ધ્યાન તે ઋણધ્યાન. તે એક ઘાંચીને પોતાની બેનનું દેવું દેવા માટે થયું હતું.
૩૮. વૈરધ્યાન :- એટલે માતાપિતાદિકના વધથી અથવા રાજ્યના અપહારથી ઉત્પન્ન થતું ધ્યાન. તે પરશુરામ તથા સુભૂમને થયું હતું અને સુદર્શનના કામરાગવાળી વ્યંતરી થયેલી