________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
૧૮૯ તેના આધારથી જેણે બાહ્ય મનોવૃત્તિનો રોધ કરેલો છે, જે મનમાં કલુષ્યથી રહિત પ્રસન્ન છે, જે અજ્ઞાનાદિક આઠ પ્રમાદથી રહિત અપ્રમત્ત છે, જેણે ચિદાનંદરૂપ અમૃતનો સ્વાદ લીધો છે અને જે અન્તઃકરણમાં જ અદ્વિતીય સામ્રાજયનો એટલે બાહ્યાભ્યતર વિપક્ષ રહિત સ્વગુણસંપદારૂપ સ્વભાવ-પરિવારોપેત ઠકુરાઈનો સ્વાધીન કરવારૂપ વિસ્તાર કરે છે, એવા ધ્યાની મુનિની ઉપમા દેવતાઓમાં કે મનુષ્યમાં કાંઈ પણ નથી. અહીં તિર્યંચ ને નારક દુર્ગતિ હોવાથી ગ્રહણ કરેલ નથી, અર્થાત્ ત્રિભુવનમાં સહજાનંદવિલાસીની તુલના કરી શકાય એવું સાદેશ્ય છે જ નહીં.”
હે દેવી! આ પ્રમાણે અનેક પ્રકારના ધ્યાનશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને મેં અયોગ્ય કર્યું, તે ઠીક કર્યું નહીં.”
ત્યારપછીથી તે મુનિ નિરંતર નિશ્ચલ ચિત્તથી ધ્યાન કરવા લાગ્યા. દેવાદિકે કરેલા ઉપસર્ગોમાં પણ પ્રથમની જેમ ચપળતા કરી નહીં. મેરૂની જેવું નિશ્ચલ ધ્યાન ધ્યાઈને અંતે સ્વર્ગે ગયા. પછી તે મુનિને ભક્તિપૂર્વક નમન કરીને પેલી દેવી પોતાને સ્થાને ગઈ.
ધ્યાનથી ભ્રષ્ટ થયેલ મુનિ અજ્ઞાની જેવા જ છે; માટે કષ્ટમાં પણ મુનિએ ધ્યાનનો ત્યાગ કરવો નહીં એ આ કથાનો સાર છે.”
૩૩૫ દુર્ગાનના ૬૩ સ્થાનોનું સ્વરૂપ त्रिषष्टिध्यानस्थानानि, उत्पन्नान्यातरौद्रतः ।
तत्स्वरूपं लिखामि द्वि-तीयप्रकीर्णसूत्रतः ॥१॥ ભાવાર્થ:- “આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ઉત્પન્ન થયેલા ત્રેસઠ ધ્યાનના સ્થાનકો છે. તેનું સ્વરૂપ બીજા પ્રકીર્ણ સૂત્રથી (આઉરપચ્ચકખાણથી) અત્રે લખું છું.”
આતુર પ્રત્યાખ્યાન નામના પ્રકીર્ણક સૂત્ર (પન્ના સૂત્ર)માં “અન્નાણ ઝાણે” ઈત્યાદિ પાઠ છે. તેમાં દુર્ગાનના ત્રેસઠ સ્થાનકો ગણાવ્યાં છે.
અજ્ઞાનધ્યાન :- “અજ્ઞાન જ કલ્યાણકારી છે; કેમકે તેમાં વ્યાખ્યાન વાંચવું, ભણવું, ભણાવવું વગેરે આયાસનો અભાવ છે.” એમ મનમાં વિચારવું, તે અજ્ઞાનધ્યાન કહેવાય છે. તે ધ્યાન જ્ઞાનપંચમીની કથામાં કહેલા વાસુદેવાચાર્યે કર્યું હતું, માટે તેવું દુર્ગાન ધ્યાવવું નહીં. અનાચારધ્યાન - અનાચાર તે દુષ્ટાચાર-દોષયુક્ત આચરણ, તે સંબંધી ધ્યાન તે કોકણદેશી સાધુએ ક્ષેત્રમાં અગ્નિ સળગાવવારૂપ કર્યું હતું; તથા દેવતા થયેલા શિષ્ય કહેવા નહિ
૨.