________________
૭.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પૂર્વભવ કહ્યો. તે સાંભળીને તે યક્ષિણીએ મુનિને મિથ્યાદુકૃત આપીને ખમાવ્યા. પછી શાસનદેવીએ પોતાના દિવ્ય પ્રભાવથી મુનિનો છેદાયેલો પગ સાજો કર્યો. મુનિ પણ વિશેષ પ્રકારે સંયમનું પ્રતિપાલન કરીને સ્વર્ગે ગયા. ત્યાંથી અવી અનુક્રમે મોક્ષપદ પામશે. (આ કથા પ્રથમ લખી ગયા છતાં પ્રસંગને લીધે અહીં ફરીવાર લખી છે.)
“પોતાના મોટા ભાઈની સ્ત્રીએ ઘણી વિડંબના પમાડી તેમજ અન્ય જનોએ મશ્કરી કરી તો પણ અઈન્મિત્રે મધ્યસ્થભાવ છોડ્યો નહીં. તે પ્રમાણે સર્વ મુનિએ આચરણ કરવું.”
૩૨૦
નિર્ભયતા ગુણ एकं ब्रह्मास्त्रमादाय, निनन्मोहचमू मुनिः ।
बिभेति नैव संग्राम-शीर्षस्थ इव नागराट् ॥१॥ ભાવાર્થ - “બ્રહ્મજ્ઞાન એટલે આત્મસ્વરૂપનો અવબોધ તે રૂપ અદ્વિતીય શાસ્ત્રને બ્રહ્માસ્ત્રને ગ્રહણ કરીને સંગ્રામને મોખરે રહેલા ગજવરની જેમ મોહરૂપી સૈન્યને હણતા એવા આત્મસ્વરૂપમાં આસક્ત મુનિ કોઈ વખત પણ ભય પામતા નથી. કષ્ટમાં પડ્યા સતા પણ કર્મના પરાજયમાં પ્રવર્તે છે – તેનો ભય ધરાવતા નથી, કેમકે તે શરીરાદિક સમગ્ર પરભાવથી વિરક્ત હોય છે.” આ સંબંધમાં અંદઋષિની કથા છે તે આ પ્રમાણે -
સ્કન્દકમુનિની કથા શ્રાવસ્તીનગરીમાં જિતશત્રુ રાજાનો પુત્ર સ્કન્દક નામે હતો. તે રાજાને પુરન્દરયશા નામે એક કન્યા હતી. તેને રાજાએ કુંભકારનગરના રાજા દંડકને પરણાવી હતી. તે દંડકરાજાને પાલક નામનો દુષ્ટ અને અભવ્ય પુરોહિત હતો.
અન્યદા વિશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી શ્રાવસ્તીનગરીમાં સમવસર્યા. તેમનું આગમન સાંભળીને પોતાને ધન્ય માનતો સ્કન્દક પ્રભુને વાંદવા ગયો, ત્યાં પ્રભુની દેશના સાંભળીને તેણે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. એકદા પાલક પુરોહિત કાંઈક રાજકાર્ય માટે શ્રાવસ્તીનગરીએ આવ્યો. તેણે રાજસભામાં મુનિઓની નિંદા કરી. તે સાંભળી સ્કન્દકે તેનો પરાજય કરી નિરુત્તર કર્યો; તેથી તે પાલક સ્કન્દકની ઉપર દ્વેષ ધારણ કરતો પોતાને સ્થાને ગયો. અનુક્રમે ભોગવિલાસ સંબંધી સુખ ભોગવીને વિરક્ત ચિત્તવાળા સ્કન્દકે પાંચસો માણસ સહિત શ્રી જિનેન્દ્ર પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગીતાર્થ થયા. ત્યારે પ્રભુએ તે પાંચસો સાધુને તેના શિષ્ય તરીકે આપ્યા.