________________
~
૮૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ગૃહસ્થાશ્રમી છે, અગ્નિ દેવ છે અને બ્રાહ્મણ પાત્ર છે તેઓને શું કહેવું?”
શ્રી ધનપાળ પંડિતે દ્રવ્ય યાગની શ્લાઘા પણ કરી નહોતી. તે વિષે એવી કથા છે કે – શ્રી ભોજરાજાએ યજ્ઞમાં વધ કરવા માટે એક બોકડો આપ્યો હતો. તે બોકડો બેં બે શબ્દ કરતો હતો. તે જોઈને બીજા સર્વ પંડિતોએ યજ્ઞની શ્લાઘા કરી ત્યારે રાજાએ ધનપાળ પંડિતને કહ્યું કે “તું પણ બુદ્ધિ અનુસાર યજ્ઞની સ્તુતિ કર.” તે સાંભળીને શ્રાવકધર્મ પાળનાર ધનપાળ પંડિતે કહ્યું કે “ રાજનું! આ બકરો તમને એમ કહે છે કે -
नाहं स्वर्गफलोपभोगरसिको नाभ्यर्थितस्त्वं मया । संतुष्टतृणभक्षणेन सततं साधो न युक्तं तव ॥ स्वर्गे यान्ति यदि त्वया विनिहता यज्ञे ध्रुवं प्राणिनो ।
यज्ञं किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बान्धवैः ॥१॥
ભાવાર્થ:- “હું સ્વર્ગફળના ઉપભોગમાં રસિક નથી, મેં કાંઈ તમારી પાસે તેની યાચના કરી નથી, હું તો તૃણનું ભક્ષણ કરીને નિરંતર સંતુષ્ટ છું, માટે હે ભલા માણસ! તમારે મને મારવો યોગ્ય નથી. જે કદાચ યજ્ઞમાં હણેલા પ્રાણીઓ સ્વર્ગમાં જ જતા હોય, તો તમે માતા, પિતા, પુત્ર અને બાંધવાદિક વડે કેમ યજ્ઞ કરતા નથી?”
આ શ્લોક સાંભળીને રાજાને ક્રોધ ચડ્યો. પણ ફરી સમય પામીને ધનપાળ પંડિતે તેને પ્રસન્ન કર્યા, પરંતુ પોતાના વ્રતનિયમનો ભંગ કર્યો નહીં. આ પ્રસંગ ઉપર એક બીજો પણ સંબંધ છે. તે નીચે પ્રમાણે –
રવિગુપ્તબ્રાહ્મણની કથા અવન્તિનગરીમાં રવિગુપ્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે હમેશાં વેદશાસ્ત્રની યુક્તિથી લોકોની પાસે યજ્ઞધર્મનો ઉપદેશ કરતો હતો અને કહેતો કે “વેદમાં કહેલી હિંસા કરવાથી દોષ નથી, પણ ઉલટું યજ્ઞાચાર્યને, યજ્ઞ કરનારને તથા હોમેલા બકરા વગેરેને મોટું ફળ પ્રાપ્ત થાય છે.” ઈત્યાદિ ઉપદેશ કરતો તે આયુષ્ય પૂર્ણ થતાં મરણ પામીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળ્યા પછી અનંત કાળ સુધી ભવભ્રમણ કરીને કાંપિલ્યપુરમાં વામદેવ નામે બ્રાહ્મણ થયો. ત્યાં પણ અશ્વમેઘાદિક યજ્ઞોનો ઉપદેશ કરવા લાગ્યો, તથા રાત્રીભોજન વગેરે બાવીશે અભક્ષ્યનું ભક્ષણ કરવા લાગ્યો.
તેને સુમિત્ર નામે શ્રાવક મિત્ર થયો હતો. તે સુમિત્ર તેને નિરંતર શિખામણ આપતો હતો કે “દીન શબ્દ કરતા બકરાઓને હણીને ધર્મ માનનારા, નિર્દય, નપુંસક જેવા યજ્ઞ કરનારા બ્રાહ્મણો કસાઈથી પણ અધિક પાપી છે. “હિંસાને પણ વેદમાં અહિંસા કહેલી છે.' એ પ્રમાણે આગમના રાગથી મિથ્યા કહેનારા વિચારશૂન્ય હૃદયવાળા બ્રાહ્મણો ચાર્વાકની શા માટે નિંદા કરે
ઉ.ભા.-૫-૧૩