________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૧૮૫ યુક્તિથી માતા-પિતાને પ્રતિબોધ પમાડીને વામદેવે દીક્ષા ગ્રહણ કરી આત્મકાર્ય સાધ્યું.
કેવળીના વાક્યથી દ્રવ્યયજ્ઞનો ત્યાગ કરીને ભાવયજ્ઞ કરવામાં રસિક થયેલા વામદેવે વક્રતાનો ત્યાગ કરી શીવ્રતાથી શિવસુખ પ્રાપ્ત કર્યું.”
દ્રવ્યપૂજ-ભાવપૂજા स्याद्भेदोपासनारुपा, द्रव्यार्चा गहमेधिनाम् ।
अभेदोपासनारुपा, साधूनां भावपूजना ॥१॥ ભાવાર્થ :- ગૃહસ્થીઓને ભેદઉપાસનારૂપ દ્રવ્યપૂજા હોય છે અને સાધુઓને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા હોય છે.”
ભેદઉપાસનારૂપ એટલે આત્માથી અહિનું પરમેશ્વર જુદા છે, પ્રાપ્ત થયેલા આત્માનંદના વિલાસી છે. તેની ઉપાસના એટલે નિમિત્ત આલંબનરૂપ સેવા તે રૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થીઓને યોગ્ય છે અને સાધુઓને તો અભેદ ઉપાસના એટલે પરમાત્મા થકી પોતાનો આત્મા અભિન્ન છે એવા પ્રકારની ભાવપૂજા યોગ્ય છે. જો કે અહંનું ભગવાનના ગુણનું સ્મરણ કરવું, તેમનું બહુમાન કરવું, એવા ઉપયોગરૂપ સવિકલ્પ ભાવપૂજા ગૃહસ્થીઓને પણ છે, તો પણ ઉપયોગવાળી આત્મસ્વરૂપના એકત્વરૂપ ભાવપૂજા તો મુનિઓને જ યોગ્ય છે. આ પ્રસંગ ઉપર એક સંબંધ છે તે નીચે પ્રમાણે –
ધનસાર વણિકની કથા શ્રીપુરનગરમાં જિતારી નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં ધનસાર નામનો એક વણિક રહેતો હતો. તે અત્યંત દરિદ્રી હોવાથી કોઈપણ સ્થાને આદર પામતો નહીં, પરંતુ તે સ્વભાવે સરળ હતો અને હમેશાં સદ્દગુરુ પાસે ધર્મોપદેશ શ્રવણ કરતો હતો. એકદા તેણે વિનયપૂર્વક દીન વાણીથી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી ! હું દરિદ્રી, દુઃખી અને નિર્ધન કેમ થયો?” ગુરુએ કહ્યું કે “તેં પૂર્વ ભવે શ્રી જિનેશ્વરની પૂજા કરી નથી, તેથી દુઃખી થયો છે. હવે આ જન્મમાં તું દ્રવ્યપૂજા તથા ભાવપૂજા કર, જેથી તારા દુઃખનો ક્ષય થાય. તેમાં ભાવપૂજાનું સ્વરૂપ પૂર્વાચાર્યોએ એવું કહ્યું છે કે –
दयांभसा कृतस्नानः, सन्तोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजो, भावनापावनाशयः ॥१॥