________________
૧૫૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
મારી સારવાર કરવી તો દૂર રહી, પણ મારા સામે પણ જોતા નથી, અથવા મેં આ ખોટો વિચાર કર્યો; કેમકે આ મુનિજનો પોતાના દેહની પણ પરિચર્યા કરતા નથી, તો પછી મારી ભ્રષ્ટ ચારિત્રવાળાની સારવાર તો શેની જ કરે ? માટે હવે તો આ વ્યાધિ શાંત થાય એટલે એક શિષ્ય કરું.” એમ વિચારતાં કેટલેક દિવસે મરિચિ વ્યાધિ રહિત થયો.
અન્યદા તેને કપિલ નામનો એક કુલપુત્ર મળ્યો, તેની પાસે મરિચિએ અતિ ધર્મનો ઉપદેશ કર્યો. તે સાંભળી કપિલે તેને પૂછ્યું કે, “શું તમારા મનમાં તો ધર્મ રહેલો જ નથી?” તે સાંભળીને તેને જિનોક્ત ધર્મમાં આળસુ જાણી શિષ્ય કરવાની ઈચ્છાવાળા મરિચિએ કહ્યું કે, “જૈનમાર્ગમાં પણ ધર્મ છે, અને મારા માર્ગમાં પણ ધર્મ છે.”તે સાંભળીને કપિલ મરિચિનો શિષ્ય થયો. આવો મિથ્યા ધર્મનો ઉપદેશ કરવાથી મરિચિએ એક ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કર્યો. પછી તે પાપની આલોચના કર્યા વિના અનશન વડે મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. કપિલ પણ પોતાના પરિવ્રાજક ધર્મનો ઉપદેશ દઈ ઘણા શિષ્યો કરી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવતા થયો. તે કપિલદેવે અવધિજ્ઞાન વડે પોતાનો પૂર્વભવ જાણીને મોહથી પૃથ્વી પર આવી પોતે પ્રકટ કરેલા સાંખ્યમતનો અસુર વગેરેને બોધ કર્યો. ત્યારથી આરંભીને સાંખ્યદર્શનની પ્રવૃત્તિ થઈ.
કેમકે “ઘણું કરીને સુખે થઈ શકે તેવી ક્રિયામાં લોકોની પ્રવૃત્તિ વિશેષ થાય છે, તેઓ કહે છે કે, “પચીશ તત્ત્વને જાણનાર માણસ ક્રિયા કરે અથવા ન કરે તો પણ તે નિશે મોક્ષપદ પામે છે.” આવો તેમનો (જ્ઞાનવાદીનો) મત છે. આ સ્થળે બીજું ઘણું કહેવાનું છે. તે શ્રી હેમચંદ્રાચાર્યે રચેલા ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્રના દશમા પર્વથી જાણી લેવું. અહીં તો આત્મપ્રશંસા ન કરવી એટલું જ આ ઉપદેશનું તાત્પર્ય છે.
આત્મપ્રશંસા કરવાથી મરિચિએ નીચગોત્રકર્મ ઉપાર્જન કર્યું અને ઉસૂત્રની પ્રરૂપણા કરવાથી અસંખ્ય ભવ કર્યા, માટે ભવ્ય પ્રાણીઓએ તે પ્રમાણે કરવું નહીં.”
૩૨૨
તત્વદૃષ્ટિ रूपे रूपवती दृष्टि ईष्ट्वा रूपं विमुह्यति ।
मज्जत्यात्मनि नीरूपे, तत्त्वदृष्टिस्त्वरूपिणी ॥१॥ ભાવાર્થ - “પુદ્ગલના સ્વરૂપને ગ્રહણ કરનારી દષ્ટિ (ચક્ષુ) ચેતાદિક રૂપને જોઈને તે રૂપમાં (વર્ણાદિમાં) મોહ પામે છે; પણ રૂપરહિત એવી જ્ઞાનરૂપ-આત્મ-ચૈતન્યશક્તિલક્ષણ