________________
૧૭૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પારગામી થયો છે અને તેને ગઈ કાલે રાજાએ હસ્તી પર બેસાડીને પુરપ્રવેશ કરાવ્યો છે.” પછી આર્યરક્ષિતે ગુરુને કહ્યું કે “હે ગુરુ! હું દષ્ટિવાદ ભણવા માટે આપ પૂજયને આશ્રયે આવ્યો છું. તે ભણાવીને મારા પર કૃપા કરો.” તે સાંભળીને ગુરુ બોલ્યા કે “જો એમ હોય તો તું દીક્ષા ગ્રહણ કર, જેથી અનુક્રમે તને દૃષ્ટિવાદનો અમે અભ્યાસ કરાવીએ.” તે સાંભળીને આર્યરક્ષિતે ગુરુ પાસે દીક્ષા લીધી. પછી તેણે ગુરુને કહ્યું કે “મારા અહીં રહેવાથી રાજા, સ્વજનો તથા પૌરલોકો રાગને લીધે બળાત્કારે મને ચારિત્રથી ભ્રષ્ટ કરશે.” તે સાંભળીને ગુરુ ગચ્છ સહિત આર્યરક્ષિતને લઈને અન્ય સ્થાને ગયા. આ શિષ્યની ચોરી પ્રથમ જ શ્રી મહાવીરસ્વામીના શાસનમાં થઈ.
પછી તોસલીપુત્ર ગુરુને જેટલું જ્ઞાન હતું તે સર્વ આર્યરક્ષિતે ગ્રહણ કર્યું. પછી ગુરુની આજ્ઞાથી વધારે ભણવા માટે તે શ્રી વજસ્વામી પાસે જવા નીકળ્યા. માર્ગમાં કોઈ ગામમાં શ્રી ભદ્રગુપ્ત નામના સૂરિ હતા. તેમને જઈને આર્યરક્ષિતે વંદના કરી. આર્યરક્ષિતને સર્વ ગુણ યુક્ત જોઈ ઓળખીને હર્ષથી આલિંગન આપી સૂરિ બોલ્યા કે “હે વત્સ! મારું જીવિત અલ્પ રહ્યું છે, તેથી હું અનશન કરવા ઈચ્છું છું.” માટે તું મારો નિર્ધામક થા, એમ હું યાચના કરું છું.” આર્યરક્ષિતે તેમનું વચન અંગીકાર કર્યું. પછી ભદ્રગુપ્તસૂરિએ અનશન લઈને આર્યરક્ષિતને કહ્યું કે “હે વત્સ ! તું વજસ્વામીની સાથે એક ઉપાશ્રયમાં રહીશ નહીં, પણ ભિન્ન સ્થાને રહીને તેમની પાસે શ્રુતનો અભ્યાસ કરજે; કેમકે જે સોપક્રમ આયુષ્યવાળો જીવ વજસ્વામીની સાથે એક રાત્રી પણ રહે તે વજસ્વામી સાથે મૃત્યુ પામે એમ છે.”
આ પ્રમાણેનું તેમનું વચન અંગીકાર કરી તેમની નિર્ધામણા કરીને તેમના મૃત્યુ પામ્યા બાદ આર્યરક્ષિત વજસ્વામીએ અલંકૃત કરેલી નગરીએ ગયા. પ્રથમ રાત્રી ગામની બહાર રહ્યા. તે રાત્રીને પાછલે પહોરે વજસ્વામીને સ્વપ્ન આવ્યું કે “મારા પાત્રમાં રહેલું સર્વ દૂધ કોઈ અતિથિ પી ગયો.” પ્રાતઃકાળે આર્યરક્ષિત મુનિ વજસૂરિ પાસે આવી તેમને વિધિપૂર્વક વંદના કરીને તેમની પાસે બેઠા; એટલે સૂરિએ તેમનું સ્વાગત કરીને કહ્યું કે “કયા ઉપાશ્રયમાં તું રહ્યો છે?” તે બોલ્યા કે “હું ગામની બહાર રહ્યો છું.” ત્યારે વજસૂરિ બોલ્યા કે “હે તો લીપુત્રના શિષ્ય સોમપુત્ર ! તું બહાર રહીને શી રીતે અભ્યાસ કરી શકીશ?” આર્યરક્ષિતે કહ્યું કે “હે સ્વામી ! શ્રી ભદ્રગુપ્તસૂરિની શિક્ષાથી મેં ભિન્ન ઉપાશ્રયનો આશ્રય કર્યો છે. તે સાંભળીને વજસ્વામીએ ઉપયોગ આપ્યો, એટલે તે નિમિત્ત જાણીને બોલ્યા કે “જ્ઞાનના સાગર સમાન તે પૂજ્ય સૂરિએ તને યુક્ત જ કહ્યું છે.” પછી શ્રી વજસ્વામીએ તેને પૂર્વની વાચના આપવા માંડી અને આર્યરક્ષિત ગ્રહણ કરવા માંડી. અનુક્રમે થોડા સમયમાં જ તેણે નવ પૂર્વનો અભ્યાસ કરી લીધો. પછી દશમું પૂર્વ ભણવાને પ્રવર્તેલા આર્યરક્ષિત મુનિને ગુરુએ કહ્યું કે “હવે દશમા પૂર્વના યમકને જલ્દી ભણ.” એટલે આર્યરક્ષિત તે કઠીનતાવાળા યમકને પણ શીધ્ર ભણવા લાગ્યા.
અહીં આરક્ષિતના વિયોગથી પીડા પામતા તેના માતા-પિતાએ તેને બોલાવવા માટે ફલ્લુરક્ષિતને મોકલ્યો; એટલે તે નાનો ભાઈ મોટા ભાઈ પાસે આવીને બોલ્યો કે “હે ભાઈ ! તમે