________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
इत्युदीर्य स वणिग् मुनिपार्श्वे, बन्धुमोहमपहाय महात्मा । प्राप सानुभवधर्ममुदारं, सौख्यमत्र परत्र च लेभे ॥१॥
ભાવાર્થ :- ‘એમ કહીને તે મહાત્મા વણિક બંધુ વગેરેના મોહનો ત્યાગ કરીને મુનિની પાસેથી અનુભવવાળા ઉદારધર્મને અંગીકાર કરીને આલોક તથા પરલોકનું સુખ પામ્યો.”
૩૩૧
યોગ
मनोवाक्काययोगानां चापल्यं दुःखदं मतम् ।
तत्त्यागान्मोक्षयोगानां प्राप्तिः स्यादुझ्झितादिवत् ॥१ ॥
?
૧૭૯
"
ભાવાર્થ :- “મન, વચન અને કાયાની ચપલતા દુઃખદાયક કહેલી છે. તે ચપલતાનો ત્યાગ કરવાથી ઉજ્જિતમુનિ વગેરેની જેમ મોક્ષયોગની પ્રાપ્તિ થાય છે.”
ઉજ્ઞિતમુનિની કથા
નંદિપુરમાં રત્નશેખર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રત્નમતી વગેરે રાણીઓ હતી. તેમને 'મૃતવત્સા દોષને લીધે જેટલા બાળકો થતાં તે સર્વ મરી જતાં હતા. તે દોષના નિવારણ માટે તેને અનેક ઉપાયો કર્યા, પણ તે સર્વ નિષ્ફળ થયા. એકદા રાણીને એક પુત્રનો પ્રસવ થયો. તે પુત્રને મરણ પામેલો જ ધા૨ીને ઉકરડામાં નાંખી દીધો. દૈવવશે તે પુત્ર મરણ પામ્યો નહીં તેથી તેને ઉકરડામાંથી પાછો લઈ લીધો તેનું નામ ઉઝિતકુમાર પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો, પરંતુ સ્વભાવે જ મનમાં અત્યંત અહંકારી થયો. શરીર વડે પણ એવો અહંકારી થયો કે કોઈને મસ્તક પણ નમાવે નહીં, તેમ વાણીથી પણ દુર્વચન બોલનારો થયો. આખા જગતને તૃણ સમાન ગણતો સતો સ્થંભની જેમ અક્કડ રહીને પોતાના માતા-પિતાને પણ નમે નહીં. એકદા તે લેખશાળામાં ગયો, ત્યાં ભણાવનાર ગુરુને ઊંચે આસને બેઠેલા જોઈને તેણે કહ્યું કે ‘તું અમારા અને અમારી રૈયતના આપેલા દાણાનો ખાનાર થઈને ઊંચા આસન પર બેસે છે અને મને નીચે બેસાડે છે.' એમ કહીને ગુરુને લાત મારી નીચે પાડી દીધા. તે સાંભળીને “આ કુપુત્ર છે” એમ જાણી રાજાએ પોતાના દેશમાંથી દૂર કર્યો.
ઉજ્જીિતકુમાર ચાલતો ચાલતો એક તાપસના આશ્રમમાં ગયો. ત્યાં પગ ઉપર પગ ચઢાવીને તે તાપસોની સામે બેઠો. એટલે તાપસોએ તેને શિખામણ આપી કે “હે ભાગ્યશાળી !
૧. મરેલા બાળક અવતરે તેવો દોષ.