________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ હાથમાં બે રૂપિયા આપી તેને કપાસ આપવા કહ્યું, એટલે તે વણિકે “હાલમાં કપાસ બહુ મોંઘો છે” એમ કહીને અડધા અડધા રૂપિયાની બે ધારણ તોળીને તેને એક રૂપિયાનો કપાસ આપ્યો. તે અતિ સરલ સ્વભાવવાળી આભીરી “બે વખત જોખી આપવાથી બે રૂપિયાનો મને કપાસ આપ્યો.” એમ જાણીને તે કપાસ લઈને જલદી પોતાને ઘેર ગઈ. પછી તે વણિકે વિચાર્યું કે “આજે એક રૂપિયો ફોગટનો મળ્યો છે, માટે આજ તો હું તેનું ઉત્તમ ભોજન જમું.' એમ વિચારીને તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વગેરે ખરીદીને ઘેર મોકલ્યું અને પોતાની સ્ત્રીને તેના ઘેબર કરવાનું કહેવરાવ્યું. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યા તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કાંઈ કામ સારુ ત્યાં આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલા વણિકની સ્ત્રીએ તે બન્નેને ઘેબર જમાડ્યા. “સ્ત્રીઓને જમાઈ ઉપર અતિ સ્નેહ હોય છે.”
તેઓ જમીને ગયા પછી તે વણિક ભોજનને માટે ઘેર આવ્યો, ત્યારે હમેશાંની જેવું સ્વાભાવિક ભોજન જોઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા ! તેં આજે ઘેબર કેમ કર્યા નહીં?” સ્ત્રીએ જવાબ આપ્યો કે “હે સ્વામી ! ઘેબર તો કર્યા હતા, પણ તે સત્પાત્રને જમાડ્યા છે. આજે કાંઈ કામ માટે આપણા જમાઈ તેમના મિત્ર સહિત અહીં આવ્યા હતા, તેને જવાની ઉતાવળ હતી, તેથી તેને તે ઘેબર જમાડ્યા છે.” તે સાંભળીને વણિક ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યો કે “મેં બીજાને માટે થઈને બિચારી આભીરીને નકામી છેતરી, તેને છેતરવાનું પાપ મને લાગ્યું, અને ઘેબર તો બીજાએ ખાધાં, મૂર્ણ પુરુષો સ્ત્રી, પુત્રાદિકને માટે અત્યંત પાપકર્મ કરે છે, પણ તે ફળ તો પોતાને જ ભોગવવું પડે છે” એમ વિચારી ગામ બહાર જઈને દેહચિંતા કરી પાછો વળતાં સૂર્યના તાપ વડે ગ્લાની પામવાથી એક વૃક્ષ નીચે વિશ્રાન્તિ લેવા બેઠો.
તેવામાં કોઈ મુનિને ગૌચરી જતા જોઈને તેણે કહ્યું કે “હે પૂજ્ય ! અહીં આવો. જરા વિશ્રાંતિ લ્યો અને મારી એક વાત સાંભળો.” તે સાંભળીને જ્ઞાની મુનિએ કહ્યું કે “હું મારા પોતાના કાર્ય માટે ઉતાવળે જાઉં છું, તેથી હું રોકાઈશ નહીં.” વણિક બોલ્યો કે “હે મહારાજ ! શું બીજાને કામે પણ કોઈ જતા હશે કે જેથી આપ એવું બોલ્યા કે - હું મારા પોતાના કાર્ય માટે જાઉં છું?” મુનિ બોલ્યા કે “બીજાના કાર્ય માટે ઘણા જીવો ક્લેશ પામે છે, તેમાં પ્રથમ તો સ્ત્રીપુત્રાદિકને માટે ક્લેશ પામતો એવો તું જ દષ્ટાંતરૂપ છે.” આ એક જ વાક્યથી પ્રતિબોધ પામીને તે વણિકે મુનિને કહ્યું કે “આપ તપનું પારણું વગેરે કરો. પછી હું આપની પાસે આવીશ.” પછી મુનિ નિર્દોષ આહાર વડે દેહને ભાડું આપીને સ્વાધ્યાય-ધ્યાન કરવા લાગ્યા. તે વખતે તે વણિકે તેમની પાસે જઈ ધર્મનું શ્રવણ કર્યું, તે આ પ્રમાણે -
अतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना ।
शास्त्रयुक्तिशतेनापि, न गम्यं यद्बुधा जगुः ॥१॥ ભાવાર્થ:- “ઉત્કૃષ્ટ એવું બ્રહ્મ ઈન્દ્રિયોને ગૌચર નથી, તેથી વિશુદ્ધ અનુભવ વિના