________________
૧૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૩૨૯
મૂચ્છી તજવી मूर्छाच्छन्नधियां सर्वं, जगदेव परिग्रहः ।
मूर्छाया रहितानां तु, जगदेवापरिग्रहः ॥१॥ ભાવાર્થ:- મૂર્છાથી જેની બુદ્ધિ આચ્છાદિત થયેલી છે એવા માણસોને આખું જગત પરિગ્રહરૂપ છે અને મૂચ્છથી રહિત થયેલાને જગત જ અપરિગ્રહરૂપ છે.”
મૂચ્છમાં મગ્ન થયેલા જીવોને સર્વ જગત પોતાનું થયું નથી, તો પણ તેના પરિગ્રહરૂપ જ છે; કેમકે તે હું સર્વ જગતનો સ્વામી થાઉં, તેનો ભોક્તા થાઉં એવી ઈચ્છાથી યુક્ત છે અને મૂર્છાએ કરીને રહિત થયેલા પ્રાણીને “પૌદ્ગલિક સર્વ વસ્તુ આત્માથી ભિન્ન છે અને અગ્રાહ્ય છે.” એમ વિચારીને સર્વનો ત્યાગ કરવાથી જગત પરિગ્રહરૂપે નથી. અહીં કોઈને સંદેહ થાય કે “જીવ અને પુદ્ગલ (શરીર) એક ક્ષેત્ર અવગાહીને રહેલા હોવાથી જીવને તે પુગલનો પરિગ્રહ કેમ ન કહેવાય?” તેનો ઉત્તર કહે છે કે “જીવને તે પુગલ ઉપર રાગ-દ્વેષની પરિણતિ થાય, તો જ તે પરિગ્રહપણાને પામે છે અને રાગદ્વેષની પરિણતિનો ત્યાગ કરવાથી શ્રમણ ગુણ પ્રગટ થાય છે. આ પ્રસંગ ઉપર સંયતમુનિનો સંબંધ છે તે આ પ્રમાણે –
સંયતમુનિની કથા કાંપિલ્યપુર નામના નગરમાં સંયત નામે રાજા રાજ્ય કરતો હતો. તે એકદા મૃગયા રમવા વનમાં ગયો. માંસના સ્વાદમાં લુબ્ધ થયેલો તે રાજા અશ્વ ઉપર ચઢીને ત્રાસ પામેલા મૃગોની પાછળ તેમનો વધ કરવા દોડ્યો. તે વનના કોઈ એક પ્રદેશમાં એક મુનિ ધર્મધ્યાનમાં મગ્ન રહેતા હતા. તે મુનિની પાસે આવતાં મૃગોને તે હણવા લાગ્યો. તેવામાં મુનિને જોઈને તે ભય પામ્યો, એટલે તેને વંદના કરીને રાજા બોલ્યો કે “હે પૂજ્ય! આ મૃગના વધથી થયેલો મારો અપરાધ માફ કરો.” મુનિ તો ધ્યાનમાં હોવાથી મૌન રહેલા હતા તેથી તેમણે રાજાને કાંઈ જવાબ આપ્યો નહીં, એટલે તો રાજા અધિક ભયબ્રાંત થયો અને વિચાર કરવા લાગ્યો કે “ક્રોધ પામેલા આ મુનિ કોણ જાણે શું કરશે?” ફરીથી તે હાથ જોડીને ભયથી બોલ્યો કે “હું સંયત નામે રાજા છું, માટે મારા પર કૃપા કરી મારી સાથે બોલો. તમે ક્રોધ પામેલા જણાઓ છો. તેથી તેજ વડે કોટી મનુષ્યોને ભસ્મ કરવા સમર્થ છો.”
આ પ્રમાણે સાંભળીને મુનિ બોલ્યા કે “હે રાજનું! તને અભય છે. તેને કોઈ બાળીને ભસ્મ કરતું નથી.” એ રીતે રાજાને આશ્વાસન આપીને મુનિએ તેને ધર્મોપદેશ આપ્યો કે “હે રાજા! આ સંસાર અનિત્ય છે, તો તું હિંસામાં કેમ આસક્ત થાય છે? નરકના હેતુભૂત હિંસા