________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
(૧૭૧
તે વિષે શ્રી નન્દીસૂત્રમાં કહ્યું છે કે – “જોયં સુવાસં પિડાં સમત્તપરિદિય સમસુગં, મછત્તપરિદિયં મિચ્છસુગં ” આ દ્વાદશાંગી ગણિપિટક સમકિતવંતે ગ્રહણ કર્યું હોય તો તે સમ્યકશ્રુત કહેવાય છે અને મિથ્યાત્વીએ ગ્રહણ કર્યું હોય તો તે મિથ્યાશ્રુત થાય છે.
મૂળ શ્લોકમાં “શાસ્ત્ર” શબ્દ છે તે શાસ્ત્ર એટલે અનેકાંત મત વ્યવસ્થાપક વાક્યોનો સમૂહ, તે ચક્ષુ જેમને હોય તેઓને શાસ્ત્ર ચક્ષુવાળા નિગ્રંથ સાધુઓ જાણવા. અહીં આર્યરલિતસૂરિનો સંબંધ છે તે આ પ્રમાણે -
આર્યરક્ષિતસૂરિની કથા દશપુર નામના નગરમાં સોમદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમા નામની પત્ની હતી. તે બંને જૈન ધર્મમાં દઢ હતા. તેમને આર્યરક્ષિત અને ફલ્યુરક્ષિત નામે બે પુત્રો હતાં. તેમાં મોટો પુત્ર આર્યરક્ષિત પાટલીપુત્ર જઈને સાંગોપાંગ વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના નગરમાં આવ્યો. તે વખતે રાજાએ મોટા ઉત્સવપૂર્વક તેને હસ્તી પર બેસાડી પુરપ્રવેશ કરાવ્યો અને ઈનામ વગેરે આપી સન્માન કર્યું. પછી તે રાજાએ કરેલા સત્કાર સહિત પોતાની માતાને વંદન કરવા ઘેર ગયો. તેને જોઈ તેની માતા “હે પુત્ર ! તું સારો છે?” એટલું જ બોલીને મૌન રહી. માતાને ઉદાસીન દેખીને આર્યરક્ષિત બોલ્યો કે “હે માતા ! મારી સાથે કેમ બોલતા નથી ? અને સર્વ લોકને પૂજ્ય એવા સર્વ શાસ્ત્રના પારને પામેલા મને જોઈને તમે કેમ આનંદ પામતા નથી?” તે સાંભળીને તેની માતા બોલી કે “હે પુત્ર ! સ્વપરનો નાશ કરનારાં, હિંસાનો ઉપદેશ કરનારા અને નરકને આપનારા આ શાસ્ત્રો ભણવાથી શું? આ શાસ્ત્રોના પ્રભાવથી તું ઘોર દુઃખ સમુદ્રમાં પડીશ, એવું જાણવાથી મને શી રીતે આનંદ થાય? માટે જો તું દૃષ્ટિવાદનો અભ્યાસ કરે તો મારો આત્મા પ્રસન્ન થાય.”
વિનીત પુત્રે વિવેકથી માતાને પૂછ્યું કે – “તે શાસ્ત્ર ક્યાં ભણાય છે?” માતા બોલી કે “તોસલિપુત્ર નામના ગુરુ પાસે.” પછી આર્યરક્ષિત માતાનું વચન અંગીકાર કરી પ્રાતઃકાળે માતાની રજા લઈ ભણવા ચાલ્યા. તેવામાં તેને મળવા માટે આવતો તેના પિતાનો મિત્ર બ્રાહ્મણ સાડાનવ શેરડીના સાંઠા લઈને સામો મળ્યો. તે બ્રાહ્મણ પ્રેમથી આર્યરક્ષિતને મળીને બોલ્યો કે “તમારે માટે હું આ શેરડીના સાંઠા લાવ્યો છું તે લ્યો.” તે બોલ્યો કે “એ સાંઠા મારી માતાને આપજો, હું કાર્ય માટે જાઉં છું.” એટલે તે બ્રાહ્મણે તેની માતા પાસે જઈને સાડાનવ સાંઠા આપી આર્યરક્ષિત સાથે થયેલી વાત કહી. તે સાંભળીને માતાએ વિચાર્યું કે “જરૂર આ શુકનથી એવું સૂચવન થાય છે કે મારો પુત્ર સાડાનવ પૂર્વનો અભ્યાસ કરશે.”
અહીં આર્યરક્ષિત પોતે ગુરુને વંદનાદિક કરવાની રીતિથી અજ્ઞાત હોવાથી દઢરથ નામના શ્રાવકને સાથે લઈને ગુરુ પાસે ગયો અને શ્રાવકની વિધિ પ્રમાણે ગુરુને વાંદીને બેઠો. પછી તે દઢરથે ગુરુને આર્યરક્ષિતની જાતિ, કુળ, વગેરે કહીને વિશેષમાં એટલું કહ્યું કે “આ ચૌદ વિદ્યાનો