________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૧૫૯ ભાવાર્થઃ- “જ્વર, ભગંદર, કુષ્ટ અને ચોથો ક્ષય, એ રોગો સ્પર્શ કરવાથી એક માણસથી બીજા માણસમાં સંક્રમણ કરે છે.”
આ વ્યાધિથી તેનો શૌચધર્મ નષ્ટ થયો અને શરીરમાં અતિ વેદના થવા લાગી, એકદા તે કોઈ યતિની પાસે ગયો. ત્યાં યતિએ તેને ધર્મોપદેશ આપ્યો. કદંબે યતિને પૂછયું કે, “તમે સ્નાન કરતા નથી, તો તમારી શુદ્ધિ શી રીતે થાય છે?” મુનિએ જવાબ આપ્યો કે, “આ શરીર સદા અશુચિ જ છે, તેનું સ્નાન કરવાથી શી રીતે શુચિપણું થાય ? માટે મનની શુદ્ધિ જ જોવી જોઈએ; કેમકે રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર અને વસા ઈત્યાદિ અશુચિના સ્થાનરૂપ શરીરનું શુચિપણું ક્યાંથી હોય? અહો! નવ દ્વારમાંથી નિરન્તર અશુચિ રસને ઝરવાવાળા અને અશુચિથી વ્યાપ્ત એવા આ દેહમાં શૌચનો સંકલ્પ માત્ર કરવો, તે પણ મહામોહનું વિલસિત જ છે.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળી કદંબે વિચાર્યું કે “હું તો ફોગટ જ શૌચવાદ કરું છું, ખરેખર તો આ સાધુઓ જ પવિત્ર છે; કેમકે “બ્રહ્મચારી સદા શુચિઃ” બ્રહ્મચારી નિરંતર પવિત્ર જ છે.”
ઈત્યાદિ વિચાર કરીને પછી તેણે ફરીથી ગુરુને પૂછ્યું કે, “હે સ્વામી ! મને શરીરમાં મહાદુઃસહ પીડા થાય છે, એક ક્ષણ માત્ર શાંતિ થતી નથી, તેનું શું કારણ?” ગુરુ બોલ્યા કે, “કર્મની ઘટના ઊંટના પૃષ્ટ જેવી મહાવિષમ છે. જાતિ, કુલ, દેહ, વિજ્ઞાન, આયુ, બલ, ભોગ અને સંપદા વગેરેની વિષમતા જોઈને આ સંસારમાં વિદ્વાન માણસને પ્રીતિ કેમ થાય? ન જ થાય. વળી રત્નત્રયી પરિણત અને તીવ્ર ક્ષયોપશમવાળા મુનિ અપૂર્વકરણના બળથી ઉપશમશ્રેણિ પામીને ચારિત્ર પરિણામ પર આરૂઢ થઈ સર્વથા મોહોદય રહિત થાય છે અને તે કેવળીની હદે પહોચે છે; તો પણ દુષ્ટ કર્મને લીધે અર્થાત્ સત્તામાં રહેલા મોહનીયકર્મના ઉદયથી અથવા આયુકર્મનો અંત થવાથી (આયુષ્ય પૂર્ણ થવાથી) ત્યાંથી પણ ભ્રષ્ટ થાય છે અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. દુષ્ટ મોહનીયના વશથી પ્રાણીને અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે; તેથી કોઈપણ પ્રયત્ન ચેતનાને કર્માધીન કરવી નહીં, સ્વાધીન કરવી. વળી કર્મની વિષમતા એવી છે કે કોઈ રેક માણસ શુભ કર્મના ઉદયથી એક ક્ષણમાત્રમાં રાજા થાય છે અને કોઈ રાજા અશુભ કર્મના ઉદયથી ક્ષણમાત્રમાં રંક થાય છે. પુરાણમાં પણ કહ્યું છે કે –
यादृशं क्रियते चित्तं, देहिभिर्वर्णनादिषु ।
तादृशं कविवन्नूनं, जायते सततं जने ॥१॥ ભાવાર્થ:- “સ્તુતિ-નિંદા વગેરેમાં કવિઓની જેમ પ્રાણીઓ જેવું ચિત્ત કરે છે તેવું લોકમાં નિરંતર પ્રાપ્ત થાય છે.”
એકદા બ્રહ્મા વગેરે ઘણા દેવો એકત્ર મળીને પોતપોતાના ઉત્કર્ષનું વર્ણન કરતા હતા, તે વખતે શનિશ્ચર બોલ્યો કે, “હું સર્વ દેવાદિકને સુખ દુઃખ આપવા સમર્થ છું.” તે સાંભળી શંકરે કહ્યું કે, “તું કેવું સુખ-દુઃખ આપે છે તે જોઈશું, મને બતાવજે.” એમ કહીને મહાદેવે સ્વસ્થાને