________________
૧૫૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ ભૂમિપાળ રાજાની જેમ બાહ્ય સંપત્તિઓ ક્ષણભંગુર છે - નાશવંત છે એવો નિશ્ચય હૃદયમાં ધારણ કરવો, જેથી આત્મામાં જ રહેલી ઈન્દ્રની તથા ચક્રવર્તીની સર્વ સંપત્તિઓ સહેજે પ્રાપ્ત થશે.”
૩૨૪
કર્મની વિચિત્રતા दुःखं प्राप्य न दीनः स्यात्, सुखं प्राप्य न विस्मितः ।
जगत् कर्मविपाकस्य, जानन् परवशं मुनिः ॥१॥ ભાવાર્થ - “આ ચરાચર જગત શુભ અને અશુભ ઉદયવાળા કર્મવિપાકને પરવશ છે, એમ જાણનાર તત્ત્વરસિક મુનિ અશાતાદિક દુઃખને પામીને દીન થતા નથી; કેમકે કર્મ કરતી વખતે વિચાર કર્યો નહીં, તો હવે તીવ્ર રસ વડે બંધાયેલા કર્મના ઉદયમાં દીનતા શી કરવી? એમ સમજે છે, તેમજ શાતાદિક સુખને પામીને વિસ્મિત (હર્ષિત) થતા નથી; કેમકે એ શુભ કર્મના વિપાક છે એમ જાણે છે. વળી -
येषां भ्रूभंगमात्रेण, भज्यन्ते पर्वता अपि ।
प्राप्तायां दुर्दशायां ते, प्राप्यन्ते क्वापि नाशनम् ॥२॥ ભાવાર્થ :- “જેઓની ભૂકુટીના ભંગમાત્રે કરીને પર્વતો ભાંગી જાય છે એવા મહા શક્તિવાનું પુરુષને પણ દુર્દશા પ્રાપ્ત થાય છે ત્યારે કોણ જાણે સુખ ક્યાં નાશ પામી જાય છે તેની ખબર પણ પડતી નથી. આ પ્રસંગ ઉપર એક કથા છે તે આ પ્રમાણે -
કદંબ વિપ્રની કથા કાકંદીપુરીમાં સોમશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને કદંબ નામે પુત્ર હતો. તે શૌચધર્મમાં અતિ આગ્રહી હતો. અપવિત્ર કે નીચ માણસની છાયામાત્રનો પણ સ્પર્શ થતાં તે સર્વ વસ્ત્ર સહિત સ્નાન કરતો; તથા લોકો તેને પાણીનો પિશાચ એવે નામે બોલાવતા હતા. તે મુખ અને નાસિકાને વસ્ત્રના છેડા વતી ઢાંકીને સર્વત્ર હું હું કરતો અટન કરતો હતો. કોઈ માણસના વસ્ત્રનો છેડો તેને અડકી જતો તો તેના પર દ્વેષ કરતો. આવી રીતે શૌચધર્મ પાળતાં કેટલેક કાળે તે ગલકુષ્ઠ વગેરે વ્યાધિથી ગ્રસ્ત થયો, તેથી તેનો કોઈપણ સ્પર્શ કરતું નહીં. વૈદ્ય પણ તેનો ચેપ લાગવાના ભયથી તેની નાડી પણ જોતા નહીં. કહ્યું છે કે –
ज्वरो भगंदरः कुष्टः, क्षयश्चैव चतुर्थकः । एते संस्पर्शतो रोगाः, संक्रमन्ति नरान्नरम् ॥१॥