________________
૧૫૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ આ ત્રણ પદ વારંવાર રાજાના મુખથી બોલતા સાંભળીને તે પંડિત ચોથું પદ પૂરું કરીને બોલ્યો કે –
संमीलने नयनयोर्न हि किंचिदस्ति ॥१॥ ‘પણ આંખો મીંચાયા પછી તેમાંનું કાંઈ જ નથી, અર્થાતુ મૃત્યુ થાય એટલે તે સર્વ નિષ્ફળ છે.”
આ ચોથું પદ સાંભળીને એકદમ આશ્ચર્ય પામેલો રાજા વિચાર કરીને બોલ્યો કે, “અહો ! પહેરેગીરોને છેતરીને મારા મહેલમાં કોણ આવ્યું છે? દેવ, દાનવ અથવા મનુષ્ય જે હો તે એકદમ પ્રગટ થાઓ.” તે સાંભળીને જેનો દેહ કંપાયમાન થઈ રહ્યો છે એવો તે પંડિત પ્રગટ થઈને બોલ્યો કે, “હે સ્વામી ! આપનો ગર્વ હરણ કરવાના હેતુથી ચોથું પદ પૂરું કરવા માટે આ નવીન માર્ગથી હું અહીં આવ્યો છું.” રાજાએ કહ્યું કે, “સત્ય બોલ, અસત્ય શા માટે બોલે છે?” ત્યારે તે પંડિત સર્વ સત્ય વાત રાજાને કહી સંભળાવી. તે સાંભળીને રાજાએ તેને હાર આપ્યો, અને “ગુરુ હોવાથી અવધ્ય છે' એમ વિચારીને તેને છોડી મૂક્યો.
પછી તે પંડિતે કહેલા ચોથા પદથી પ્રતિબોધ પામેલો રાજા પ્રાતઃકાળે રાજસભામાં ગયો. તે વખતે કંચુકીના મુખથી શ્રીમાનું સુધર્મ ગુરુનું આગમન સાંભળીને હર્ષપૂર્વક તે ગુરુ પાસે જઈ તેમને વંદના કરી યોગ્ય સ્થાને બેઠો. તે વખતે ગુરુએ નીચે પ્રમાણે ધર્મદેશના આપી.
बाह्यदृष्टिप्रचारेषु, मुद्रितेषु महात्मनः ।
માવાવમાસો, હુરા: સર્વા: સમૃદ્ધયઃ III ભાવાર્થ:- “મહાત્માને બાહ્ય દૃષ્ટિના પ્રચારોનો રોધ થવાથી સર્વ સમૃદ્ધિ અંતઃકરણમાં જ ફુટ રીતે ભાસે છે.”
સ્વરૂપ અને પરરૂપના ભેદજ્ઞાન વડે શુદ્ધ આત્મસ્વરૂપના અનુભવમાં લીન થયેલા મહાત્માને સર્વ સમૃદ્ધિઓ અંતઃકરણમાં જ ફુટ ભાસે છે. “હું સ્વરૂપાનંદમય છું, હું નિર્મળ, અખંડ અને સર્વ પ્રકાશક જ્ઞાનવાળો છું, ઈન્દ્ર ચંદ્રાદિકની સંપત્તિઓ તો ઔપચારિક છે અને હું તો અવિનાશી તથા અનંત પર્યાયવાળી સંપત્તિથી યુક્ત છું” આવી રીતના આત્મસ્વરૂપના જ્ઞાનથી યુક્ત થયેલા મહાત્માને પોતાના આત્મામાં જ સર્વ સંપત્તિઓ ભાસે છે, પણ બાહ્ય દૃષ્ટિપ્રચાર એટલે વિષયોમાં પ્રવર્તતી જે ઈન્દ્રિયો તેમનો પ્રચાર બંધ થાય ત્યારે જ સર્વ સંપત્તિઓ ભાસે છે, કેમકે ચંચળ ઉપયોગવાળા ઈન્દ્રિયોના પ્રચારથી આત્માની અંદર રહેલી, અમૂર્ત અને કર્મથી આવરેલી આત્મસ્વરૂપની સંપત્તિ જણાતી જ નથી, પણ ઈન્દ્રિયોની ચંચળતા રોકવાથી સ્થિર ચૈતન્યના ઉપયોગ વડે કર્મમળના પડલથી ઢંકાયેલી એવી આત્મસંપત્તિ પણ જોવામાં આવે છે.