________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૫૫ જેઓએ શુભ એવી તત્ત્વવિચારદષ્ટિ પ્રાપ્ત કરેલી છે તેઓ વિભાવ (પુદ્ગલાદિક) વસ્તુઓને વિષે રાગ કરતા નથી અને ઉપવનમાં કે ઉપાશ્રયમાં મોહ પામતા નથી. આવા સાધુઓ જ પૃથ્વી પર તત્ત્વદૃષ્ટિવાળા થાય છે.”
આ પ્રબંધ ઉપયોગી હોવાથી ફરીને લખવામાં આવ્યો છે.
૩૨૩
સંપત્તિની ક્ષણભંગુરતા संपत्स्वस्थिरतां ज्ञात्वा, पुत्रदाराहयादिषु ।
भूमिपालः प्रबुधो द्राक्, शास्त्रज्ञोक्तसुभाषितैः ॥१॥ ભાવાર્થ - “શાસ્ત્રજ્ઞ પંડિતે કહેલા સુભાષિત વડે પુત્ર, સ્ત્રી અને અશ્વાદિક સંપત્તિમાં અસ્થિરતા જાણીને ભૂમિપાળ નામનો રાજા તત્કાળ પ્રતિબોધ પામ્યો.” આ અર્થનું સમર્થન કરવા માટે તે રાજાનું દૃષ્ટાંત કહે છે -
ભૂમિપાળરાજાની કથા પૃથ્વીપુરમાં ભૂમિપાલ રાજા રાજય કરતો હતો. તે પુરમાં શાસ્ત્રમાં પ્રવીણ એક બ્રાહ્મણ હતો. તે એક વેશ્યામાં આસક્ત થયો હતો. એકદા કૌમુદી ઉત્સવમાં રાજાની રાણી સર્વ અલંકાર પહેરી રથમાં બેસીને જતી હતી. તે વખતે તે વેશ્યા રાણીના કંઠમાં રહેલો હાર જોઈને મોહ પામી, તેથી તેણે પેલા પંડિતને કહ્યું કે “હે પ્રાણેશ ! જો તમારે મારા શરીરસુખને અનુભવવાની ઈચ્છા હોય અર્થાત્ મારા પર અધિક પ્રીતિ હોય તો રાણીના કંઠમાં રહેલો હાર ચોરીને મને લાવી આપો.” તે સાંભળી વેશ્યાને આધીન થયેલો વિષયનો ભિક્ષુ તે પંડિત ચોરી કરવા માટે ચોરની જેમ ગુપ્ત રીતે રાજમંદિરમાં ગયો. ત્યાં રાજાને જાગતો જોઈને છાની રીતે રાજાના પલંગની નીચે સંતાઈ રહ્યો. તે વખતે રાજાએ સંપત્તિના ગર્વથી એક શ્લોકના ત્રણ પદ રચ્યાં, પણ ચોથું પદ તેનાથી બની શક્યું નહીં, તેથી તે ત્રણ પદ રાજા વારંવાર બોલવા લાગ્યો. તે આ પ્રમાણે -
चेतोहरा युवतयः स्वजनानुकूलाः सद्बान्धवाः प्रणयनम्रगिरश्च भृत्याः।
गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरंगाः ભાવાર્થ:- “મારે ચિત્તને હરણ કરે તેવી સ્ત્રીઓ છે, અનુકૂળ સ્વજનો છે, સારા બાંધવો છે, પ્રણય કરીને નમ્ર વાણી બોલનારા ભૃત્યો છે, આંગણામાં હસ્તિના સમૂહો ગર્જના કરી રહ્યા છે તથા ચંચળ ઘોડાઓ છે -