________________
૧૫૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
કર્યો.” ઈત્યાદિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ વિહાર કરવા લાગ્યા. આવી રીતે આત્મતત્ત્વની દૃષ્ટિમાં તત્પર થયેલાને ગ્રામ, નગર, અરણ્ય સર્વ વૈરાગ્યના કારણપણે થાય છે. આ અન્વય દૃષ્ટાંત છે. હવે વ્યતિરેક દૃષ્ટાંત કહે છે -
કોઈ ગરચ્છમાં આચાર્યે પોતાના આયુષ્યનો અંત આવેલો જાણીને બીજા સારા શિષ્યને અભાવે એક સ્કૂલ સમાચારીને જાણનાર શિષ્યને આચાર્યપદે સ્થાપન કર્યો. તે નવા આચાર્ય સર્વત્ર પ્રતિષ્ઠા પામવાથી આગમાદિક શાસ્ત્રના અધ્યયનમાં પ્રમાદી થયા. તેઓ શ્રુતાર્થના જાણ નહોતા, છતાં ગુરુના મહિમાથી સર્વત્ર ખ્યાતિ પામ્યા હતાં. તે સૂરિ વિહાર કરતા કરતા અન્યદા પૃથ્વીતિલક નામના નગરે આવ્યા. ત્યાં શ્રાવકોએ પુર પ્રવેશ વખતે એવો મહોત્સવ કર્યો કે જેથી તેમનો મહિમા અધિક રીતે પ્રસિદ્ધ થયો, તથા શાસનની પણ ઘણી ઉન્નતિ થઈ. તે નગરમાં પૂર્વે અનેક જૈન આચાર્યોએ આવીને રાજસભામાં ઘણા પરવાદીઓનો પરાભવ કરેલો હતો. તે વાદીઓ આ વખતે પણ આ આચાર્યની આવી ઉન્નતિ જોઈને ઈર્ષાવાળા થયા, પરંતુ પૂર્વે પરાભવ પામેલા હોવાથી ફરીથી પોતાના મહત્ત્વની હાનિ થવાનો ભય ધરાવતા હતા, તેથી પ્રથમ તે આચાર્યનું શાસ્ત્રપરિજ્ઞાન કેવું છે? તેની પરીક્ષા કરવા માટે પોતાને અનુકૂળ એવા એક શ્રાવકને કેટલાક પ્રશ્ન શીખવીને તેમની પાસે મોકલ્યો. તે શ્રાવક હંમેશા આચાર્ય પાસે જઈને વિધિપૂર્વક તેની સેવા કરવા લાગ્યો.
એકદા તેણે સૂરિને પ્રશ્ન કર્યો કે, “હે ગુરુ! પુદ્ગલને કેટલી ઈન્દ્રિય હોય?” તે સાંભળી તત્ત્વદષ્ટિરહિત સૂરિએ ચિરકાળ સુધી વિચાર કર્યો, તેવામાં પૂર્વે કોઈ વખત સાંભળેલું તેને યાદ આવ્યું કે “પુગલ એક સમયમાં લોકાંત સુધી જઈ શકે છે.” આવું સ્મરણ થવાથી સૂરિએ વિચાર્યું કે “પંચેન્દ્રિય વિના આટલી બધી શક્તિ ક્યાંથી હોય?” એમ હૃદયમાં નિશ્ચય કરીને તેણે જવાબ આપ્યો કે “હે ભાઈ! પુદ્ગલને પાંચ ઈન્દ્રિયો હોય છે.” આ જવાબ તે શ્રાવકે પેલા પરવાદીઓને કહ્યો. એટલે તેઓએ ધાર્યું કે “આ સૂરિને પોતાના શાસ્ત્રનું પણ પરિજ્ઞાન નથી, તો પછી પરધર્મના શાસ્ત્રનું પરિજ્ઞાન તો ક્યાંથી જ હશે ?” એમ વિચારી સૂરિના જ્ઞાનના પારને જાણનારા તે વાદીઓએ રાજસભામાં તેમને બોલાવીને તે સૂરિનો પરાજય કર્યો, તેથી ઘણા લોકો જૈન ધર્મથી ભ્રષ્ટ થયા. તે જોઈ સંઘે મળીને સૂરિને ત્યાંથી ઘણે દૂર વિહાર કરાવ્યો. આવા તત્ત્વજ્ઞાનરહિત આચાર્યો ગ્રામ, આરામ ઉપાશ્રય, શ્રાવક અને સંઘ વગેરેમાં આસક્ત થઈને ઉપદેશ આપતા સતા પણ તેવા પ્રકારનું શુદ્ધ જ્ઞાન ન હોવાથી ઉત્સુત્ર પ્રરૂપણા કરે છે અને તેથી કરીને તેઓ પોતાના આશ્રિતોને તારવાને બદલે ઉલટા ભવસાગરમાં ડૂબાવે છે. કહ્યું છે કે –
जं जयइ अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ होइ ।
वळवावेइ य गच्छं, अणंतसंसारिओ होइ ॥१॥
ભાવાર્થ - “જે પોતે અગીતાર્થ હોય તથા જે અગીતાર્થની નિશ્રાવાળા હોય તે ગચ્છની વૃદ્ધિ કરતા સતા અનન્ત સંસારી થાય છે.” માટે તત્ત્વદૃષ્ટિવિકળ અને અબહુશ્રુતે ધર્મદશના આપવી યોગ્ય નથી.