________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫
૧૩૭ કર્યું. એમ હોવાથી તેમનું સમ્યકત્વ તે જ મુનિત્વ છે અને મૌનપણું-નિગ્રંથત્વ તે જ સમ્યકત્વ છે. અહીં શુદ્ધ શ્રદ્ધાએ કરીને નિશ્ચય કરેલા આત્મસ્વભાવમાં જે રહેવું તે ચરણ કહેવાય છે. સમ્યગ્દર્શન વડે નિર્ધારિત કરેલું અને સમ્યજ્ઞાન વડે વિભક્ત કરેલું જે આત્મસ્વરૂપ તેનું ઉપાદેયપણું એટલે તેનું તેવી જ રીતે અનુભવવું - તેમાં રમણ કરવું તે ચારિત્ર અથવા મુનિપણું કહેવાય છે, માટે એવંભૂત નયે સમ્યગ્દષ્ટિએ સમ્યફ શ્રદ્ધાપૂર્વક તેનું તત્ આચરણ કરવું. ચોથા ગુણઠાણે હતા ત્યારે સાધ્યપણે જે ધાર્યું હતું તે તે જ પ્રમાણે પ્રવૃત્તિ કરીને સિદ્ધાવસ્થામાં મુનિપણા વડે નિષ્પાદન કર્યું. તેથી શુદ્ધ સિદ્ધત્વ ધર્મને નિરાધાર તે જ સમ્યકત્વ સમજવું અને સમ્યકત્વ તે જ મુનિપણું સમજવું. આ સંબંધમાં કુરુદત્તનો સંબંધ છે. તે નીચે પ્રમાણે -
કુરુદત્તની કથા હસ્તિનાપુરમાં કુરુદત્ત નામે એક શ્રેષ્ઠિનો પુત્ર મહાસુખી હતો. તે એકદા ધર્મદેશનાને સમયે શ્રી ગુરુમહારાજ પાસે ગયો. ત્યાં તેણે સ્યાદ્વાદરૂપ આપ્ત વાક્ય હૃદયમાં ધારણ કર્યું. ગુરુમહારાજે કહ્યું કે, “આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક અન્ય દર્શનીઓ પરસ્પર વાદવિવાદ કરે છે. રેચક, કુંભક અને પૂરક વાયુનું અવલંબન કરીને પ્રાણાયામમાં પ્રવૃત્ત થાય છે અને મૌન ધારણ કરીને પર્વત તથા વનની ગુફાઓમાં પરિભ્રમણ કરે છે, તો પણ તેઓ શ્રી અહતે કહેલા આગમનું શ્રવણ કર્યા વિના સ્યાદ્વાદરૂપી આપ્તવાક્યથી જ થઈ શકે તેવી સ્વભાવ તથા પરભાવની પરીક્ષા કરી શકતા નથી અને સ્વ-સ્વભાવના અવબોધ વિના તેઓની કાર્યસિદ્ધિ પણ થતી નથી.” કહ્યું છે કે –
आत्माज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते ।
अभ्यस्यंस्तत्तथा तेन, येनात्मा ज्ञानवान् भवेत् ॥१॥ ભાવાર્થ - “આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાન વડે જ નાશ પામે છે, માટે તેવી રીતે અભ્યાસ કરવો જોઈએ કે જેથી આત્મા જ્ઞાનમય થાય.”
અહીં ઉપાદાન સ્વરૂપમાં કર્તા વગેરે છ કારકરૂપી ચક્રમય આત્મા જ છે, આત્મા પોતે જ કર્તા છે. કાર્યરૂપ, કરણરૂપ, સંપ્રદાન, અપાદાન અને અધિકારણ પણ આત્મા પોતે જ છે. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે “આત્મા એટલે જીવ કર્તારૂપ છે. તે પોતાના આત્માને એટલે અનંત શુદ્ધ ધર્મ (પ્રકટ કરવા)રૂપ કાર્યને, આત્માએ કરીને એટલે આત્મશક્તિરૂપ કરણ વડે કરીને
આને માટે એટલે આવરૂપ પ્રગટ કરવા માટે આથી, એલે આમwવથી પરભવથી પૃથક એવા અપાદાનરૂપ આત્માથી, આત્મારૂપ આધારને વિષે એટલે અનન્ત ધર્મપર્યાયોના પાત્રભૂત આત્માને વિષે પ્રકટ કરે છે.” તેથી કરીને જ મુનિ આત્મસ્વરૂપમાં મગ્ન રહે છે.
જેમ સોજાથી થયેલી શરીરની પુષ્ટતા અસત્ય છે (ઈષ્ટ નથી), અને જેમ વધસ્થાન પર લઈ જવાતા વધ્ય માણસને પહેરાવેલ કણેરની માળા વગેરે અલંકાર અસત્ય છે – શોભા આપનારા