________________
૧૩૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ ઈચ્છાથી થયો છે. માટે હું આહારનો જ સર્વથા ત્યાગ કરું.” એમ વિચારીને પુરમાંથી બહાર નીકળી પાસેના પર્વત પર જઈ તેમણે મોટું અનશન સ્વીકાર્યું. તે મુનિને અનશન ગ્રહણ કરેલા જાણીને તેના શરીરનું ઉપદ્રવથી રક્ષણ કરવા માટે રાજાએ પોતાના કિંકરોને તેમની પાસે રાખ્યા.
હવે પેલો શિયાળ જે મરીને વ્યન્તર થયો હતો તેણે અવધિજ્ઞાન વડે પૂર્વ ભવનું વૈર સ્મરણ કરી મુનિને ઉપદ્રવ કરવા માટે બાળક સહિત શિયાળણી વિકૂર્વી; પરંતુ જયાં સુધી રાજાના કિંકરો તે મુનિ પાસે રહેતા ત્યાં સુધી તે શિયાળણી મુનિને ઉપદ્રવ કરી શકતી નહીં. પણ જ્યારે તે કિંકરો પાછા નગરમાં જતા ત્યારે તે શિયાળણી “ખી ખી' શબ્દ કરતી મુનિને વારંવાર બટકાં ભરતી હતી. મુનિ તો તે શિયાળણીએ ઉપજાવેલી પીડાને તથા અર્ચના વ્યાધિની પીડાને શાંત ચિત્તે સહન કરતા સતા નિઃસ્પૃહભાવને મૂકતા નહીં, પરંતુ ધર્મધ્યાનમાં જ સ્થિર રહેતા હતાં. આવી રીતે આર્તધ્યાનને વધારનાર રોગ સંબંધી દુઃખ પ્રાપ્ત થવાથી તથા રૌદ્રધ્યાનને વધારનાર શિયાળણીના ઉપદ્રવનું દુઃખ પ્રાપ્ત થવાથી પણ તે મુનિએ આર્ત તથા રૌદ્ર ધ્યાન કર્યું નહીં. એ પ્રમાણે પંદર દિવસ સુધી શિયાળણીએ કરેલી મહાવ્યથાને સહન કરતા મહાસત્ત્વવાળા મુનિ પંદર દિવસનું અનશન પાળી સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
इति निस्पह भावतो रुजं, परिषेहे मुनिकालवैशिकः । सकलैरपि साधुमिस्तथा, सहनीयोऽयमुदारनिःस्पृहः ॥१॥
ભાવાર્થ - “આ પ્રમાણે નિસ્પૃહ ભાવને ધારણ કરનાર કાલવૈશિક મુનિએ જેવી રીતે વ્યાધિને સહન કર્યો, તેવી રીતે સર્વ સાધુઓએ આ ઉદાર નિઃસ્પૃહ ગુણ ધારણ કરવો.”
-
ON
૩૧૬ સમ્યકત્વમેવ ને મુનિપણાની એકતા मन्यते यो जगत्तत्त्वं, स मुनि परिकीर्तितः ।
सम्यक्त्वमेव तन्मौने, मौनं सम्यक्त्वमेव च ॥१॥ ભાવાર્થ:- “જે જગતના તત્ત્વને માને છે (જાણે છે) તેને આચાર્યોએ મુનિ કહેલા છે. તે મુનિપણાને વિષે જ સમ્યકત્વ રહેલું છે અને જે મુનિપણું છે તે સમ્યકત્વ જ છે.”
વિસ્તરાર્થ:- શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા ને આસ્તિક્યતા એ પાંચ લક્ષણે લલિત એવા અને જીવ-અજીવાત્મક જગતને જાણનારા જે હોય તે મુનિ કહીએ. જે જેવું જાણ્યું તે તે જ પ્રમાણે
૧. મરણ પર્યત આહાર ન ગ્રહણ કરવો તે મહા અનશન.