________________
૧૩૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ઈચ્છાનુસાર ભોગવ્યું, તો પછી પરાધીન એવા મંત્રીપદમાં શું વિશેષ સુખ મળવાનું છે?” એમ ધારીને તેમણે સ્વાધીન એવું મુનિપદ ધારણ કર્યું.”
૩૧૫
નિઃસ્પૃહતા स्वरूपप्राप्तितोऽधिक्यं प्राप्तव्यं नावशिष्यते ।
રૂયાભરનાસંપત્યા, નિઃસ્પૃહો ગાયતે મુનઃ II ભાવાર્થ:- સ્વરૂપની પ્રાપ્તિથી બીજું કાંઈ પણ વિશેષ પામવા લાયક અવશેષ રહેતું નથી. આત્મારૂપી રાજાની સંપત્તિ પામીને મુનિ તદન સ્પૃહા રહિત થાય છે.”
સ્વરૂપ તે જ્ઞાનાદ, રત્નત્રય, અનંતવીર્ય, અવ્યાબાધ, અમૂર્ત, આનંદરૂપ અને અવિનાશી એવું જે સિદ્ધત્વ તેનું શુદ્ધ પારિણામિક લક્ષણ જાણવું. તેની પ્રાપ્તિ થવા પછી બીજી કોઈ પામવા યોગ્ય વસ્તુ બાકી રહેતી નથી. તેથી કરીને આત્મારૂપી રાજાની સંપત્તિ પામવાથી બુદ્ધિપરિજ્ઞા વડે તજી દીધા છે દ્રવ્યભાવ આશ્રવ જેણે એવા મુનિ નિઃસ્પૃહ થાય છે, અર્થાત્ સર્વ શરીરાદિકના પરિગ્રહમાં મૂચ્છરહિત થાય છે. આ પ્રસંગ ઉપર કાલવૈશિક રાજર્ષિનો સંબંધ છે તો આ પ્રમાણે -
કાલવૈશિક મુનિની કથા મથુરાનગરીનો રાજા જિતશત્રુ એકદા કાલી નામની વેશ્યા પર મોહિત થયો એટલે તેને પોતાના અંતઃપુરમાં રાખી. તેની સાથે વિલાસ કરતાં તેને કાલવૈશિક નામે પુત્ર થયો. તે પુત્ર એકદા રાત્રે સૂતો હતો, તેવામાં તેણે શિયાળનો શબ્દ સાંભળી પોતાના મૃત્યોને પૂછ્યું કે, “આ કોનો શબ્દ સંભળાય છે?” ત્યોએ કહ્યું કે, “હે કુમાર ! શિયાળનો શબ્દ સંભળાય છે.” ત્યારે કુમારે કહ્યું કે, “તે શિયાળને ચરણમાંથી બાંધીને અહીં લઈ આવો.”ભૃત્યોએ વનમાં જઈને એક શિયાળને બાંધી લાવીને કુમારને સોંપ્યું. પછી ક્રીડામાં આસક્ત કુમાર તેને વારંવાર મારવા લાગ્યો. તેના મારથી શિયાળ “ખી ખી” શબ્દ વારંવાર કરતું; પરંતુ તે જેમ જેમ “ખી ખી’ શબ્દ કરતું તેમ-તેમ કુમાર વધારે હસતો. એવી રીતે નિરંતર મારતા તે શિયાળ મરણ પામ્યું અને અકામ નિર્જરાથી મરીને વ્યંતરપણું પામ્યું.
એકદા યુવાવસ્થા પામેલો કુમાર વનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં કોઈ સાધુના મુખથી તેણે નીચે પ્રમાણે ધર્મદશના સાંભળી.
निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद्वहिः । अनात्मरतिचांडाली-संगमंगीकरोति या ॥१॥