________________
૧૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ જાણનારને હોય છે. તેમાં પણ સ્વજન, દ્રવ્ય અને પોતાના દેહાદિકમાં જે રાગ-તેની વહેંચણી કરવી અર્થાત્ કરવા યોગ્ય નથી એમ વિચારવું, તે બાહ્યવિવેક કહેવાય છે અને અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મ તથા વિભાવાદિક ભાવકર્મ તેની જે વહેંચણી કરવીવિભાગ કરવો તે અત્યંતર વિવેક કહેવાય છે. કહ્યું છે કે -
देहात्माद्यविवेकोऽयं, सर्वदा सुलभो भवेत् । भवकोट्यापि तद्भेदे, विवेकस्त्वतिदुर्लभः ॥१॥
ભાવાર્થ :- “દેહ એ જ આત્મા છે ઈત્યાદિ જે અવિવેક તે તો સર્વદા સુલભ છે, પણ તે બન્નેના ભેદમાં (ભેદ સંબંધી) જે વિવેક તે કોટીભવે પણ અતિ દુર્લભ છે.”
વિસ્તરાર્થ ઃ- “આત્માના ત્રણ ભેદ છે. બાહ્યાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા. જેને દેહ, મન, વાણી વગેરેમાં આત્મત્વ બુદ્ધિ છે, એટલે દેહ જ આત્મા છે વગેરે. એ પ્રમાણે સર્વ પૌદ્ગલિક પ્રવર્તનમાં જેને આત્માત્વ બુદ્ધિ છે તે બાહ્યાત્મા કહેવાય છે. તે મિથ્યાર્દષ્ટિ છે. કર્મ સહિત અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉપયોગ લક્ષણવાળા, નિર્વિકાર, અમર, અવ્યાબાધ અને સમગ્ર પરભાવથી મુક્ત એવા આત્માને વિષે જ જૈને આત્મબુદ્ધિ છે તે અન્તરાત્મા કહેવાય છે, અવિરતિ સમ્યગ્દષ્ટિ (ચોથા) ગુણસ્થાનકથી આરંભીને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક સુધી અંતરાત્મા કહેવાય છે અને જે કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ઉપયોગવાળા છે તે પરમાત્મા કહેવાય છે. તે તેરમા ચૌદમા ગુણસ્થાનકે હોય છે. આવા ભેદના વિવેકે કરીને સર્વ સાધ્ય છે.
દેહ તે શરીર અને આદિ શબ્દથી મન, વાણી ને કાયા તેને વિષે ‘આજ આત્મા છે’ એમ જે માનવું તે અવિવેક છે. તે અવિવેક સંસારમાં સર્વદા સુલભ છે, ને શરીર અને આત્માની ભિન્નતાનું જે વિવેચન કરવું તે વિવેક છે, તેવો વિવેક કોટી ભવે પણ અતિ દુર્લભ છે. સમ્યગ્દષ્ટિ જીવને જ તેવું ભેદજ્ઞાન હોય છે.”
संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्बणं कर्म - शत्रुच्छेदक्षमं भवेत् ॥१॥
ભાવાર્થ :- “વિવેકરૂપી શરાણે કરીને તેજસ્વી કરેલું અને ધૃતિ (સંતોષ) રૂપ તીક્ષ્ણ ધારવાળું પરભાવનિવૃત્તિરૂપ જે સંયમરૂપી શસ્ર તે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી શત્રુનો નાશ કરવાને સમર્થ થાય છે.”
આ જીવ અનાદિકાળથી મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાનથી અધિષ્ઠિત થયેલો હોવાથી. સંસારમાં પરિભ્રમણ કરે છે. તે જ જીવ ત્રિલોકના વત્સલ એવા જિનેશ્વરે કહેલા શ્રેષ્ઠ આગમના તત્ત્વરસનું પાન કરવા વડે સ્વ-પરના વિવેકને પ્રાપ્ત કરીને, પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈ પરમ સ્વરૂપનો સાધક થાય છે. આ સંબંધમાં ઉદાહરણ છે તે નીચે પ્રમાણે -