________________
૧૪૧
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
પચક્રના વાયુને સંધીને સમાધિ દશામાં રહેલા યોગીઓ આત્માને વિષે જ સમસ્ત કર્મકાળની વિટંબણાથી રહિત અને ઉત્કૃષ્ટપણે પ્રાપ્ત થયેલ સિદ્ધસ્વરૂપવાળા પરમાત્માને તત્ત્વબુદ્ધિરૂપ અંજનથી વ્યાપ્ત એવી દૃષ્ટિ વડે અયથાર્થ ઉપયોગરૂપ અંધકારનો નાશ થવાથી સમ્યગ્દષ્ટિપણાને લીધે જુએ છે.
ઈત્યાદિ શુભ ધ્યાનમાં આરૂઢ થયેલા સમુદ્રપાળે માતાપિતાની આજ્ઞા લઈને દીક્ષા ગ્રહણ કરી. શ્રી ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે, “મહાક્લેશ આપનાર એવા સર્વ સંગનો ત્યાગ કરીને તથા ક્લેશદાયક અને મહાભયનું કારણ એવા મોહનો ત્યાગ કરીને ધર્મની રૂચિવાળા પુરુષે પાંચ મહાવ્રત અને શીલનું પરિપાલન કરવું તથા પરિષહ સહેવા.” પરંતુ માત્ર વ્રતનો સ્વીકાર કરીને જ રહેવું નહીં. તેનું અપ્રમત્તપણે પરિપાલન કરવું, તેમજ કાળને ઉચિત એવી પ્રત્યપેક્ષણા (પડિલેહણા) વગેરે ક્રિયાઓ કરીને દેશમાં તથા ગામમાં, જેવી રીતે સંયમની હાનિ ન થાય તેવી રીતે વિહાર કરવો. વળી કોઈપણ ઈષ્ટ વસ્તુ જોઈને તેના અભિલાષી થવું નહીં અને સ્ત્રી, પશુ, પંડગ વગેરેથી રહિત એવા ઉપાશ્રયનું સેવન કરવું. તેવી રીતે આચરણ કરવાથી તે કેવો થાય? તે વિષે કહ્યું છે કે, “સત્વજ્ઞાનને પામેલો મુનિ અનુત્તર એવા સાંત્યાદિ ધર્મનો સંચય કરીને (આચરીને) યશસ્વી થઈ કેવળજ્ઞાન પામી આકાશમાં સૂર્ય પ્રકાશે તેમ જગતમાં પ્રકાશે છે અને છેવટ પુન્ય પાપનો સર્વથા ક્ષય કરીને અપુનરાગમનવાળા પદને પામે છે.”
- “યોગીજનો લોકોત્તર એવી જ્ઞાનદષ્ટિએ કરીને પોતાના આત્મામાંથી મિથ્યા અવિદ્યાનો નાશ કરી સમુદ્રપાળની જેમ શુદ્ધ આત્મસ્વરૂપનો નિશ્ચય કરે છે, નિરધાર કરે છે, તેને ધારણ કરે છે.”
૩૧૮
વિવેક ગુણ कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् ।
विभिन्नीकुरुते यौऽसौ, मुनिहंसो विवेकवान् ॥१॥ ભાવાર્થઃ- “સર્વદા દૂધ અને જળની જેમ એકરૂપ થઈ ગયેલા એવા કર્મ અને જીવને આ વિવેકી મુનિરૂપી હંસ પૃથફ કરે છે.”
કર્મ જ્ઞાનાવરણી આદિક અને જીવ સચ્ચિદાનંદરૂપ તે સર્વ કાળ દૂધ ને જળની જેમ એકીભૂત થયેલા છે. તેને લક્ષણાદિ ભેદે કરીને જે પૃથક કરે છે તે મુનિહંસ વિવેકવાનું કહેવાય છે. વિવેચન તે વિવેક. હેય (ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક)ની જે પરીક્ષા તે વિવેક કહેવાય છે તેમાં, ધન ઉપાર્જન કરવામાં, રાજનીતિમાં અને કુળનીતિ વગેરેમાં જે નિપુણતા તે લૌકિક વિવેક-વિવેક કહેવાય છે અને લોકોત્તર એવો ભાવવિવેક તો ધર્મનીતિ