________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૩૧૭
વિધા અવિઘા
यः पश्येन्नित्यमात्मानं, सा विद्या परमा मता । अनात्मसु ममत्वं य-दविद्या सा निगद्यते ॥१॥
૧૩૯
ભાવાર્થ :- જે નિરંતર આત્માને જ જુએ છે તે શ્રેષ્ઠ વિદ્યા માનેલી છે અને આત્માથી વ્યતિરિક્ત પદાર્થને વિષે જે મમતા તે અવિઘા કહેલી છે.”
આત્માથી વ્યતિરિક્ત પુદ્ગલોને વિષે મમતા એટલે ‘આ શરીર મારું છે, હું શરીરરૂપ જ છું’ એવી રીતે જે માનવું તે અવિદ્યા એટલે ભ્રાંતિ જ છે. આ અર્થને યથાર્થ અવધારણ કરવાને માટે સમુદ્રપાળનો સંબંધ જાણવા યોગ્ય છે તે આ પ્રમાણે -
સમુદ્રપાળની કથા
ચંપાનગરીમાં સમુદ્રદત્ત નામે એક શ્રેષ્ઠિ રહેતો હતો. તે શ્રી વીરસ્વામીની દેશના સાંભળીને પ્રતિબોધ પામ્યો હતો, તેથી તે શ્રાવકધર્મ પાળતો હતો અને નિગ્રંથપ્રવચન પ્રવીણ હતો. નિગ્રંથપ્રવચનમાં કહ્યું છે કે
-
तरंगतरलां लक्ष्मी-मायुर्वायुवदस्थिरम् । अदभ्रधीरनुध्याये-दभ्रवद्धंगुरं वपुः ॥१॥
ભાવાર્થ :- નિર્મળ બુદ્ધિવાળા (પુષ્ટ બુદ્ધિવાળા) માણસ તરંગના જેવી ચંચળ લક્ષ્મીનું, વાયુના જેવા અસ્થિર આયુષ્યનું અને વાદળાની જેવા ક્ષણભંગુર શરીરનું ચિંતવન કરે છે.” અર્થાત્ લક્ષ્મી, આયુ અને શરીરને તે તે પદાર્થોની જેવા અસ્થિર માને છે, તેમાં સ્થિરપણાની બુદ્ધિ રાખતા નથી. લક્ષ્મીને તરંગ જેવી ચપળ માને છે, આયુષ્યને પ્રતિસમય વિનશ્વર અનેક વિઘ્નોપયુક્ત માને છે અને શરીરને વાદળાની જેમ ભંગુર-ભંગ થવાના સ્વભાવવાળું માને છે. વળી - शुचीन्यप्यशुचीकर्तुं समर्थेऽशुचिसंभवे ।
देहे जलादिना शौचं भ्रमो मूढस्य दारुणः ॥२॥
ભાવાર્થ :- “કપૂરાદિક પવિત્ર પદાર્થોને પણ અપવિત્ર કરવાને સમર્થ તથા રક્ત અને વીર્યરૂપ અપવિત્ર પદાર્થથી ઉત્પન્ન થયેલા એવા આ શરીરને વિષે જલાદિક વડે જે શૌચિવિધ માનવો તે મૂર્ખ માણસનો મોટો ભ્રમ છે.” અર્થાત્ ઈન્દ્રિયોના આયતનભૂત શરીરમાં જળમૃત્તિકાના સંયોગ વડે શ્રોત્રિયાદિકની જેમ પવિત્ર થવાનું માનવું તે ભયકારી છે, કારણ કે આ શરીર તો કર્પરાદિ સુગંધવાળા અને શુચિ પદાર્થોને પણ અશુચિ (અપવિત્ર) કરવાને સમર્થ