________________
૧૪૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ છે. દેહના સંગથી બાવનાચંદનાદિકનું વિલેપન પણ અશુચિ થઈ જાય છે. તેની ઉત્પત્તિના સંબંધમાં પણ કહ્યું છે -
सुक्कं पिउणो माउए सोणियं, तदुभयं पि संसर्छ ।
तप्पढमाए जीवो, आहारे तत्थ उप्पन्नो ॥३॥ ભાવાર્થ:- “પિતાનું શુક્ર (વીર્ય) અને માતાનું રુધિર એ બેના મિશ્રણમાં પ્રથમ તેનો જ આહાર લેતો સતો જીવ ઉત્પન્ન થાય છે.”
એટલા માટે અસ્થિર, અપવિત્ર, ઉપાધિયુક્ત, નવા કર્મબંધનમાં કારણભૂત અને દ્રવ્યભાવ અધિકરણરૂપ એવા આ શરીરના શા સંસ્કાર કરવા? માટે તેના શરીરના) સંસ્કારનું નિવારણ કરીને આત્મસ્વરૂપમાં આત્માનું જ પવિત્રપણું કરવું યોગ્ય છે. કહ્યું છે કે –
यः स्नात्वा समताकुंडे, हित्वा कश्मलजं मलम् ।
पुनर्न याति मालिन्यं, सोऽन्तरात्मा परः शुचिः ॥१॥ ભાવાર્થ:- જે સમતારૂપ કુંડમાં સ્નાન કરીને પાપથી ઉત્પન્ન થયેલા મળનો ત્યાગ કરી ફરીથી મલિન થતો નથી તે અત્તરાત્મા પરમ શુચિ જાણવો.”
સમુદ્રપાળ શ્રી વીરસ્વામીના પ્રસાદથી આવા પ્રકારના ધર્મનો જાણકાર અને તેમાં પ્રવીણ હતો, તે એકદા સમુદ્ર રસ્તે વહાણમાં બેસીને વ્યાપાર કરતો પિહુડપુર આવ્યો, તે પુરમાં રહેનારા કોઈ વણિકે તેને પોતાની પુત્રી પરણાવી. તે સ્ત્રી ગર્ભવતી થઈ. પછી તેને લઈને સમુદ્રપાળ પોતાના દેશ તરફ ચાલ્યો. માર્ગમાં વહાણમાં જ તે સ્ત્રીએ પુત્ર પ્રસવ્યો, તેનું નામ તેણે સમુદ્રપાળ પાડ્યું. અનુક્રમે તે શ્રેષ્ઠિ ક્ષેમકુશળે પોતાને ઘેર આવી પહોંચ્યો. તે પુત્ર યુવાવસ્થા પામ્યો, એટલે માતાપિતાએ તેને રૂપવતી કન્યા પરણાવી. તેની સાથે વિષયસુખ અનુભવતો તે દિવસો નિર્ગમન કરવા લાગ્યો. એકદા તે ગામની શોભા જેવા માટે ગવાક્ષમાં બેઠો હતો, તેવામાં તેણે રક્તચંદનનું વિલેપન કરેલો, રાતા કણેરની માળા પહેરાવેલો અને વધસ્થાન તરફ લઈ જવાતો એક વધ્ય પુરુષ જોયો. તેને જોઈને તે બોલ્યો કે, “અહો ! અશુભ કર્મનો કેવો માઠો વિપાક પ્રાણી અનુભવે છે? જુઓ ! આ બિચારો આવી રીતે વધસ્થાન તરફ લઈ જવાય છે.” ઈત્યાદિ વિચાર કરતાં તેને પ્રતિબોધ થયો. તેથી તેણે વિચાર્યું કે -
अविद्यातिमिरध्वंसे, हशा विद्याञ्जनस्पृशा ।
पश्यन्ति परमात्मान-मात्मन्येव हि योगिनः ॥१॥ ભાવાર્થ:- “યોગીઓ અવિદ્યારૂપ અંધકારનો નાશ થવાથી વિદ્યારૂપી અંજનથી લિપ્ત થયેલી દષ્ટિ વડે આત્માને વિષે જ પરમાત્માને જુએ છે.”