________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ विसएसु इंदिआई, रुंभंता रागदोसनिम्मुक्का । पावंति निव्वुइसुहं, कुम्मुव्व मयंगदहसुहं ॥१॥ अवरे उअणत्थपरंपराओ पावंति पावकम्मवसा ।
संसारसागरगया, गोमाऊअगसिअकुम्मुव्व ॥२॥ ભાવાર્થ:- “રાગદ્વેષથી રહિત થઈને ઈન્દ્રિયના વિષયોને રોકનારા પ્રાણીઓ મૃદંગ દ્રહના સુખને પામનારા કાચબાની જેમ નિવૃત્તિસુખને પામે છે અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચબાની જેમ અનર્થ પરંપરાને પામે છે.”
તે બે કાચબાની કથા નીચે પ્રમાણે -
વારાણસી પુરીને વિષે ગંગા નદીને કાંઠે મૃદંગ નામના દ્રહમાં ગુપ્તેન્દ્રિય અને અગુપ્તેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ દ્રહની બહાર નીકળ્યા હતા. તેવામાં બે શિયાળીયાએ તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈ ભય પામ્યા. તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકોચીને પૃષ્ઠની ઢાલમાં ગોપવી દીધા અને કાંઈપણ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડ્યા રહ્યા. બન્ને શિયાળે પાસે આવીને તે કાચબાઓને વારંવાર ઊંચા ઉપાડીને પછાડ્યા, ગુલાંટો ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યા. પરંતુ તે કાચબાને કાંઈ પણ ઈજા થઈ નહીં. પછી થાકી ગયેલા તે બન્ને શિયાળ થોડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગુપ્તેન્દ્રિય કાચબાએ ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ અને શિયાળ તત્કાળ દોડી આવીને તેની ડોક પકડીને મારી નાખ્યો. બીજો ગુતેન્દ્રિય કાચબો તો અચપળ હોવાથી ચિરકાળ સુધી તેમનો તેમ પડ્યો રહ્યો. પછી ઘણીવાર સુધી રોકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો ચોતરફ જોતો જોતો કુદીને જલ્દીથી દ્રહમાં જતો રહ્યો, તે સુખી થયો.
પાંચ અંગોને ગોપવનાર કાચબાની જેમ પાંચે ઈન્દ્રિયોને ગોપવનાર પ્રાણી સુખી થાય છે, એવું આ દૃષ્ટાંતનું તાત્પર્ય છે.
આ પાંચે ઈન્દ્રિયોનો પ્રયોગ પ્રશસ્તપરિણામ અને અપ્રશસ્તપરિણામે કરીને બે પ્રકારનો છે. તેમાં શ્રવણ ઈન્દ્રિયનો દેવગુરુના ગુણગ્રામ અને ધર્મદશનાદિકના શ્રવણ કરવામાં શુભ અધ્યવસાયથી જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત કહેવાય છે અને ઈષ્ટ તથા અનિષ્ટ શબ્દો શ્રવણ કરીને રાગદ્વેષનું નિમિત્ત થાય તે અપ્રશસ્ત ઉપયોગ કહેવાય છે. ચક્ષુઈન્દ્રિયનો દેવ, ગુરુ, સંઘ તથા શાસ્ત્રો જોવામાં અને પડિલેહણ, પ્રમાર્જને વગેરેમાં ઈર્યાસમિતિમાં તથા ધર્મસ્થાનાદિક જોવામાં જે ઉપયોગ કરાય તે પ્રશસ્ત છે અને હાસ્ય, નૃત્ય, ક્રીડા, સદન, ભાંડચેષ્ટા, ઈન્દ્રજાલ, પરસ્પર યુદ્ધ