________________
૧૨૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૩૧૨
તૃપ્ત ને અતૃપ્ત સ્વરૂપ विषयोर्मिविषोद्गारः, स्यादतृप्तस्य पुद्गलैः । ज्ञानतृप्तस्य तु ध्यानसुधोद्गारपरंपरा ॥१॥
ભાવાર્થ ઃ- “પૌદ્ગલિક સુખથી અતૃપ્ત એવા મનુષ્યને પુદ્ગલોએ કરીને વિષયની ઊર્મિરૂપી વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે (ઓડકાર આવે છે), અને જ્ઞાનથી તૃપ્ત થયેલાને તો ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગારની પરંપરા પ્રાપ્ત થાય છે.”
આત્મસ્વરૂપના સ્વાદથી રહિત-જેણે તેનો સ્વાદ લીધો નથી એવા પુરુષને અંગરાગ, સ્ત્રીઓનું આલિંગન વગેરે પુદ્ગલોએ કરીને ઈન્દ્રિયવિલાસ રૂપ વિષના ઉદ્ગાર પ્રાપ્ત થાય છે અને આત્મતત્ત્વના અવબોધથી તૃપ્ત એટલે પૂર્ણ થયેલા પુરુષને તો શુભધ્યાનરૂપી અમૃતના ઉદ્ગારની પરંપરા પ્રાપ્ત થાય છે. આ પ્રસંગ ઉપર બુદ્ધિસુંદરીની કથા છે તે આ પ્રમાણે - બુદ્ધિસુંદરીની કથા
ત્રીજી જે બુદ્ધિસુંદરી નામે પ્રધાનપુત્રી હતી તે અત્યંત રૂપવતી હતી. તેને એકદા રાજાએ જોઈ. તેથી તેના પર મોહ પામીને દૂતી મોકલી તેની પ્રાર્થના કરી, પણ બુદ્ધિસુંદરી અન્ય નરને ઈચ્છતી નહોતી. એટલે રાજાની માગણી તેણે કબૂલ કરી નહીં, તેથી ક્રોધ પામેલા રાજાએ કાંઈક પ્રપંચ કરીને પ્રધાનને તેના કુટુંબ સહિત કેદ કર્યો. પછી રાજાએ પ્રધાનને કહ્યું કે “જ્યારે તું મારી આજ્ઞા કબૂલ કરીશ ત્યારે તને હું છોડીશ.” પ્રધાને કહ્યું કે “હે સ્વામી ! આપ આજ્ઞા કરો, તે મારે પ્રમાણ છે.” તે સાંભળીને રાજાએ સર્વને છોડી દીધા ને બુદ્ધિસુંદરીને અન્તઃપુરમાં રાખી તેની પ્રાર્થના કરી. બુદ્ધિસુંદરી બિલકુલ રાજાને ઈચ્છતી નહોતી. તેણે રાજાને ઉપદેશ આપ્યો કે -
संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादभिमानिकी । तथ्या तु भ्रान्तिशून्यस्य, स्वात्मवीर्यविपाककृत् ॥१॥
ભાવાર્થ ઃ- “આ સંસારમાં અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વપ્ન જેવી મિથ્યા છે, પણ ભ્રાન્તિરહિત પુરુષને આત્મવીર્યનો વિપાક કરનારી જે તૃપ્તિ તે જ સત્ય તૃપ્તિ છે.”
વિસ્તરાર્થ ઃ- હે રાજા ! દ્રવ્યથી ચાર ગતિરૂપ અને ભાવથી મિથ્યાત્વાદિક ભાવવાળા આ સંસારમાં “મેં છળ-બળ કરીને આ કાર્ય કર્યું. મારા જેવો જગતમાં કોઈ નથી’ એવા અભિમાનથી ઉત્પન્ન થયેલી તૃપ્તિ સ્વપ્નની જેમ મિથ્યા એટલે માત્ર કલ્પનારૂપ જ છે, કેમકે તે તૃપ્તિ વિનશ્વર છે, ૫રવસ્તુ છે તથા આત્મસત્તાનો રોધ કરનાર આઠ પ્રકારના કર્મના બંધમાં કારણભૂત એવા રાગ-દ્વેષને ઉત્પન્ન કરનાર છે. માટે તે મૃગતૃષ્ણા જેવી તૃપ્તિ સુખનો હેતુ નથી. પરંતુ ભ્રાન્તિ