________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧ ૨૭
ભાવાર્થ -પરસ્પર એકઠા મળવાથી આશ્લેષ અને સંક્રમાદિ વડે પુદ્ગલના સ્કન્ધો લેપાય છે, એટલે અન્ય પુદ્ગલોથી ઉપચયને પામે છે, પરંતુ હું નિર્મળ ચિત્ સ્વરૂપ આત્મા પુદ્ગલના આશ્લેષવાળો નથી. વાસ્તવિક રીતે જીવને અને પુદ્ગલને તાદાત્મ સંબંધ છે જ નહીં, માત્ર સંયોગ સંબંધ છે, તે પણ ઉપાધિજન્ય છે. જેમ આકાશ વિચિત્ર અંજનથી લેપ્યા છતાં પણ લેવાતું નથી, તેમ અમૂર્ત આત્મસ્વભાવવાળો હું એક ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોથી પણ લપાતો નથી. આ પ્રમાણે ધ્યાન કરતો જીવ કદાપિ લપાતો નથી.”
જે આત્મસ્વભાવને જાણનાર આત્મા આત્મવીર્યની શક્તિને આત્મામાં વાપરે છે. તે નવાં કર્મોથી લપાતો નથી, કેમકે જ્યાં સુધી આત્મશક્તિ પરાનુયાયિની હોય છે ત્યાં સુધી આશ્રવ થાય છે અને જ્યારે આત્મશક્તિ સ્વરૂપાનુયાયિની થાય છે ત્યારે સંવર થાય છે. કહ્યું છે કે -
तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते ।
भावनाज्ञानसंपन्नो, निःष्क्रियोऽपि न लिप्यते ॥२॥ ભાવાર્થ:- “તપ અને શ્રુતાદિકથી મત્ત એવો મનુષ્ય ક્રિયાવાન હોય તો પણ તે લેપાય છે અને ભાવનાજ્ઞાનથી યુક્ત ક્રિયા ન કરે તો પણ તે લપાતો નથી.” -- જિનકલ્પી સાધુ વગેરેના જેવી ક્રિયાનો અભ્યાસી છતાં પણ તપ અને કૃતાદિકનો અભિમાની હોય છે, તો તે નવાં કર્મ ગ્રહણ કરવા વડે લેપાય છે, કેમકે આહારાદિકની લાલચથી ધર્મના અભ્યાસમાં જે પ્રવૃત્તિ કરવી તે ધર્મ નથી, તેમાં શુભ ભાવનાની અપેક્ષા છે. તેથી જ તેવા શુભ ભાવના-જ્ઞાનથી સંપન્ન મનુષ્ય ક્રિયા ન કરે તો પણ કર્મથી લપાતો નથી. કહ્યું છે કે –
न कम्मुणा कम्म खवंति बाला, अकम्मुणा कम्म खवंति वीरा । मेहाविणो लोभमयावतीता, संतोसिणो नो पकरंति पावं ॥१॥
ભાવાર્થ :- “અજ્ઞાની માણસો કર્મે કરીને (શુભ ક્રિયા કરવા વડે કરીને પણ) કર્મને ખપાવતા નથી. વીર પુરુષો કર્મ (શુભ ક્રિયા) નહીં કર્યા છતાં પણ કર્મને ખપાવે છે. બુદ્ધિવાળા માણસો લોભ ને મદથી રહિત હોય છે, તેવા સંતોષી પાપકર્મ કરતા જ નથી.”
जहा कुम्मो सअंगाई, सए देहे समाहरे ।
एवं पावाइ मेहावी, अज्झस्सेण समाहरे ॥२॥ ભાવાર્થઃ- “જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં જ સંકોચી લે છે, તેમ બુદ્ધિશાળી માણસો શુભ અધ્યવસાય વડે જ પાપનો સંહાર કરે છે.”
આ પ્રમાણે ગુરુએ ધર્મોપદેશ આપ્યો. તે સાંભળીને તે બ્રાહ્મણે પ્રતિબોધ પામી પરસ્ત્રીગમનના નિષેધનો નિયમ લીધો. ગુણસુંદરી પોતાના રૂપને અને સૌન્દર્યને કૃશ કરવા માટે