________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૨૫
રહિત એટલે સમ્યજ્ઞાને કરીને સહિત પુરુષને સ્વભાવ ને વિભાવના અનુભવવાળી જે તૃપ્તિ છે તે જ સત્ય અને સુખનો હેતુ છે. કેમકે તે તૃપ્તિ આત્મવીર્યનો વિપાક જે પુષ્ટિ તેને કરનાર છે. सुखीनो विषयातृप्ताः नेन्द्रोपेन्द्रादयोऽप्यहो । મિક્ષરે સુધી તોળે, જ્ઞાનતૃપ્તો નિરંનનઃ ॥॥
ભાવાર્થ :- “અહો ! આ જગતમાં વિષયોથી અતૃપ્ત એવા ઈન્દ્ર, ઉપેન્દ્ર વગેરે સુખી નથી, માત્ર જ્ઞાનથી તૃપ્ત થયેલા નિરંજન એવા એક ભિક્ષુ જ સુખી છે.”
વિસ્તરાર્થ ઃ- “અહો ! ઈન્દ્ર તે દેવોના સ્વામી અને ઉપેન્દ્ર તે ચક્રવર્તી વાસુદેવ વગેરે તે કોઈ આ જગતમાં સુખી નથી, કેમકે તેઓ મનોહર ઈન્દ્રિયોના વિષયોને સેવતા છતાં નિરંતર અતૃપ્ત રહે છે. અનેક વનિતાઓના વિલાસથી, ષડ્રેસ ભોજનના ગ્રાસથી, સુગંધી કુસુમના વાસથી અને રહેવાના સુંદર આવાસથી, તેમજ મૃદુ શબ્દના શ્રવણથી અને સુંદર સ્વરૂપોના નિરીક્ષણથી અસંખ્ય કાળ સુધી ઈન્દ્રિયોના વિષયોનો અનુભવ કરતાં છતાં પણ તેઓ તૃપ્ત થતા નથી, પરંતુ તે તૃપ્ત થાય જ કેમ ? કારણ કે સર્વ વિષયો તૃપ્તિના હેતુ જ નથી. માત્ર તેમાં સુખાદિકનો અસદારોપ જ કરેલો છે. આ ચૌદ રજ્જુ પ્રમાણલોકમાં માત્ર એક ભિક્ષુ જ કે જે આહારાદિકમાં લુબ્ધ નથી, સંયમયાત્રા માટે જ તીક્ષ્ણ શીલનું પાલન કરે છે અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે, તે જ સુખી છે, કેમકે તેઓ જ્ઞાન જે આત્મસ્વરૂપનો અવબોધ તેના આસ્વાદન વડે તૃપ્ત થયેલ છે. વળી તે રાગાદિક અંજનની શ્યામતા રહિત છે અને આત્મધર્મના જ ભોક્તા છે.
આ પ્રમાણે અનેક પ્રકારે ઉપદેશ આપ્યો, તો પણ રાજા બોધ પામ્યો નહીં, ત્યારે તે બુદ્ધિસુંદરીએ પોતાના જેવી જ એક પોલી પુતળી કરાવીને તેમાં મદિરા ભરી. પછી ઘણે દિવસે જ્યારે રાજા આસક્તિના વચનોથી તેને બોલાવવા લાગ્યો, ત્યારે બુદ્ધિસુંદરીએ પાછળથી ગુપ્ત રીતે તે પુતળીનું મુખ ઉઘાડ્યું. તરત જ તેમાંથી અત્યંત દુર્ગન્ધ નીકળ્યો. તે જોઈને રાજા બોલ્યો કે “શું આ શરીર આવું દુર્ગન્ધવાળું છે ?’’ તો પણ રાજાનો મોહ તેના પરથી ઓછો થયો નહીં. ત્યારે બુદ્ધિસુંદરીએ મહેલની ઊંચી બારીએથી પોતાનો દેહ પડતો મૂક્યો. તેથી તે મૂર્છા પામી. તે જોઈને રાજા અતિ ખેદ પામી તેની આસનાવાસના કરવા લાગ્યો. અનુક્રમે બુદ્ધિસુંદરી સાવધ થઈ, એટલે રાજાએ પરસ્ત્રીગમનનો નિયમ કર્યો. કેટલેક કાળે બુદ્ધિસુંદરી દીક્ષા લઈ આત્મજ્ઞાન વડે થતી સત્ય તૃપ્તિને પ્રાપ્ત કરી મોક્ષપદ પામી.
“સંપૂર્ણ તૃપ્તિથી જ શીલ વગેરે સર્વ સદ્ગુણો શુભ આત્મામાં શોભાને પ્રાપ્ત થાય છે, તેથી બુદ્ધિસુંદરીની જેમ તેની પ્રશંસા આખા જગતમાં થાય છે અને છેવટ તે મોક્ષપદને પામે છે.”