________________
૧૩૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ તે સાંભળીને આશ્ચર્ય પામેલા રાજાએ મંત્રીની સાતે પુત્રીઓને બોલાવીને જવનિકામાં બેસાડી તે પુત્રીઓના અનુક્રમે યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણા અને રેણા એવા નામ હતાં તે સાતમાં મોટી યક્ષા હતી, તે એક વખત સાંભળેલું શાસ્ત્ર તત્કાળ ગ્રહણ કરતી હતી. એવી રીતે બીજી બે વાર સાંભળવાથી, એમ અનુક્રમે સાતમી સાત વાર સાંભળવાથી ગ્રહણ કરતી હતી.
હવે તે વ૨રૂચિને આજ્ઞા થતાં તે ૧૦૮ શ્લોકો બોલ્યો. તે સાંભળીને યક્ષાએ તે જ પ્રમાણે તે શ્લોકો બોલી દેખાડ્યા. બીજી વાર સાંભળવાથી બીજી પુત્રીએ પણ તે જ પ્રમાણે બોલી બતાવ્યા. એવી રીતે અનુક્રમે સાતે પુત્રીઓ બોલી ગઈ. તે સાંભળીને રાજાએ “પારકાં કાવ્યો પોતાના ઠરાવીને બોલે છે !” એમ કહી વરરૂચિનો તિરસ્કાર કરીને તેને કાઢી મૂક્યો. પછી ખેદ પામેલો વરરૂચિ ગંગાને કિનારે ગયો. ત્યાં એક યંત્ર ગોઠવી તેમાં એકસો ને આઠ દીનારની એક પોટકી બાંધીને ગંગાના જલમાં ગુપ્ત રાખી. પ્રાતઃકાલે ગંગાની સ્તુતિ કરી તે યંત્રને પગવતી દબાવ્યું, એટલે પેલી દીનારની પોટકી ઉડીને તેના હાથમાં પડી. એવી રીતે તે હમેશાં કરવા લાગ્યો. તે જોઈ લોકોએ વિસ્મય પામી રાજાને કહ્યું કે “અહો ! ગંગા પણ આ કવિને હમેશાં સ્તુતિ કરવાથી ૧૦૮ દીનારનું દાન આપે છે.” તે વાત રાજાએ મંત્રીને કહી. ત્યારે મંત્રી બોલ્યો કે “હે સ્વામી ! આપણે પ્રાતઃકાળે જોવા જઈશું.”
રાત્રીને સમયે મંત્રીએ પોતાના એક ખાનગી માણસને શીખવીને ગંગાને કિનારે મોકલ્યો. તે દ્યૂત વૃક્ષની ઘટામાં પક્ષીની જેમ સંતાઈને રહ્યો. તેવામાં તે વરૂચિ છાની રીતે આવીને ગંગાના જળમાં રહેલા યંત્રમાં એકસો ને આઠ દીનારની પોટકી મૂકીને ઘેર ગયો. પાછળથી પેલા માણસે તે પોટકી કાઢી લઈને તેને ઠેકાણે કઠણ કાંકરા ભરી દીધા અને પેલી પોટકી મંત્રી પાસે જઈને તેને આપી. પ્રાતઃકાળે વરૂચિ બ્રાહ્મણ ગંગા કિનારે જઈને તેની સ્તુતિ કરવા લાગ્યો. તે વખતે મંત્રી સહિત રાજા તથા સર્વ પૌરજનો ત્યાં આવ્યા. તે કવિ વારંવાર સ્તુતિ કરીને પેલા યંત્રને પગવતી દબાવવા લાગ્યો, પણ દુર્ભાગીના મનોરથની જેમ તેના હાથમાં કાંઈ આવ્યું નહીં. તેથી તે જળમાં હાથ નાંખીને પોતે મૂકેલી પોટકી શોધવા લાગ્યો ! તે જોઈ મંત્રી બોલ્યો કે “આજે ગંગાનદી તને કાંઈ આપતી નથી, પરંતુ પોતે જ સ્થાપન કરેલું દ્રવ્ય વારંવાર શું કામ શોધે છે ? લે આ તારું દ્રવ્ય. આજે આ ગંગા મારા પર પ્રસન્ન થઈ છે, તેથી મારા હાથમાં તારું ધન આવ્યું છે.” એમ કહી પોતાની પાસે રાખેલી પેલી દીનારની પોટલી મંત્રીએ બતાવી. તે જોઈ રાજાએ પોતે જ આપેલા દ્રવ્યને ઓળખી તે બ્રાહ્મણની ઘણી નિંદા કરી અને સૌ પોતપોતાને ઠેકાણે ગયા. પરંતુ મંત્રીની આ કૃતિથી ખેદ પામેલો વરરૂચિ નિરંતર મંત્રીના છિદ્ર જોવા લાગ્યો.
એકદા શ્રીયકનો વિવાહ પ્રસંગ આવ્યો. તેને માટે મંત્રી સર્વ સામગ્રી તૈયાર કરવા લાગ્યો. તે વખતે તેને ઘેર અનેક શસ્ત્રો, વસ્ત્ર, અશ્વ, હાથી વગેરે જોઈને તે વરરૂચિને છિદ્ર મળ્યું. એટલે તેણે નિશાળના સર્વ છોકરાઓને એક શ્લોક શીખવ્યો. તે આ પ્રમાણે -