________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫
જિલ્લા ઈન્દ્રિયને વશ થયેલા મલ્યો લોઢાના કાંટાના અગ્ર ભાગ પર રાખેલી લોટની ગોળીઓ જોઈને તેમાં લુબ્ધ થઈ માંસની બુદ્ધિથી તે ગોળીઓ ખાવા જાય છે, એટલે તરત જ લોહના કાંટાથી વીંધાઈને મરણ પામે છે.
આ પ્રમાણે ઈન્દ્રિયોનું સ્વરૂપ સુભદ્ર મુનિના મુખથી સાંભળીને અભયકુમારે સર્વ પૌરલોકોને કહ્યું કે, “હે પૌરજનો ! તમારામાંથી જે કોઈ માત્ર એક એક ઈન્દ્રિયને વશ કરે, અને તેનું પ્રભુની સાક્ષીએ પચ્ચકખાણ લે તેને હું આ મહામૂલ્યવાળું રત્ન આપું.” તે સાંભળીને તે લોકોમાંથી કોઈપણ તેમ કરવાને તૈયાર થયો નહીં, સર્વ જનો મૌન ધરી રહ્યા. ત્યારે અભયકુમારે મુનિને કહ્યું કે, “હે સ્વામી ! આપે તો પ્રભુની સાક્ષીએ પાંચે ઈન્દ્રિયોના વિષયોનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી આ રત્નો આપ ગ્રહણ કરો.”
મુનિ બોલ્યા કે, “એ રત્નોને હું શું કરું? મને તો કાંચન અને પાષાણમાં સમાન બુદ્ધિ છે. મેં તો ત્રિવિધ ત્રિવિધે શરીરની શુશ્રુષા કરવાનો અને પરિગ્રહમાત્રનો ત્યાગ કરેલો છે. ઈન્દ્રિયાદિના સુખની મને ત્રિકાળે પણ ઈચ્છા નથી.” તે સાંભળીને સર્વ પૌરલોકો વિસ્મય પામી કહેવા લાગ્યા કે, “અહો ! આ મુનિ ખરેખરા નિઃસ્પૃહ છે. આપણે મૂર્ખાએ આજ સુધી તેની ફોગટ નિંદા કરી.” આ પ્રમાણે તેમના મુખથી મુનિની સ્તુતિ સાંભળીને કૃતાર્થ થયેલો અભયકુમાર મુનિને નમન કરી જૈનધર્મનો મહિમા વધારીને પોતાને ઘેર ગયો અને સુભદ્ર મુનિ શુભ ઉપયોગથી પૂર્ણ થયા સતા આત્મકાર્ય સાધવામાં તત્પર થયા.
ઈન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થાય ત્યારે શ્રી વિરપ્રભુના વાક્યનું સ્મરણ કરીને તે વિષયો પર જરા પણ વિશ્વાસ કરવો નહીં. જુઓ ! ઈન્દ્રિયોને વશ કરવાથી સુભદ્ર મુનિએ એકાંતે રહીને આત્મભાવ પ્રગટ કર્યો.”
૩૦૯ ઈન્દ્રિયોનું સ્વરૂપ (ચાલુ) आत्मानं विषयैः पाशैर्भववासपराङ्मुखम् ।
इन्द्रियाणि निबध्नन्ति, मोहराजस्य किंकराः ॥१॥ ભાવાર્થ :- “ભવવાસથી એટલે સંસારમાં રહેવાથી પરાશમુખ થયેલા એવા ઉદ્વિગ્ન વૈરાગી આત્માને પણ મોહરાજના કિંકરરૂપ ઈન્દ્રિયો વિષયરૂપી પાશ વડે બાંધી લે છે અને તેને પાછા સંસારમાં ભમાવે છે.” તે ઉપર સુકુમારિકાનો સંબંધ છે, તે આ પ્રમાણે –