________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૧૭
આ જીવ સંસારચક્રમાં રહેલા પરભાવોને આત્મપણે (પોતાપણે) માનીને ‘આ શરીર જ આત્મા છે' એવી રીતના બાહ્ય ભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મપણાને પામવાથી મોહમાં આસક્ત થયો સતો અનન્ત પુદ્ગલ પરાવર્ત સુધી સંસારચક્રમાં પર્યટન કરે છે. તે જ જીવ નિસર્ગથી (સ્વયમેવ) અથવા અધિગમથી (પરના ઉપદેશથી) આત્મરૂપ તથા પરરૂપનો વિભાગ કરીને ‘હું શુદ્ધ છું’ એવો નિશ્ચય કરી સમ્યક્ રત્નત્રય સ્વરૂપવાળા આત્માને જ આત્મરૂપે જાણી તથા રાગાદિકનો પરભાવપણે નિશ્ચય કરી સમ્યગ્દષ્ટિવાળો અન્તરાત્મા થાય છે, (તે જ અંતરાત્મા કહેવાય છે), અને તે જ અંતરાત્મા સમ્યગ્દર્શનની પ્રાપ્તિને અવસરે નિર્ધાર કરેલા સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે, માટે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો યોગ્ય છે. કહ્યું છે કે -
पुरः पुरः स्फुरत्तृष्णामृगतृष्णानुकारिषु ।
इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडा: ॥१॥
ભાવાર્થ :- “જડ પુરુષો જ્ઞાનરૂપી અમૃતનો ત્યાગ કરીને આગળ આગળ સ્કુરાયમાન થતી ભોગપિપાસા (વિષયતૃષ્ણા) રૂપી મૃગતૃષ્ણા જેવા રૂપ-રસ-ગંધ-સ્પર્શ શબ્દ લક્ષણ ઈન્દ્રિયોના વિષયો તરફ દોડે છે, આતુર થાય છે.” તેને અર્થે અનેક પ્રકારના યત્ન, દંભ, વ્યાપાર, મુંડન વગેરે કર્મ કરે છે.
તત્ત્વને નહિ જાણનારા (તત્ત્વવિકળ) લોકો ઈન્દ્રિયોના ભોગને સુખરૂપ માને છે, પરંતુ તે સુખ નથી પણ ભ્રાંતિ જ છે. કહ્યું છે કે -
वारमणंतं मुत्ता, वंता चत्ता य धीरपुरिसेहिं । ते भोगा पुण इच्छइ, भोत्तुं तिहाउलो जीवो ॥१॥
ભાવાર્થ ઃ- “ધીર પુરુષોએ અનન્તીવાર ભોગવેલા, વમન કરેલા અને ત્યાગેલા ભોગોને તૃષ્ણાર્થી આકુલ-વ્યાકુલ થયેલો જીવ ફરીફરીથી ભોગવવાને ઈચ્છે છે.”
તેથી જ ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજાઓ અને કંડરીક વગેરે અનેક પુરુષો વિષયોમાં મોહ પામવાથી નરકમાં દીન અવસ્થાને પામ્યા છે. ઘણું કહેવાથી શું ! વિષયનો જરા પણ વિશ્વાસ કરવો નહીં. અહો ! પૂર્વ ભવે આસ્વાદન કરેલા સમતા સુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણ સમાન ગણે છે. ઈન્દ્રાદિક પણ વિષયનો ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણકમળમાં પૃથ્વી પર આળોટે છે, માટે અનાદિકાળથી અનેકવાર ભોગવેલા વિષયોનો ત્યાગ જ કરવો, તેનો કિંચિત્ માત્ર પણ સંગ કરવો નહીં. પૂર્વપરિચિત (પૂર્વે ભોગવેલા) વિષયનું સ્મરણ પણ કરવું નહીં. નિગ્રંથ મુનિજનો તત્ત્વ જાણવાની ઈચ્છાથી