________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
mille કાયાદિકની ક્રિયા તે સાધક ક્રિયા કહેવાય છે. આ શુદ્ધ ક્રિયા અશુદ્ધ ક્રિયાને દૂર કરે છે. સંસારનો નાશ કરવા સારુ સંવર અને નિર્જરારૂપ ક્રિયા કરવી તે ભાવક્રિયા કહેવાય છે. બીજી નામક્રિયા સ્થાપનાક્રિયા અને દ્રવ્યક્રિયા પૂર્વની જેમ જાણી લેવી.
નૈગમન ક્રિયા કરવાના સંકલ્પને જ ક્રિયા કહે છે. સંગ્રહનય સર્વે સંસારી જીવોને સક્રિય કહે છે. વ્યવહારનય શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછીની ક્રિયાને ક્રિયા કહે છે. ઋજુસૂત્રનય કાર્યનું સાધન કરવા માટે યોગવીર્યની પ્રવૃત્તિના પરિણામરૂપ ક્રિયાને ક્રિયા કહે છે. શબ્દનય આત્મવીર્યની ફુરણારૂપ ક્રિયાને ક્રિયા કહે છે. સમભિરૂઢનય આત્મગુણનું સાધન કરવા માટે કરાતી સકળ કર્તવ્ય વ્યાપારરૂપ ક્રિયાને ક્રિયા કહે છે અને એવંભૂતનય આત્મતત્ત્વના એકત્વપણારૂપ વીર્યની તીક્ષ્ણતાને ઉત્પન્ન કરવામાં એકાંત સહાયકારક ગુણપરિણમનરૂપ ક્રિયાને જ ક્રિયા કહે છે. અહીં સ્વરૂપનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ તદ્રુપ ક્રિયા જ મોક્ષને સાધનારી છે. માટે જ્ઞાનતત્ત્વ વડે કરીને આત્મતત્ત્વ સાધવા માટે સમ્યફ ક્રિયા કરવી જોઈએ. કહ્યું છે કે –
જ્ઞાનાવારવિયોડપીણાઃ શુદ્ધસ્વસ્થતા પોતપોતાનું શુદ્ધ સ્થાન પ્રાપ્ત થાય ત્યાં સુધી જ્ઞાનાચાર વગેરે પણ ઈષ્ટ માનેલા છે. આનું તાત્પર્ય એ છે કે – ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યાં સુધી નિરંતર નિઃશંકતા વગેરે આઠ દર્શનાચારનું સેવન કરવું. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી કાળ વિનય વગેરે આઠ જ્ઞાનાચારનું નિરંતર સેવન કરવું. યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય ત્યાં સુધી સમિતિ ગુપ્તિરૂપ આઠ ચારિત્રાચારનું સેવન કરવું. ગુફલધ્યાન પ્રાપ્ત થાય ત્યાં સુધી તપાચારનું
વું અને સર્વ સંવર પ્રાપ્ત થાય ત્યાં સુધી વીર્યાચારનું સેવન કરવું. આ પાંચ આચારનું પાલન કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે જ્ઞાનપૂર્વક ક્રિયામાં તત્પર થયેલો સમતાએ કરીને શુદ્ધ આત્માવાળો અને જિતેન્દ્રિય પુરુષ ભવસમુદ્રથી પોતે તરી જાય છે અને પોતાને શરણે આવેલા બીજાઓને પણ ઉપદેશ આપીને તારવા સમર્થ થાય છે તે આત્મારામી કહેવાય છે.
જ્ઞાન ક્રિયાયુક્ત હોય તો જ હિતને માટે થાય છે, એટલું જ્ઞાન કાંઈ પણ હિત કરી શકતું નથી. કહ્યું છે કે –
क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् ।
गतिं विना पथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम् ॥१॥ ભાવાર્થ:- “ક્રિયારહિત એવું માત્ર જાણવારૂપ સંવેદન જ્ઞાન કે જે વાણીના વ્યાપારરૂપ અને મનના વિકલ્પરૂપ છે તે અનર્થક છે, વંધ્ય છે, એટલે મુક્તિને સાધનારું નથી, કેમકે (પુરના) માર્ગને જાણનારો માણસ પણ ગતિરૂપ ક્રિયા કર્યા વિના કદી પણ ઈચ્છિત પુરને પામતો નથી.” તે જ વાતને દઢ કરવા માટે કહે છે -
स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । प्रदीपः स्वप्रकाशोऽपि, तैलपूर्त्यादिकं यथा ॥१॥
સેવન