________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
આ પ્રમાણે પોતાના પૂર્વભવનું વૃત્તાંત ગુરુમુખથી સાંભળીને તે વિપુલમતિને જાતિસ્મરણ થયું, તેથી સંશય રહિત થઈને હર્ષથી તેણે ગુરુને પૂછ્યું કે “હે સ્વામી ! વૈયાવૃત્યના કેટલા પ્રકાર છે ?” ગુરુ બોલ્યા કે “હે ભાવિક સ્ત્રી ! વૈયાવૃત્યના દશ પ્રકાર છે.
૪૮
आयरिय उवज्झाए, थेर तवस्सी गिलाण सेहे अ । साहम्मिय कुल गण, संघसंगयं तमिह कायव्वं ॥१॥
ભાવાર્થ :- “આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન (રોગી) નવદીક્ષિત શિષ્ય, સાધર્મિક, કુળ, ગણ અને સંઘ એ દશના સંબંધમાં જે વૈયાવચ્ચ કરવી તે દશ પ્રકાર જાણવા.’ આ પ્રમાણે સાંભળીને વિપુલમતિ નિરંતર વૈયાવૃત્ય કરવામાં તત્પર થઈ. અનુક્રમે મૃત્યુ પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવી થોડા કાળમાં સિદ્ધિસુખને પામશે.
“આ અત્યંતર તપનું નિરંતર આરાધન કરનાર પ્રાણી આહાર કરતાં છતાં પણ તપનું ફળ પામે છે. આ તપનું ફળ પ્રત્યક્ષ જોઈને વિપુલમતિએ તે તપ સ્વીકાર્યો અને તેથી ધ્રુવ (મોક્ષ) પદને પામી.”
૨૯૫
દશમો તપાચાર
स्वाध्यायः पंचधा प्रोक्तो, महतीनिर्जराकरः । तपःपूर्त्तिरनेन स्यात्, सर्वोत्कृष्टस्ततोऽर्हता ॥ १ ॥
ભાવાર્થ ઃ- “સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, તે કર્મની મોટી નિર્જરાના કરનારા છે. એના વડે તપની પૂર્ણતા થાય છે, માટે જ અરિહંતે તે સ્વાધ્યાય તપને સર્વોત્કૃષ્ટ તપ કહેલો છે.
સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, તેમાં પહેલો પ્રકાર વાચના છે. વાચના એટલે સૂત્ર તથા અર્થનો અભ્યાસ કરવો અને કરાવવો તે. તે પ્રકાર વજસ્વામી અને ભદ્રબાહુ સ્વામી વગેરેની જેમ નિરંતર કરવો, બીજો પૃચ્છના નામનો સ્વાધ્યાય છે. સૂત્ર તથા અર્થસંબંધી સંદેહ દૂર કરવા માટે અને તેને હૃદયમાં દૃઢ કરવા માટે બીજા વિશેષ જ્ઞાતાને પૂછવું તે પૃચ્છના કહેવાય છે. તે પૃચ્છના ચિલાતિપુત્ર. મહાબલનો જીવ, સુદર્શન શેઠ અને હરિભદ્ર બ્રાહ્મણ વગેરેની જેમ અવશ્ય કરવી. ત્રીજો પરાવર્તના નામનો સ્વાધ્યાય છે. ભણી ગયેલા સૂત્રાદિક વિસરી ન જવાય માટે તેનું વારંવાર ગણવું – આવૃત્તિ કરવી તે પરાવર્તના કહેવાય છે. તે અતિમુક્તક તથા ક્ષુલ્લક ઋષિની જેમ ક૨વું, તથા વણકરની જેમ વિસ્તારવું. કોઈ એક વણકર પાંજણી પાતાં તે તંતુઓના પ્રાંત ભાગને પકડીને ૧. વૃદ્ધયુનિ. ૨. એક સૂરિનો પરિવાર. ૩. ઘણા આચાર્યોનો પરિવાર.