________________
૧o૨.
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ:- “અજ્ઞ એટલે આત્મભાવ અને પરભાવને નહિ જાણનારો માણસ. અજ્ઞાન, એટલે અયથાર્થ ઉપયોગમાં વિષ્ટામાં શૂકરની જેમ મગ્ન થાય છે અને માનસરોવરમાં રાજહંસની જેમ જ્ઞાની યથાર્થ ઉપયોગવાળા તત્ત્વાવબોધમાં (આત્મસ્વરૂપમાં) મગ્ન થાય છે.” આ સંબંધમાં સાલ ને મહાસાલનું દષ્ટાંત છે, તે આ પ્રમાણે –
સાલ-મહાસાલની કથા પૃષ્ઠચંપાનગરીના રાજાના પુત્રો સાલ અને મહાસાલ બન્ને યુવરાજ હતા. અન્યદા તે નગરીમાં શ્રી વીરસ્વામી સમવસર્યા. પ્રભુને વાંદવા માટે તે બન્ને ભાઈઓ મોટી ઋદ્ધિ સહિત ગયા. ત્યાં વિરપ્રભુને નમીને ધર્મશ્રવણ કરી વૈરાગ્ય પામી પોતાને ઘેર ગયા. પછી પોતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સોંપીને જિનેશ્વર પાસે તે બન્નેએ દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર સાધુ પાસે તેઓએ સંપૂર્ણ અગિયાર અંગનો અભ્યાસ કર્યો. એકદા શ્રી વિરપ્રભુની આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીની સાથે પોતાના કુટુંબને પ્રતિબોધ કરવા માટે તેઓ પૃષ્ઠચંપાએ આવ્યા. તેમનું આગમન સાંભળીને ગાંગિલ રાજા તેમને વાંદવા આવ્યો. ગણધર મહારાજને તથા સાલ મહાસાલ મુનિને નમીને તે દેશના સાંભળવા બેઠો. તે વખતે ચાર જ્ઞાનને ધારણ કરનાર શ્રી ગૌતમસ્વામીએ દેશનાનો આરંભ કર્યો -
निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः ।
तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ॥१॥ ભાવાર્થ :- “નિર્વાણપદ એટલે કર્મરહિત થવાના હેતુભૂત એવા એક મોક્ષપદની જ સ્યાદ્વાદના સાપેક્ષપણાએ વારંવાર ભાવના કરાય એટલે આત્માને તન્મય કરાય, સ્વરૂપમાં એકતા થાય તે જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, જે જ્ઞાન વડે આત્મા અનાદિ કાળથી નહિ પામેલા આત્મસુખનો અનુભવ કરે છે, બાકી આત્મજ્ઞાનથી વ્યતિરિક્ત બીજા વાણીના વિસ્તારવાળા ઘણા એવા સંવેદન જ્ઞાન વડે કાંઈ આત્મસુખનો નિશ્ચય થતો નથી. કેમકે થોડું પણ અમૃતસદશ જ્ઞાન જ અનાદિ કર્મરોગનો નાશ કરનારું છે.”
वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा ।
तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद्गतौ ॥२॥ ભાવાર્થ - “વાદ અને પ્રતિવાદ તેમ જ અનિશ્ચિત પદાર્થને કહેનારા માણસો ઘાણીના બળદની ગતિની જેમ તત્ત્વના પારને પામતા નથી.”
વિસ્તરાર્થ - વાદ એટલે પૂર્વપક્ષ અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષ, તેને પરના પરાજય માટે તથા પોતાના જયને માટે કરવાથી વસ્તુધર્મરૂપ તત્ત્વના અંતને પામી શકાતું નથી. વળી પદાર્થના સ્વરૂપનો નિશ્ચય કર્યા વિના તેનું અનિર્ધારિત સ્વરૂપ કહેવાથી પોતાના અત્યંત સ્વાભાવિક