________________
૧૦૦ ,
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ મેં મારા નામથી અંકિત બે કુંડળી ગોપવ્યાં છે, તે મને ખાત્રીને માટે બતાવવાં. કદાચ તું મરીને સ્વર્ગમાં જાય, તો પણ મારી ઉપેક્ષા કરવી નહીં. આ પ્રમાણેનાં તે દેવના વચનને મૂકે અંગીકાર કર્યું, એટલે તે દેવ સ્વસ્થાને ગયો.
અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે આવીને મૂકની માતાની કુક્ષિમાં અવતર્યો. તેને ઋતુ વિના કેરી ખાવાનો દોહદ થયો, તે વખતે દેવની વાણીનું સ્મરણ કરીને મૂક બોલ્યો કે, “હે માતા! જો તું મને આ ગર્ભમાં રહેલા પુત્રને આપે, તો હું તને આમ્રફળ લાવી આપું.” માતાએ તેમ કરવાનું કબૂલ કર્યું. એટલે તે મૂકે દેવે કહેલા પર્વત પરથી આમ્રફળ લાવી આપીને માતાનો દોહદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થતાં તેણે પુત્ર પ્રસવ્યો. માતાપિતાએ હર્ષથી તે પુત્રનું અદ્દત એવું નામ પાડ્યું. પછી મૂક પોતાના ભાઈનું બાલ્યાવસ્થાથી જ લાલન-પાલન કરવા લાગ્યો અને ચૈત્યમાં તથા ઉપાશ્રયમાં સાથે લઈ જવા લાગ્યો, પણ તે બાળક મુનિઓને જોઈને મોટેથી રોવા લાગતો અને તેમને વંદન પણ કરતો નહીં. મૂકે તેને ઘણી રીતે સમજાવ્યો, પણ તે બાળક સાધુની ગુન્યને પણ સહન કરતો નહીં. છેવટે તેને સમજાવતાં મૂક થાકી ગયો, તો પણ તે (અદત્ત) ધર્મ પામ્યો નહીં. એટલે મૂક તો સાધુ પાસે દીક્ષા લઈને અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયો.
ત્યાં તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ દીધો તો પોતાના નાના ભાઈ અહંદુત્તને ચાર સ્ત્રી સાથે પરણેલો જોયો. મૂકદેવે તેણે કહેલું અને પોતે સ્વીકાર કરેલું પૂર્વ ભવનું વાક્ય સંભાર્યું અને તેને પ્રતિબોધ કરવા માટે પ્રથમ તેના શરીરમાં જલોદરનો વ્યાધિ ઉત્પન્ન કર્યો. તે વ્યાધિના ભારથી અતિ ઉઠી પણ શકતો નહીં. સર્વે વૈદ્યો તેની ચિકિત્સા કરી કરીને થાક્યા, પણ કોઈથી સારું થયું નહીં. તેથી સર્વ વૈદ્યોએ તેનો ત્યાગ કર્યો. પછી તે મૂકદેવ પોતે વૈદ્યનો આડંબર કરીને અદત્તની પાસે આવ્યો. અહંદૂત તેને જોઈને દીનમુખે બોલ્યો કે, “હે વૈદ્યરાજ! મને રોગથી મુક્ત કરો.” વૈદ્ય બોલ્યો કે, “તારો આ વ્યાધિ અંસાધ્ય છે, તો પણ વિવિધ પ્રકારના ઔષધોથી હું તને નિરોગી કરું, પરંતુ સારું થયા પછી તારે આ મારો ઔષધ તથા શાસ્ત્રોનો કોથળો ઉપાડીને જીવતાં સુધી મારી સાથે ફરવું પડશે.” તે સાંભળીને અહંદુત્તે તે વાત કબૂલ કરી, એટલે તે માયાવી વૈદ્ય ઔષધો આપીને તેને સારો કર્યો.
પછી અતિ તેની સાથે ચાલ્યો. દેવવૈધે તેને વૈદકને યોગ્ય એવાં શાસ્ત્રોથી ભરેલો કોથળો ઉપાડવા આપ્યો. તે કોથળાને માયા વડે અત્યંત ભારવાળો કર્યો. અદ્દત્ત તેવા અસહ્ય ભારને હમેશાં વહન કરતો વિચારવા લાગ્યો કે, “આટલો ભાર હું નિરંતર શી રીતે વહન કરી શકીશ?” એક દિવસ કોઈક સ્થાને તેણે સંયમધારી સાધુઓને જોયા. તે વખતે અદત્તના મનમાં વિવિધ પ્રકારનો ઉદ્વેગ થતો હતો. તે જાણીને દેવવૈધે તેને કહ્યું કે, “જો તું દીક્ષા ગ્રહણ કરે તો હું તને છોડી દઉં.” તે સાંભળીને મહાભારથી પીડા પામેલો અદત્ત બોલ્યો કે, “હું વજ જેવા આ ભારને હમેશાં ઉપાડી ઉપાડીને કુજ થઈ ગયો છું, તેથી આવો ભાર ઉપાડવા કરતાં તો મારે વ્રત લેવું તે જ સારું છે.” પછી તે દેવ તેને મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરાવીને સ્વસ્થાને ગયા.