________________
૧u૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ આવી રીતે તે પાંચે જણા લોકોત્તર ધ્યાનમાં મગ્ન થઈ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામ્યા. તેઓશ્રી પ્રભુ પાસે આવ્યા, ત્યારે શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રભુની પ્રદક્ષિણા કરીને તે પાંચે કેવળીની સભા તરફ ચાલ્યા. એટલે ગૌતમસ્વામી બોલ્યા કે, “અરે ! તમે સર્વ અજાણ્યા હો તેમ ત્યાં કેમ ચાલ્યા જાઓ છો? અહીં આવો, ત્રણ જગતના પ્રભુને વંદના કરો. તે સાંભળીને શ્રી વીરપ્રભુએ ગૌતમને કહ્યું કે, “જિનની (કેવળીની) આશાતના ન કરો.” પ્રભુનું વચન સાંભળીને ગૌતમસ્વામીએ તત્કાળ તેમને ખમાવ્યા પછી તેમણે પોતાના મનમાં વિચાર્યું કે -
दुर्भग हरिणाक्षीव, भजतेऽद्यापि मां नहि।
केवलज्ञानलक्ष्मीस्तत्, किं सेत्स्यामि नवाथवा ॥१॥ ભાવાર્થ :- “હરિણના સરખા નેત્રવાળી સ્ત્રી જેમ દુર્ભાગી પુરુષને ભજે નહીં, તેમ કેવલજ્ઞાનની લક્ષ્મી મને પ્રાપ્ત થતી નથી, તો શું હું આ ભવે સિદ્ધિને પામીશ કે નહીં? એમ તેઓ વિચાર કરતા હતા, તેવામાં તેમણે દેવવાણી સાંભળી કે, “આજે શ્રી જિનેશ્વરે કહ્યું છે કે જે કોઈ મનુષ્ય પોતાની લબ્ધિ વડે અષ્ટાપદ ઉપર જઈ જિનેશ્વરોને વંદના કરે તે જરૂર તે જ ભવે સિદ્ધિને પામે. આ પ્રમાણેની દેવવાણી સાંભળીને ગૌતમ ગણધર શ્રી વિરપ્રભુની આજ્ઞા લઈને અષ્ટાપદ પર્વત તરફ ચાલ્યા.
આ અરસામાં કૌડિન્ય, દિન્ન અને સેવાલ નામના તાપસના આચાર્યો “અષ્ટાપદ ઉપર પોતાની શક્તિ વડે ચડવાથી મુક્તિ પામી શકાય એવું ભગવાનનું વાક્ય જનમુખથી સાંભળીને પોતાના પાંચસો શિષ્યો (તાપસો) સહિત અષ્ટાપદ તરફ જવા પ્રથમથી નીકળી ચુક્યા હતા. તેમાં પ્રથમ કૌડિન્ય તાપસ પાંચસો તાપસો સહિત એકાંતર ઉપવાસ કરીને તે અષ્ટાપદની પહેલી મેખલાએ પહોંચ્યો હતો. તેઓ પારણાને દિવસે કંદ વગેરેનું ભોજન કરતા હતા. બીજો તાપસ પોતાના પરિવાર સહિત છઠ તપ કરતો અને પારણામાં પાકેલા પત્રાદિકનું ભોજન કરતો તે પર્વતની બીજી મેખલા સુધી પહોંચ્યો હતો અને ત્રીજો તાપસ પોતાના પરિવાર સહિત અઠ્ઠમ તપ કરતો પારણામાં શુષ્ક સેવાલ ખાતો તે પર્વતની ત્રીજી મેખલા સુધી પહોંચ્યો હતો. પરંતુ કોઈ પણ તાપસ અત્યંત ક્લેશ સહન કર્યા છતાં તે પર્વતના શિખર ઉપર પહોંચી શક્યા નહોતા.
તે તાપસોએ ગૌતમસ્વામીને દૂરથી આવતા જોઈને વિચાર્યું કે, “તપ વડે કરીને અતિકશ થયેલા અમે આ પર્વત ઉપર ચડી શક્યા નથી, તો આ સ્થૂળ શરીરવાળા યતિ શી રીતે ચડશે?” આ પ્રમાણે તે સર્વ તાપસો વિચાર કરતા હતા, તેટલામાં તો શ્રી ગૌતમસ્વામી જંઘાચારણ લબ્ધિથી સૂર્યના કિરણોનું અવલંબન કરીને તત્કાળે તે સર્વ તાપસોને ઓળંગીને આગળ ચાલ્યા અને એક ક્ષણમાં તેમને અદશ્ય થઈ ગયા. તે જોઈને વિસ્મય પામેલા સર્વ તાપસી બોલ્યા કે, “આપણે તો આ સાધુના શિષ્ય થઈશું.” ગૌતમસ્વામી તો પર્વતના શિખર પર જઈને ભરતચક્રીએ કરાવેલા