________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ સમવસરણની નજીક આવતાં છટ્ઠ તપ કરનારા દિન્નાદિક પાંચસો ને એક સાધુને પ્રભુના પ્રાતિહાર્યની લક્ષ્મી જોતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને કૌડિન્યાદિક ૫૦૧ સાધુઓને પ્રભુનું દર્શન થતાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
૧૦૬
પ્રભુ પાસે આવીને ૧,૫૦૩ મુનિથી પરવરેલા ગૌતમસ્વામીએ પ્રભુને પ્રદક્ષિણા દીધી. પછી તે સર્વ સાધુઓ કેવલીની સભામાં જવા લાગ્યા. એટલે ગણધર બોલ્યા કે, “અરે ! તમે સર્વ અહીં આવો અને ત્રણ જગત્ના ગુરુને નમન કરો.” તે સાંભળીને ભગવાને તેમને કહ્યું કે, “કેવલીની આશાતના ન કરો.” તે સાંભળીને ગણધરે મિથ્યાદુષ્કૃત આપી તેમને ખમાવ્યા. પછી ગણધરે વિચાર્યું કે “હું ગુરુકર્મી છું, તેથી આ ભવે મોક્ષ પામીશ નહીં. આ મેં દીક્ષા આપેલા સાધુઓને ધન્ય છે કે જેઓ તત્કાળ કેવળજ્ઞાન પામ્યા.” આ પ્રમાણે અધૈર્ય રાખતા ગૌતમ ગણધર પ્રત્યે શ્રી વીરસ્વામી બોલ્યા કે “પ્રાણીઓને મંદ, તીવ્ર ને તીવ્રતર સ્નેહ હોય છે. ચિરકાળના પરિચયથી તમને મારા ઉપર તીવ્ર એવો પ્રશસ્ત સ્નેહ થયેલો છે, તેથી તમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, તે સ્નેહ નાશ પામશે ત્યારે તમને કેવળજ્ઞાન થશે. અહીંથી કાળધર્મ પામીને આપણે બન્ને સમાન થવાના છીએ, માટે તમે અધૈર્ય ન રાખો.” એ પ્રમાણે પ્રભુના વચન સાંભળીને શ્રી ગૌતમસ્વામી પ્રસન્ન થઈ સંયમ પાલન કરતા સતા પ્રભુની સેવા કરવા લાગ્યા.
“આ પ્રમાણે સ્વભાવના (આત્મજ્ઞાનના) લાભથી સાલ, મહાસાલ અને ગાંગિલ વગેરે ભૂપો તથા સર્વ તાપસો તત્કાળ કેવળજ્ઞાન પામીને અનંત સુખવાળા મોક્ષપદને પામ્યા.”
૩૦૦
શમગુણ
विकल्पविषयोत्तीर्णः, स्वभावालंबनः सदा ।
જ્ઞાનસ્ય પરિપાજો ય:, મેં શમ: પીિતિતઃ ॥॥
ભાવાર્થ ઃ- “સંકલ્પવિકલ્પ (ચિત્તવિભ્રમ)ના વિષયથી (વિસ્તારથી) નિવર્તેલો અને સમ્યગ્ રત્નત્રય સ્વરૂપ જે આત્માનો સ્વભાવ તેનું (ગુણપર્યાયનું) નિરંતર આલંબન કરનાર એવો આત્માના ઉપયોગ લક્ષણવાળા જ્ઞાનનો જે પરિપાક-પ્રૌઢ અવસર તે શમ કહેલો છે.”
શમના ચાર નિક્ષેપા આ પ્રમાણે - નામશમ અને સ્થાપનાશમ તો પૂર્વની પેઠે જાણવા.આગમથી દ્રવ્યશમ તે શમના સ્વરૂપને જાણનાર જ્ઞાની જે તેના ઉપયોગમાં વર્તતા ન હોય તે. નોઆગમથી દ્રવ્યશમ તે માયાએ કરીને લબ્ધિની સિદ્ધિને માટે અથવા દેવગતિની પ્રાપ્તિ વગેરે માટે ઉપકાર અપકારના વિપાકને શમન કરવાના હેતુથી ક્રોધાદિકનો ઉપશમ કરે તે અને ભાવશમ