________________
૧૦૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ મેં નરકાદિકની મહાવ્યથાઓ સહન કરી છે, તો પછી મારે દીક્ષાનું પાલન કરવું તેમાં શું મુશ્કેલ છે ? માટે મારે અવશ્ય દીક્ષા લેવી જ છે. સંયમનું પાલન કરતાં જે સમગુણના સુખનો આસ્વાદ મળે છે તે જ મોટું સુખ છે. સામ્યસુખમાં મગ્ન થયેલો જીવ દેશે ઉણા કોટિ પૂર્વના કાળને પણ સુખે સુખે દીનતા રહિત નિર્ગમન કરે છે. એક નિમેષમાત્ર પણ પ્રમાદમાં પડતો નથી. કહ્યું છે કે -
शमसूक्तसुधासिक्तं, येषां नक्तंदिनं मनः ।
कदापि ते न दह्यन्ते, रोगोरगविषोर्मिमिः ॥१॥ ભાવાર્થ - “જે મહાત્માઓનું મન રાત્રિદિવસ શમ જે કષાયાભાવ તેના સૂક્ત એટલે આત્મસ્વરૂપતત્ત્વના વચનો તે રૂપી અમૃતથી સિંચન થયેલું હોય છે. તેઓ રાગરૂપી સર્પના વિષોર્મિથી કદાપિ દગ્ધ થતા નથી.
જગતના જીવો રાગાદિક સર્પથી ડસાયા સતા વિષયમાં ઘુમિત થઈને પરિભ્રમણ કરે છે. ઈષ્ટ વસ્તુના સંયોગની અને અનિષ્ટ વસ્તુના વિયોગની ચિંતા અહર્નિશ કરીને અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કરે છે અને બહુ પ્રકારની અગ્રશોચાદિ જે કલ્પના તેના કલ્લોલને ગ્રહણ કરે છે, તેમજ અનંત જીવોએ અનંતીવાર ભોગવીને મૂકી દીધેલા જગતના ઉચ્છિષ્ટ એવા અનેક પુદ્ગલ સ્કંધોની યાચના કરે છે, માટે કોઈપણ પ્રકારે શમ ગુણને પ્રગટ કરવો, એ જ નિરુપમ શ્રેયસ્કર છે. કહ્યું છે કે –
स्वयंभरमणस्पर्द्धि, -वर्धिष्णुसमतारसः ।
मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥२॥ ભાવાર્થ:- “સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર એવો સમતા રસ જેના હૃદયમાં વૃદ્ધિ પામ્યા કરે છે તેવા મુનિને જેના વડે ઉપમા આપી શકાય એવો કોઈપણ પદાર્થ આ ચરાચર જિગતમાં નથી.”
અર્ધ રજુ પ્રમાણ છેલ્લો સ્વયંભૂરમણ નામનો જે સમુદ્ર તેના જળની સાથે સ્પર્ધા કરે તેટલો સમતારસ જેના આત્મામાં વૃદ્ધિ પામ્યા કરે છે એવા મુનિ ત્રિકાલે પણ વિષયને ગ્રહણ કરતા નથી. તેઓને અતીત કાળમાં ભોગવેલા ભોગના સ્મરણનો અભાવ છે, વર્તમાન કાળે ઈન્દ્રિયગોચર એવા વિષયોમાં રમણતાનો અભાવ છે અને અનાગત કાળે મનોજ્ઞ વિષયોની ઈચ્છાનો અભાવ છે, એવા મુનિને જે ઉપમાને કરીને અનાગત કાળે મનોજ્ઞ વિષયોની ઈચ્છાનો અભાવ છે, એવા મુનિને જે ઉપમાને કરીને ઉપમા અપાય એવો કોઈપણ આ સચરાચર જગતમાં પદાર્થ નથી, કેમકે સર્વ પદાર્થ તો અચેતન પુદ્ગલ સ્કંધોથી ઉત્પન્ન થયેલ અને રૂપી છે અને સમતારસ તો સહજ, આત્યંતિક અને નિરૂપમ આત્મસ્વભાવ છે, તો તેની સાથે તેની શી રીતે ઉપમા આપી શકાય?” ૧. દુઃખ આવી પડવાનો ભય ધરાવી પ્રથમથી જે શોક-સંતાપ કરવો તે.