________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫.
' ' દેવના ગયા પછી અતિ વ્રત તજીને પાછો પોતાને ઘેર ગયો. દેવે અવધિજ્ઞાનથી તેને ચારિત્રથી ભ્રષ્ટ જાણ્યો, એટલે ફરીથી મૂકદેવે જલોદરનો વ્યાધિ ઉત્પન્ન કર્યો અને પૂર્વની જ જેમ તેને ફરીથી દીક્ષા અપાવી. એ પ્રમાણે ત્રણ વાર દીક્ષા લઈને તેણે મૂકી દીધી. પછી ચોથી વાર દીક્ષા અપાવીને તેને વ્રતમાં સ્થિર કરવા માટે તે દેવ હંમેશાં તેની પાસે જ રહેવા લાગ્યો. એકદા માથે તૃણનો ભારો લઈને ચાલતો તે દેવ કોઈ અગ્નિથી બળતા ગામમાં પેસવા લાગ્યો. તે જોઈને અદત્તે તેને કહ્યું કે, “ઘાસનો ભારો લઈને આ અગ્નિથી બળતા ગામમાં કેમ પેસે છે?” દેવ બોલ્યો કે, “જ્યારે તું આમ જાણે છે, ત્યારે ક્રોધાદિક અગ્નિથી બળતા ગૃહવાસમાં જઈને તું કેમ પ્રવેશ કરે છે?” તે સાંભળીને પણ બોધ નહિ પામેલા અદત્તને સાથે લઈને આગળ ચાલતાં તે દેવ સારો માર્ગ મૂકીને ભયંકર અરણ્ય તરફ ચાલ્યો. તે જોઈને અદત્ત બોલ્યો કે, “સારો માર્ગ મૂકીને ઉન્માર્ગમાં કેમ ચાલે છે?” દેવ બોલ્યો કે, “જ્યારે તું એમ જાણે છે, ત્યારે મુક્તિમાર્ગને મૂકીને ભવાટવીમાં પેસવાની કેમ ઈચ્છા કરે છે?”
આવી રીતે કહ્યા છતાં પણ અદત્ત બોધ પામ્યો નહીં, તો પણ “કાયર ન થવું એ જ સંપત્તિનું સ્થાન છે' એમ જાણીને તે દેવ તેની સાથે જ આગળ ચાલ્યો. માર્ગમાં કોઈ એક ચૈત્યમાં લોકોથી પૂજાતાં છતાં નીચે મુખે પડતા એક યક્ષને તેણે દિવ્ય શક્તિથી બતાવ્યો. તે જોઈને અહિદત્તે કહ્યું કે, “આ વ્યંતર જેમ લોકોથી પૂજાય છે તેમ તેમ અધોમુખ થઈને નીચે પડતો જાય છે, માટે આ યક્ષના જેવો બીજો કોઈ અન્ય પૃથ્વી પર જણાતો નથી.” તે સાંભળી તેને દેવે કહ્યું કે, “સંયમરૂપી ઊંચે સ્થાને સ્થાપન કર્યા છતાં પણ તું વારંવાર નીચે પડે છે, માટે હે મૂર્ખશિરોમણિ! તું તેના કરતાં વિશેષ અધન્ય છે.” તે સાંભળીને અદત્તે તેને પૂછ્યું કે, “વારંવાર આવી રીતે બોલનાર તમે કોણ છો?” ત્યારે તે દેવે પોતાનું મૂકના ભવવાળું સ્વરૂપ દેખાડી તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાન્ત કહ્યું. તે સાંભળીને અદત્તે તેને પૂછયું કે, “હું પૂર્વભવે દેવ હતો તેની ખાતરી શી?” એટલે દેવ તેને વૈતાઢ્ય પર્વત પર લઈ ગયો અને પુષ્કરિણી (વાવ)માં ગોપવેલાં તેના નામથી અંક્તિ એવાં બે કુંડળો કાઢીને તેને દેખાડ્યાં. તે જોઈને અહંદતને જાતિસ્મરણ થયું. તેથી પ્રતિબોધ પામીને તે ભાવચારિત્ર પામ્યો. આ રીતે તેને ધર્મમાં સ્થિર કરીને તે મૂકદેવ સ્વસ્થાને ગયો.
સર્વ કર્મમાં શ્રી જિનેશ્વરે મોહને અતિ દુર્જય કહેલો છે, તે મોહનો મૂકદેવે ત્યાગ કરાવ્યો ત્યારે જ અહંદૂત્ત ધર્મ પામીને મોક્ષે ગયો.”
--
૩૦૬
જ્ઞાન તથા અજ્ઞાન मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः । ज्ञानी निमज्जति ज्ञाने, मराल इव मानसे ॥१॥