________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ પિત્ત, કફ, શ્લેખ અને ત્રિદોષ વગેરે મહાવ્યાધિઓને ઉત્પન્ન કરવાના કારણભૂત છે, માટે તે શાક તો લેવા નહિ પણ આ લીંબડાનું શાક ઠીક છે, કેમકે વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે -
निंबो वातहरः कलौ सुरतरुः शाखाप्रशाखाकुलः, पित्तनः कृमिनाशनः कफहरो दुर्गन्धनिर्नाशनः । कुष्ठव्याधिविषापहो व्रणहरो द्राक्पाचनः शोधनो,
बालानां हितकारको विजये निंबाय तस्मै नमः ॥१॥
ભાવાર્થ - “શાખા-પ્રશાખાએ કરીને યુક્ત એવો આ લીંબડો કલિયુગને વિષે કલ્પવૃક્ષ સમાન વિજય પામે છે, તે વાતનું હરણ કરે છે, પિત્તને હણે છે. કૃમિનો નાશ કરે છે, કફનું હરણ કરે છે, દુર્ગધનો નાશ કરે છે, કુષ્ટ (કોઢ)ના વ્યાધિનો અને વિષનો નાશ કરે છે. ત્રણ-ચાંદા વગેરેનું હરણ કરે (ઝાવે) છે, શીધ્ર પાચન કરનાર છે, કોઠાને શુદ્ધ કરે છે, વળી બાળકોને વિશેષ હિત કરનાર છે માટે તે નિંબવૃક્ષને નમસ્કાર છે.
આમ વિચારીને તે વૈદકશાસ્ત્રને આધારે લીંબડાનું શાક લઈને આવ્યો, આ પ્રમાણે તેઓ શાસ્ત્ર ભણેલા હતા. છતાં લોકવ્યવહારને નહિ જાણવાથી પોતપોતાના કાર્યમાં ભ્રષ્ટતાને પામ્યા. માટે હે દિયર! તું પણ શાસ્ત્રની જડતા છોડીને મારી સાથે ક્રીડા કર, નહિ તો તને મોટો દોષ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે આગ્રહવાળા ભાભીનાં વચનો સાંભળી વસુભૂતિ વૈરાગ્ય પામી ઘર તજી દઈને યતિ થયો. કહ્યું છે કે -
अपसर सखे दूरादस्मात् कटाक्षविषानलात्, प्रकृतिविषमाद्योषित्सद्विलासलसत्फणात् । इतरफणिना दष्टः शक्यश्चिकित्सितुभौषधै
चटुलवनिताभोगिग्रस्तं त्यजन्ति हि मंत्रिणः ॥१॥ ભાવાર્થ :- “મિત્ર ! જેમાં કટાક્ષરૂપી વિષનો અગ્નિ રહેલો છે, વિલાસરૂપી જેને ઉછળતી ફણા છે અને જે સ્વભાવથી જ વિષમ છે, એવા આ સ્ત્રીરૂપી સર્પથી દૂર ખસી જા. કેમકે બીજા લૌકિક સર્પથી ડસાયેલા માણસની ઔષધાદિકથી ચિકિત્સા કરી શકાય છે, પણ સ્ત્રીરૂપી ચપળ સર્પથી ગ્રસ્ત થયેલાને તો મંત્રિઓ પણ છોડી દે છે, તેઓ પણ તેની ચિકિત્સા કરી શકતા
નથી.”
આ પ્રમાણે સ્ત્રીનો સંગ વિષમ જાણીને તે મહાત્મા વસુભૂતિ સર્વથા સ્ત્રીસંગનો ત્યાગ કરીને વિહાર કરવા લાગ્યા. તેની ભાભી પણ તેણે દીક્ષા લીધાના ખબર જાણીને રાગના ઉદયથી
૧. સર્પના પક્ષમાં મંત્ર જાણનાર અને સ્ત્રીના પક્ષમાં પ્રધાન વગેરે.