________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ કેવળજ્ઞાનીએ જે સ્થિતિ કહી હોય તે તો નિયત સ્થિતિ જ જાણવી. કેમકે કેવળજ્ઞાની તો સંપૂર્ણ જ્ઞાનના પ્રભાવથી “આ જીવ આ પ્રમાણે પુણ્યાદિ ઉપક્રમ કરશે અને આ જીવ તેમ નહિ કરે” ઈત્યાદિ દરેક જીવના ઉપક્રમનું સ્વરૂપ જાણીને જ ભવસ્થિતિ કહે છે, જાણ્યા વિના કહેતા નથી, માટે નિયત જાણવી. પણ જો ભવસ્થિતિનું એકાત્ત નિયતપણું જ અંગીકાર કરીએ, તો પ્રાણીને તેવા પ્રકારના દુષ્કર ધર્મકૃત્યો કરવાનું અને હિંસાદિક પાપવ્યાપારના પરિહારનું નિષ્ફળપણું પ્રાપ્ત થશે, તે કાંઈ યુક્તિયુક્ત નથી. માટે ભવ્ય પ્રાણીઓની ભવસ્થિતિનું નિયતાનિયતપણું સિદ્ધ છે એમ સમજવું. તેની સિદ્ધિ થવાથી ધર્મક્રિયામાં શક્તિ ફોરવવા રૂપ વીર્યાચારની પણ સફળતા સિદ્ધ થઈ. તે વિષે સૂત્રમાં કહ્યું છે કે –
तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झयव्वय धुवंमि ।
अणिगूहियबलविरिओ, सव्वत्थामेण उज्जमइ ॥१॥
ભાવાર્થ :- “ચાર જ્ઞાનને ધારણ કરનાર, દેવતાઓથી પૂજિત અને ધ્રુવ (નિશ્ચયે) સિદ્ધિપદને પામનારા એવા તીર્થકરો પણ બલ અને વીર્ય ને ગોપવ્યા વિના સર્વ સામર્થ્ય વડે ઉદ્યમ કરે છે.”
इअ जह तेवि हु नित्थण्णपायसंसारसायरा वि जिणा ।
अब्भुज्जमंति तो सेसयाण को इत्थ वामोहो ॥२॥
ભાવાર્થ:- “આ પ્રમાણે જ્યારે જેમને સંસારસાગર પ્રાયે તરી ગયેલા જેવો જ છે એવા જિનેશ્વરો પણ (શુભ યોગમાં) ઉદ્યમવંત થયા છે, તો પછી અહીંઆ બીજાઓને શું વ્યામોહ કરવા જેવું છે? અર્થાત્ શો વિચાર કરવાનો છે? તેમણે તો અવશ્ય શુભ નિમિત્તમાં મન-વચન-કાયાનું બળ વીર્ય ફોરવવા યોગ્ય જ છે.” અહીં વીર્યના ગોપન તથા અગોપનનું ફળ સુધર્મશ્રેષ્ઠિના દષ્ટાંત વડે બતાવે છે -
સુધર્મશ્રેષ્ઠિની કથા પૃથ્વીપુરમાં સુધર્મા નામે એક શ્રેષ્ઠિ રહેતો હતો, તેનું અંતઃકરણ જૈનધર્મથી વાસિત હતું. એકદા ગુરુમુખથી વૈરાગ્યની કથા સાંભળતાં તેમાં ભારવાહક વગેરેના દષ્ટાંતો સાંભળીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. તે ભારવાહકનું દષ્ટાંત આ પ્રમાણે –
કોઈ એક ભારવાહક મોટા કષ્ટથી કાષ્ઠ લાવી તે વેચીને આવેલા પૈસામાંથી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. એકદા ગ્રીષ્મઋતુમાં મધ્યાહ્ન સમયે તે કાષ્ઠનો ભારો માથે ઉપાડીને વેચવા માટે ગામમાં અટન કરતો હતો. અતિ ભારની પીડાથી માથેથી ભારો ઉતારીને કોઈ ગૃહસ્થની હવેલીની છાયામાં વિશ્રાંતિ લેવા ઉભો રહ્યો. તે વખતે હવેલીના ગોખમાં તે ગૃહસ્થની સ્વામિની ૧. બળ, શરીર સંબંધી જાણવું. ૨. વીર્ય, મનસંબંધી જાણવું.