________________
nos
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ યુક્ત છે. અહીં ભાવપૂર્ણતા એટલે ત્રિકાળને વિષે પણ પરપુગલના સંયોગથી ઉત્પન્ન થતા સુખની વાંછાથી રહિત થવું તે. તેનાથી ન્યૂનપણું ન માનવું છે. તેવા પૂર્ણતા ગુણે કરીને યુક્ત એવા સાધુને જોઈને જયઘોષ નામનો બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયો હતો. તેની કથા આ પ્રમાણે –
જયઘોષ દ્વિજની કથા વાણારસીનગરીમાં સાથે જન્મેલા જયઘોષ અને વિજયઘોષ નામના બે ભાઈઓ કાશ્યપગોત્રી હતા. એકદા જયઘોષ સ્નાન કરવા ગંગાને કિનારે ગયો. ત્યાં મુખમાં શબ્દ કરતા દેડકાને લઈને ખાતો એક સર્પ તેણે જોયો. તે સર્પને પણ એક કુરર પક્ષીએ ઉપાડીને ઊંચો ઉડાડી પૃથ્વી પર નાંખી ખાવા માંડ્યો. તે પક્ષીથી ભક્ષણ કરાતાં છતાં પણ તે સર્પ પેલા શબ્દ કરતાં દેડકાને તોડી તોડીને ખાતો હતો. આ પ્રમાણે પરસ્પર ભક્ષણ કરતા તે પ્રાણીઓને જોઈને જયઘોષે વિચાર્યું કે “અહો ! સંસારનું સ્વરૂપ કેવું છે?”
यो हि यस्मै प्रभवति, ग्रसते तं स मीनवत् ।
न तु गोपयति स्वीयशक्तिं कोऽपि न दीनवत् ॥१॥
ભાવાર્થ:- જે એના કરતાં વધારે સમર્થ છે, તે તેને મત્સ્યની પેઠે પ્રસન કરે છે. કોઈપણ પ્રાણી દીનની જેમ પોતાની શક્તિને ગોપવતા નથી.” અને
कृतान्तस्तु महाशक्तिरिति स ग्रसतेऽखिलम् ।
तदसारेऽत्र संसारे, का नामास्था मनीषिणाम् ॥२॥ ભાવાર્થ - “યમરાજ તો મહાશક્તિમાન છે, તેથી તે સમગ્ર પ્રાણીને ગળી જાય છે, તો આવા અસાર સંસારમાં બુદ્ધિમાન પુરુષોની કેમ આસ્થા હોય? ન જ હોય.
પરંતુ આ સંસારમાં માત્ર એક ધર્મ જ યમરાજની શક્તિને કુંઠિત કરવા સમર્થ છે, તેથી હું તેનો જ આશ્રય કરું.
આ પ્રમાણે ચિત્તમાં નિશ્ચય કરીને તે ગંગાનદીને સામે તીરે ગયો. ત્યાં તેણે પૂર્વે કહેલા પૂર્ણતા ગુણથી યુક્ત એવા સાધુઓને જોયા. એટલે તેમની વાણીથી જૈનધર્મનું રહસ્ય જાણીને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. અનુક્રમે વિહાર કરતાં તે જયઘોષ મુનિ વાણારસીનગરીના ઉદ્યાનમાં આવ્યા. તે પુરીમાં વિજયઘોષે યજ્ઞ કરવા માંડ્યો હતો, ત્યાં જયઘોષ મુનિ માસક્ષપણને પારણે ભિક્ષા માટે ગયા. તેને યજ્ઞ કરનાર વિજયઘોષે ઓળખ્યા નહીં. તેથી પોતે જ તેને ભિક્ષાનો નિષેધ કરી કહ્યું કે, “હે ભિક્ષુક ! તને હું ભિક્ષા આપીશ નહીં. બીજે ઠેકાણે યાચના કર, કેમકે વેદ જાણનાર બ્રાહ્મણો જ યજ્ઞમંડપમાં નિષ્પન્ન થયેલું અન્ન ખાવાને યોગ્ય છે.” આ પ્રમાણે તે યાજકે (યજ્ઞ કરનારાએ) નિષેધ કર્યા છતાં પણ તે મુનિ સમતા ધારણ કરીને રહ્યા. પછી અન્નની ઈચ્છાથી નહીં, પણ તેને તારવાની બુદ્ધિથી તે બોલ્યા કે, “હે બ્રાહ્મણ!