________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ :- ‘દેવોનું સ્વામીપણું (ઈન્દ્રપણું) પામી શકાય છે, તેમ જ પ્રભુતા પણ પામી શકાય છે, તેમાં કોઈ સંદેહ જેવું નથી, પરંતુ એક જિનેન્દ્ર પ્રરૂપણ કરેલો ધર્મ જ પામી શકાતો નથી, તે જ એક વિશેષ દુર્લભ છે.’
धम्मो पवत्तिरूवो, लब्भइ कइया वि निरयदुक्खतया । जो निअवत्थुसहावो, सो धम्मो दुल्हो लोए ॥२॥
ભાવાર્થ :- ‘નરકના દુઃખથી પીડા પામીને કોઈક વખત પ્રવૃત્તિરૂપ ધર્મ તો પામી શકાય છે, પણ જેમાં આત્મવસ્તુનો સ્વભાવ રહેલો છે એવો જે ધર્મ તે આ લોકમાં દુર્લભ છે.”
એ જ કારણથી વસ્તુસ્વરૂપ ધર્મના સ્પર્શ વડે કરીને જ તે સાધુ શુભ ધ્યાનમાં મગ્ન થઈ તે કાયોત્સર્ગે રહ્યા. તે વખતે કોઈ એક ચક્રવર્તી ચોરાશી લાખ હાથી, ઘોડા અને રથથી યુક્ત તથા છત્તું કરોડ પદાતિ સહિત અનેક વારાંગનાઓને નૃત્ય કરાવતો તે માર્ગે નીકળ્યો. તેણે તે મુનિને જોઈને વિચાર્યું કે, ‘અહો ! આ મુનિમાં આત્મસ્વરૂપમાં મગ્ન થવાનો ગુણ કેવો અપ્રતિમ છે ? તે વાણીથી કહી શકાય તેમ નથી. મારા સૈન્યમાં રહેલા સ્પર્શનાદિક પાંચે ઈન્દ્રિયોના વિષયોને જોયા છતાં પણ તે જોતા નથી, માટે હું હાથી પરથી ઉતરીને તેમને બોલાવું,' એમ વિચારીને હાથી પરથી નીચે ઉતરીને તે બોલ્યા કે, હે મુનિ ! હું ચક્રવર્તી રાજા તમને વાંદું છું' એમ વારંવાર રાજાએ કહ્યું તો પણ તે મુનિએ ધ્યાનમાં હોવાથી સાંભળ્યું નહીં, કારણ કે તે તો આત્માનો સ્વભાવિક ધર્મ અને તેની અઢાર હજાર શિલાંગરથાદિ સેના-તેને જોવામાં જ એકતાનવાળા હતા, પરવસ્તુ તો વિભાવ દશાવાળી હોવાથી તે પરાવલોકન કરતા નહોતા. આ પ્રમાણે આત્મગુણમાં મગ્ન થયેલા (ભાવિતાત્મા) તે મુનિની સામે ચક્રવર્તી અરધા પહોર સુધી જોઈ રહ્યો, તો પણ તેમણે પોતાનું ધ્યાનમગ્નપણું છોડ્યું નહીં. પછી રાજાએ મુનિના ગુણની પ્રશંસા કરતાં સતાં શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. મુનિ પણ અનુક્રમે કેવળજ્ઞાન અને સિદ્ધિપદને પામ્યા.
સમગ્ર સાધ્ય (આત્મસ્વરૂપ)ને સાધનાર એવા પોતાના આત્મામાં જ રહેલા મગ્નતા ગુણને પામીને આત્મઋદ્ધિ-પોતાની સેના જોવામાં જ તત્પર અને સમાધિમાં રહેલા સોમવસુ મુનિએ ઈન્દ્રિય-વિષયોથી ભરપૂર એવા ચક્રવર્તીની સેના સામું પણ જોયું નહીં.”
303
સ્થિરતા ગુણ
दर्शनादिगुणावाप्तौ, विभावेष्वपवर्तना ।
सा स्थिरता दिवा रात्रावरक्तद्विष्टतां गता ॥१॥