________________
૯૨
-
- “કેટલા
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ ભાવાર્થ:- “કેટલાએક મુનિઓ વ્યાધિથી પીડિત થયા છતાં પણ તે રોગની ચિકિત્સા કરવાને ઈચ્છતા નથી અને શ્રીમાનું સનસ્કુમાર ચક્રીની જેમ યતિધર્મમાં કંપરહિત (સ્થિર) રહે છે.”
સનકુમાર ચક્રવર્તીની કથા કાંચનપુરમાં વિક્રમશ નામે રાજા હતો. તેને પાંચસો રાણીઓ હતી. તે પુરમાં નાગદત્ત નામનો શ્રેષ્ઠિ રહેતો હતો. તેને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. એકદા રાજા માર્ગમાં જતાં વિષ્ણુશ્રીને જોઈને મોહ પામ્યો. તેથી તેનું હરણ કરીને તેને પોતાના અન્તઃપુરમાં રાખી. તે વિષે ધર્મોપદેશમાળાની વૃત્તિમાં કહ્યું છે કે -
सन्ति मार्गणघातानां, सोढारः प्रचुरा युधि ।
विरलास्तु स्मरशस्त्रप्रहाराणामिहावनौ ॥१॥ ભાવાર્થ - “યુદ્ધમાં બાણના ઘાતને સહન કરનારા ઘણા હોય છે, પણ કામદેવના શઅપ્રહારને સહન કરનારા આ પૃથ્વીમાં વિરલા હોય છે.”
પોતાની સ્ત્રીના વિયોગથી વિહ્વળ થયેલો નાગદત્ત મહાદુઃખી હાલતે આખા શહેરમાં ભટકવા લાગ્યો. વિષ્ણુશ્રીને અંતઃપુરમાં લાવવાથી રાજાની ઉપર બીજી સર્વે રાણીઓએ કોપ પામીને તે વિષ્ણુશ્રીને કાર્મણપ્રયોગથી મારી નાંખી, પરંતુ વિષ્ણુશ્રીના મોહમાં પડેલા રાજાએ તેને મરેલી ધારી નહીં, પણ કાંઈ કારણસર રીસાણી છે એમ માનીને તેના પગમાં પડ્યો અને બોલ્યો કે, “હે પ્રિયે ! અપરાધ વિના મારા પર તું શા માટે કોપ કરે છે?” આવાં વાક્યથી પણ જ્યારે તે બોલી નહીં, ત્યારે તેને પોતાના ખોળામાં બેસાડી. મંત્રીઓએ રાજાને ઘણી રીતે સમજાવ્યો, પરંતુ રાજાએ તેને અગ્નિસંસ્કારાદિક કાંઈ કરવા દીધું નહીં. છેવટે મંત્રીઓએ રાજાને કોઈ બાબતનો વિચાર કરવાના મિષથી કાર્યમાં વ્યગ્ર કર્યો. પછી રાજાની દૃષ્ટિને છેતરીને તે વિષ્ણુશ્રીના શબને વનમાં લઈ જઈને મૂકી દીધું.
થોડીવારે રાજા વિચાર કરીને પાછો આવ્યો, ત્યારે વિષ્ણુશ્રીને જોઈ નહીં. તેથી તે મૂછ પામ્યો. મંત્રીઓએ તેને ચંદનના જળથી સિંચન કરી સાવધ કર્યો. એટલે રાજાએ કહ્યું કે, “મારી પ્રિયા ક્યાં છે? જ્યાં હોય ત્યાંથી લાવીને મને બતાવો.” મંત્રી બોલ્યા કે, “હે સ્વામી ! આપના વિરહથી પીડા પામીને વાડીમાં ગયેલ છે. પરંતુ આપના ઉપરનો ક્રોધ તજીને આપના ગુણનું સ્મરણ કરી હમણાં પાછી આવશે, માટે આપ તેની ચિંતા ન કરો.” તે સાંભળીને રાજા અન્નાદિકનો ત્યાગ કરીને બેઠો. આ પ્રમાણે રાજા બે દિવસ સુધી શોકમગ્ન રહ્યો. ત્યારે મંત્રીઓ તેને વિષ્ણુશ્રીના શબ પાસે લઈ ગયા. તે શબને જોયું તો તેનું મુખ પહોળું થઈ ગયેલું હોવાથી અંદરના દાંત દેખાવાને લીધે તે ભયંકર લાગતું હતું, પક્ષીઓએ વજ જેવી ચાંચ મારીને તેના બન્ને નેત્રો ઉખેડી નાંખેલા હતાં. તેના દેહમાં કીડા પડ્યા હતા, નાક અને કાન પક્ષીઓ ખાઈ ગયા હતા. શિયાળ,