________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
~ ~~ થયું. પછી સર્વ વિદ્યાધરો હર્ષથી કુમારને વૈતાદ્યપર્વત ઉપર લઈ ગયા. ત્યાં કુમાર સો કન્યા પરણ્યા. ત્યાંથી આજ ક્રીડા કરવા માટે તમારા મિત્ર અહીં આવ્યા, ત્યાં તમારો મેળાપ થયો. આ પ્રમાણે બકુલવતી વાત કરે છે તેવામાં ચક્રી નિદ્રાથી જાગૃત થયા. પછી મિત્ર તથા સ્ત્રીઓને લઈને કુમાર વૈતાઢ્ય પર્વત ઉપર ગયા. ત્યાંથી મિત્રની પ્રાર્થનાને લીધે કુમાર પોતાના નગરમાં આવ્યો. તેને જોઈને અશ્વસેન રાજા અતિ આનંદ પામ્યા. પછી કુમારને રાજ્યગાદી પર બેસાડીને તેમણે ધર્મનાથ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. અશ્વસેનના પુત્ર સનકુમાર ચક્રી દશ હજાર વર્ષે સમગ્ર ભરતક્ષેત્ર સાધી ચક્રવર્તી થયા.
એકદા સૌધર્મ દેવલોકના ઈન્દ્ર દિવ્ય નાટક જોતા હતા, તે વખતે ઈશાન દેવલોકથી કોઈ મહા તેજસ્વી દેવ કાર્યનિમિત્તે ત્યાં આવ્યો. તે દેવે સૂર્યની કાંતિથી નક્ષત્રની જેમ પોતાની કાંતિથી બીજા સર્વ દેવોની કાંતિને નિસ્તેજ કરી દીધી. તે દેવના ગયા પછી સૌધર્મ દેવલોકના દેવોએ સૌધર્મ ઈન્દ્રને પૂછ્યું કે, “હે નાથ ! આ દેવ આવો અધિક કાન્તિવાળો કેમ થયો?” ઈન્ડે કહ્યું કે, “તેણે પૂર્વભવમાં દુષ્કર એવો આયંબિલ વર્ધમાન તપ કર્યો છે, તેનો આ મહિમા છે.” ફરીથી દેવોએ પૂછ્યું કે, “હે સ્વામી! બીજો કોઈ દેવોમાં કે મનુષ્યોમાં આવી કાન્તિવાળો છે?” ઈન્દ્ર કહ્યું કે, “ચક્રવર્તી સનકુમાર જેવો તેજસ્વી અને રૂપવાન છે તેવો મનુષ્યલોકમાં કે દેવલોકમાં પણ કોઈ નથી.” આ પ્રમાણેના ઈન્દ્રના વાક્ય ઉપર વિશ્વાસ નહિ આવવાથી કોઈ બે દેવો બ્રાહ્મણનું
સ્વરૂપ ધારણ કરીને ચક્રીના મહેલમાં આવ્યા. ત્યાં ચક્રીનું અનુપમ રૂપ જોઈને વિસ્મય પામી તે બન્ને બોલ્યા કે, “હે ચક્રી ! શું તારું રૂપ ! શી તારી કાંતિ ! અને શી તારા શરીરની અભૂત લાવણ્યતા ! ખરેખર તારા અંગનું વર્ણન કરવામાં મોટા કવીશ્વરો પણ મૂંગા થઈ ગયા છે. માત્ર તારા શરીરનું રૂપ જોવામાં પણ કોઈ માણસ એક ભવમાં સમર્થ થાય તેમ નથી, પરંતુ કેટલા એક ભવ સુધી તારું રૂપ જોયા કરે તો આખું શરીર બરાબર જોઈ શકે.”
તે સાંભળીને રૂપથી ગર્વિત થયેલ ચક્રી બોલ્યા કે, “હે બ્રાહ્મણો ! અત્યારે તો ખેલ અને તૈલાદિકનું મારા શરીર પર અભંગન કરેલું છે, તેથી તેના શરીરમાં શું લાવણ્ય જુઓ છો? પણ જયારે સ્નાન કરીને હું સભામાં આવે ત્યારે મારું રૂપ તમે જોજો.” એમ કહીને તે બ્રાહ્મણોને રજા આપી, ચક્રીએ સ્નાન કર્યું. પછી અંગ ઉપર ઉત્તમ વસ્ત્રો તથા સર્વ અલંકારો ધારણ કરી છત્રાદિક રાજચિહ્નોથી ભૂષિત થઈ સભામાં આવીને સિંહાસન ઉપર બેઠા. પછી તે બન્ને બ્રાહ્મણોને બોલાવી પોતાનું રૂપ દેખાડ્યું. દેદીપ્યમાન ભૂષણોથી સુશોભિત એવા તે ચક્રીને જોઈને તે બન્ને બ્રાહ્મણો સાયંકાળે જેમ કમળો કરમાઈ જાય તેવા પ્લાન મુખને ધારણ કરતા સતા વિચારવા લાગ્યા કે, “અહો ! મનુષ્યોનું રૂપ કેવું ક્ષણભંગૂર છે!” તેમને વિચારમાં પડેલા તેમજ પ્લાન મુખવાળા જોઈને ચક્રીએ પૂછ્યું કે, “હે બ્રાહ્મણો ! શું વિચાર કરો છો ?” તેઓ પોતાનું સ્વરૂપ કહી સંભળાવીને બોલ્યા કે, “તમારા શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થઈ ગયા છે.” ચક્રીએ પૂછ્યું કે, ૧. પીઠી અથવા તેને લગતો સુગંધી પદાર્થ વિશેષ.