________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ “તમે તે કેમ જાણ્યું?” તેઓ બોલ્યા કે, “અમે જ્ઞાનથી જાણ્યું છે, તો પણ તમે ભક્ષણ કરેલા તંબોલને ઘૂંકી જોઈને ખાત્રી કરો. મૂળ વર્ણ તજીને તમારું થંક પરુ જેવું થઈ ગયું છે. કાશ, શ્વાસ, અજીર્ણ, અર્શ, જવર વગેરે સોળ વ્યાધિઓ તમારા શરીરમાં ઉત્પન્ન થયા છે.” તે સાંભળીને ચક્રી પોતાના શરીરને વિવર્ણ તેજવાળું જોઈ વિચારવા લાગ્યા. તે આ પ્રમાણે –
'अचिन्तयच्च धिगिदं, सदागदपदं वपुः । मुधैव मुग्धाः कुर्वन्ति, तन्मूर्छा तुच्छबुद्धयः ॥१॥ शरीरमन्तरुत्पन्नाधिभिर्विविधैरिदम् । दीर्यते दारुणैर्दारु, दारुकीटगणैरिव ॥२॥ अद्यश्वीनविनाशस्य, शरीरस्य शरीरिणाम् । ..
सकामनिर्जरासारं, तप एव महत्फलम् ॥३॥ ભાવાર્થઃ- “ચક્રીએ વિચાર્યું કે નિરન્તર વ્યાધિના સ્થાનભૂત એવા આ શરીરને ધિક્કાર છે! આવા શરીરની મૂછ તુચ્છ બુદ્ધિવાળા મૂર્ખ માણસો ફોગટ જ કરે છે. શરીરની અંદર ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના ભયંકર વ્યાધિઓએ કરીને કીડાના સમૂહ વડે કાષ્ઠની જેમ આ શરીર વિદીર્ણ થાય છે. આજ કે કાલ નાશ પામવાળા શરીરનું મોટું ફળ સકામનિર્જરાના સારવાળો તપ કરવો તે જ છે.”
ઈત્યાદિ વિચાર કરીને સનકુમાર ચક્રીએ ચક્રપણાની ઋદ્ધિને તજી દઈને વિનયંધર નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી.
પછી ગુરુની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમા અંગીકાર કરી વિચરવા લાગ્યા. તેમની પાછળ છ માસ સુધી વિવિધ પ્રકારના આલાપ કરતી તેમની રાણીઓ તથા મંત્રીઓ વગેરે ફર્યા, પણ તે મુનીન્દ્ર દષ્ટિ વડે જેવા જેટલી પણ તેમની સંભવના કરી નહીં. છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપસ્યા કરીને પારણાને દિવસે ગૌચરી માટે ફરતાં અન્યદા કુરીયા અને બકરીના દૂધની છાશ તેમને પ્રાપ્ત થઈ. તેનો આહાર કરવાથી તેમના શરીરમાં સાત વ્યાધિઓ ઉત્પન્ન થઈ. તે આ પ્રમાણે -
शुष्ककच्छु ज्वरः श्वासः, काशश्चान्नारुचिस्तथा । __ अक्षिदुःखं तुंददुःखं, सप्तैते अत्यन्तदारुणाः ॥१॥
ભાવાર્થ - “સૂકી ખરજ, જ્વર, શ્વાસ, કાશ (ખાંસી), અન્ન પર અરુચિ, નેત્રરોગ અને ઉદરરોગ એ સાત વ્યાધિઓ અત્યન્ત દારુણ છે.
આ સાત વ્યાધિના દુઃખને તેમણે સાતસો વર્ષ સુધી સહન કર્યું, પણ કોઈ વખત પોતાના દેહમાં વ્યાધિઓ છે એવો ઉપયોગ પણ તેમણે દીધો નહીં. સંયમની ક્રિયારહિત એક ક્ષણ પણ ૧. આ શ્લોકો શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રની સ્વોપલ્લવૃત્તિમાં ચોથા ચકીની ભાવનામાં તેમણે આપ્યા છે.