________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
ભાવાર્થ :- ‘ક્ષમા, દાન, તપ, ધ્યાન, સત્ય, શૌચ, ધૃતિ, ક્ષમા, જ્ઞાન, વિજ્ઞાન અને આસ્તિકપણું એ બ્રાહ્મણનાં લક્ષણ છે.’
કર્મે કરીને ક્ષત્રિય કહેવાય છે, એટલે ભયથી રક્ષણ કરવારૂપ કર્મો કરીને ક્ષત્રિય કહેવાય છે, કૃષિ તથા પશુપાલન વગેરે કરવાથી વૈશ્ય કહેવાય છે અને કાસદીયું નોકરી વગેરે કર્મ ક૨વાથી શુદ્ર કહેવાય છે. આ પ્રમાણે પોતપોતાને યોગ્ય કર્મ ન કરે તો તે બ્રાહ્મણાદિક જાતિથી ને તેવી સંજ્ઞાથી પણ ભ્રષ્ટ થયેલા જાણવા. અહિંસાદિક ગુણોથી યુક્ત એવા શ્રેષ્ઠ બ્રાહ્મણો જ તરવા અને તારવામાં સમર્થ હોય છે.'
આ પ્રમાણે તે મુનિના ધર્મવાક્યો સાંભળીને વિજયઘોષ સંશય રહિત થઈ ‘જરૂર આ મુનિ મારા ભાઈ છે' એમ જાણીને પ્રસન્ન થઈ બોલ્યો કે - ‘હે મુનિ ! તમે જ ખરા વેદને જાણનારા છો. હે યથાસ્થિત વસ્તુતત્ત્વને જાણનારા ! તમે જ યજ્ઞના કરનારા છો. ભાવયજ્ઞ કરીને તમે જ પોતાને અને પરને તારવાને સમર્થ છો. માટે હે ઉત્તમ ભિક્ષુ ! આ ભિક્ષા ગ્રહણ કરીને તમે મારા પર અનુગ્રહ કરો.' મુનિ બોલ્યા કે, ‘હે બ્રાહ્મણ ! મારે ભિક્ષાની કાંઈ જરૂર નથી; પરંતુ જલદીથી તું આ કૃત્યથી નિવૃત્તિ પામી પ્રવ્રજ્યા ગ્રહણ કર. ભયના આવર્ત્તવાળા આ સંસારસાગરમાં ભટક નહીં. જેમ એક લીલો તથા એક સૂકો એવા માટીના બે ગોળાને ભીંત પર ફેંકીએ તો આર્દ્ર ગોળો ભીંત સાથે ચોંટી જશે અને સૂકો ગોળો નીચે પડશે, અર્થાત્ તે ચોંટશે નહીં. તેમ જે દુર્બુદ્ધિ માણસો કામની લાલસાવાળા હોય છે તેઓ જ સંસારમાં લીન થાય છે અને જેઓ તે લાલસાથી વિરક્ત છે તેઓ લીન થતા નથી.' કહ્યું છે કે -
एवं लग्गंति दुम्मेहा, जे नरा कामलालसा । विरत्ता उ न लग्गंति, जहा सुक्के उ गोलए ॥१॥ (આ ગાથાનો અર્થ ઉપર આવી ગયેલો છે.)
ઈત્યાદિ ઉપદેશ સાંભળીને તે વિજયઘોષે સર્વ સંગ તજીને દીક્ષા ગ્રહણ કરી. પછી બન્ને ભાઈઓ અનુક્રમે પૂર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષસુખને પામ્યા.
“વાસ્તવિક કલ્પના રહિત અને આત્મગુણ સાધન કરવામાં તત્પર એવી પૂર્ણતા તે જ્ઞાનદષ્ટિરૂપ પોતાની જ કાંતિ છે, માટે હે ભવ્ય પ્રાણીઓ ! તમે તેને અનુયાયી ચેતના કરો.”
૩૦૨
મગ્નતા ગુણ
हित्वाक्षविषयांश्चित्तं समाधिसौख्यलालसम् । यस्य जातं नमस्तस्मै, मग्नतागुणधारिणे ॥१॥