________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
૩૦૧
પૂર્ણતા ગુણ पूर्णतागुणसंपृक्तं, वाचंयममहामुनिम् ।
जयघोषो द्विजः प्रेक्ष्य, पूर्णानन्दमयोऽभवत् ॥१॥ ભાવાર્થ:- “વાણીને નિયમમાં રાખનાર એવા મહામુનિને પૂર્ણતા ગુણથી યુક્ત જોઈને જયઘોષ નામનો બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયો હતો.” પૂર્ણતા ગુણનું વર્ણન પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યું છે -
पूर्णता या परोपाधेः, सा याचितकमंडनम् ।
या तु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ॥१॥ ભાવાર્થ. “જે પરઉપાધિથી પૂર્ણતા થયેલી છે તે માગેલા અલંકાર જેવી છે; અને જે સ્વાભાવિક પૂર્ણતા છે તે જાતિવંત રત્નની પ્રભા જેવી છે.”
આ શ્લોકનું તાત્પર્ય એ છે કે પરઉપાધિ એટલે પુગલના સંબંધથી ઉત્પન્ન થયેલ દેહ, દ્રવ્ય, કામિની, કીર્તિ વગેરે ઉપાધિથી નરેન્દ્ર અને દેવેન્દ્રાદિક જે પૂર્ણતા માને છે તે માગીને પહેરેલા અલંકારાદિકની જેમ થોડો વખત શોભા આપે છે તેમ થોડા વખતની શોભા છે. અનંતકાળ પર્યત તે શોભા રહેતી નથી. કેમકે તેવા અલંકારાદિકથી જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે ઐશ્વર્ય તો આ વિશ્વાસી ઘણા જીવોએ અનન્તવાર ભોગવીને ઉચ્છિષ્ટ કરેલું છે. તેથી તે પ્રાણીઓને અશુદ્ધતાના કારણભૂત છે. આવી રીતે સમજીને જે આત્મસ્વરૂપના અનુભવની શોભા ધારણ કરે તે શોભા જ નિર્મળ રત્નની કાન્તિ જેવી શુદ્ધ છે એમ જાણવું.”
આ પૂર્ણતા જેને સમ્યકત્વાદિ પ્રાપ્ત થયું હોય તેને જ હોય છે. તે વિષે કહ્યું છે કે -
कृष्णपक्षे परिक्षीणे, शक्ले च समुदञ्चति ।
દોરે સવિલનાધ્યક્ષા, પૂનવિથો વઢના પારા (જ્ઞાનસાર) શબ્દાર્થ - “કૃષ્ણપક્ષ ક્ષીણ થાય અને શુક્લપક્ષનો ઉદય થાય, ત્યારે જ પૂર્ણાનન્દ રૂપી ચન્દ્રની કળા સમગ્ર લોકની સમક્ષ પ્રકાશમાન થાય છે.”
- વિસ્તરાર્થઃ- કૃષ્ણપક્ષ ક્ષય પામે અને શુક્લપક્ષ ઉદય પામે, ત્યારે સમસ્ત લોકને પ્રત્યક્ષ એવી ચન્દ્રની કળા પ્રકાશે છે એ લોકસિદ્ધ રીતિ છે; તેવી જ રીતે કૃષ્ણપક્ષરૂપી અર્ધ પુગલ પરાવર્ત ઉપરાંત તમામ સંસાર ક્ષય પામે અને શુક્લપક્ષરૂપી અર્ધ પુદ્ગલ પરાવર્તની અંદર રહેલો ૧. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત જ્ઞાનસાર (અષ્ટક)ના પહેલા પૂર્ણાષ્ટકમાં આ શ્લોક છે.