________________
૭૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ વાક્યોથી તે બ્રાહ્મણો બોધ પામીને જૈનધર્મી થયા. મુનિ પણ અન્યત્ર વિહાર કરતાં અનુક્રમે કર્મનો ક્ષય કરીને પરમપદને પામ્યા.
ખરેખર સૌથી અધિક તપ જ દેખાય છે, કોઈ ઠેકાણે જાતિનું અધિકપણું દેખાતું નથી. જુઓ! હરિકેશી ચાંડાળના પુત્ર છતાં પણ તપના જ પ્રભાવથી મહાનુભાગ થઈને આવી ઋદ્ધિને પામ્યા.”
૩૦૦
વિચાર बाह्याभ्यन्तरसामर्थ्यानिन्हवेन प्रवर्तनम् ।
सर्वेषु धर्मकार्येषु, वीर्याचरणमुच्यते ॥१॥ ભાવાર્થ:- “બાહ્ય તથા અભ્યત્તર સામર્થ્યને ગોપવ્યા વિના તેને સર્વધર્મકાર્યોમાં પ્રવર્તાવવું તે વીર્યાચાર કહેવાય છે.”
વાણી અને કાયાને આધીન જે સામર્થ્ય તે બાહ્ય સામર્થ્ય કહેવાય છે અને મન સંબંધી જે વીર્ય તે અત્યંત સામર્થ્ય કહેવાય છે. તે બંનેને અનિન્દવપણે પ્રવર્તાવવું એટલે સર્વ ધર્મકાર્યમાં વીર્યને ફોરવવું તેને વીર્યાચાર કહે છે. પૂર્વાચાર્યોએ કહ્યું છે કે -
अणिगहिअ बलवीरिओ, परिक्कमइ जो जहत्तमाउत्तो।
जुंजइ अ जहाथाम, नायव्वो वीरिआयारो ॥१॥
ભાવાર્થ:- “બલ અને વીર્ય ને ગોપવ્યા સિવાય જે યથોક્ત રીતે જ્ઞાનાદિ આચારનો આશ્રય કરીને અનન્ય ચિત્તે પરાક્રમ કરે છે અને તે બાહ્યાભ્યતર પરાક્રમને યોગ્ય સ્થાને જોડે છે એટલે તેનો ઘટિત ઉપયોગ કરે છે તે વર્યાચાર જાણવો.”
અહીં આચાર અને આચારવાળાનો કથંચિત અભેદ માનીને તેને વીર્યાચાર કહેલો છે. તે મન, વાણી અને કાયાના ભેદે કરીને ત્રણ પ્રકારનો છે. તેના અતિચાર પણ મન, વાણી અને કાયાના વીર્યને ગોપવવા રૂપ ત્રણ જ છે. તે વિષે શ્રાવકના એકસો ને ચોવીશ અતિચારોના વર્ણનની ગાથામાં કહ્યું છે કે -
૧. વચન અને કાયાનું બલ, ૨. મનનું બલ.