________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
જોઈને પોતાની પત્ની ભદ્રા સહિત તે મુનિ પાસે જઈ તેમને સ્તુતિ દ્વારા પ્રસન્ન કરવા માટે કહેવા લાગ્યો કે, “હે ભગવન્! અમારા અપરાધને ક્ષમા કરો. આ બાળક મૂર્ખ અને અજ્ઞાની છાત્રોએ આપની હીલના કરી, તેની આપ ક્ષમા કરો. કેમકે મુનિજનો તો ઘણા કૃપાળુ હોય છે; તેઓ કદી પણ કોઈના પર કોપ કરતા નથી.” તે સાંભળીને મુનિ બોલ્યા કે, “પ્રથમ અત્યારે કે હવે પછી મને કિંચિત્ પણ તમારા ઉપર પ્રશ્લેષ નથી, પણ કોઈ યક્ષ મારું વૈયાવૃત્ય કરે છે, તેણે આ તમારા છાત્રોને પરાભવેલા જણાય છે.” અધ્યાપક બોલ્યો કે, “હે પૂજય ! તમે ધર્મતત્ત્વના જ્ઞાની ક્રોધ કરો જ નહીં, પણ અમે તો આપના ચરણને શરણે આવ્યા છીએ. માટે આ પુષ્કળ શાલિ વગેરે અન્ન ઈચ્છાનુસાર ગ્રહણ કરો અને તે વાપરીને અમારા પર અનુગ્રહ કરો.”
તે સાંભળીને મુનિએ માસક્ષમણનું પારણું હોવાથી શુદ્ધ અન્નપાન ગ્રહણ કર્યું, એટલે પેલા યક્ષે સર્વ છાત્રોને સાજા કર્યા અને પાંચ દિવ્ય પ્રગટ કર્યા. પછી હર્ષવન્ત થઈને તે સર્વ બ્રાહ્મણો બોલ્યા કે, “બાહ્ય સ્નાનાદિક ધર્મની સ્પૃહાવાળા અમે આપે અંગીકાર કરેલા યજ્ઞાદિકનું તત્ત્વ જાણતા નથી; તેથી પૂછીએ છીએ કે - તમારે યજ્ઞ કરવાના વિધિમાં કયો અગ્નિ છે ? તે અગ્નિનું સ્થાન કર્યું છે કે જ્યાં અગ્નિનું સ્થાપન કરાય છે? ધૃતાદિક નાંખવા માટે તમારે સરવો કયો છે? અગ્નિ પ્રદીપ્ત કરવા માટે તમારે કારીસ (મુંગળી) રૂપ શું છે કે જેનાથી અગ્નિ ફુકાય છે? અગ્નિને સળગાવવા માટે સમિધ (કાષ્ઠ) ક્યાં છે? પાપને ઉપશમન કરવામાં હેતુરૂપ એવી શાંતિને માટે તમારી અધ્યયનપદ્ધતિ કઈ છે? અને કેટલા તેમજ કોના સંબંધી હોમવિધિથી શેનો હોમ કરો છો ? તે સર્વ કૃપા કરીને કહો.” મુનિએ જવાબ આપ્યો કે “અમારે તપ (આહાર મૂછત્યાગ) રૂપ અગ્નિ છે; કેમકે તે કર્મેન્ધનને બાળનાર છે. જીવ અગ્નિનું સ્થાન છે; કારણ કે તપરૂપી જ્યોતિ (અગ્નિ) તેને આશ્રયે રહે છે. મન, વચન અને કાયાના યોગરૂપ સરવો છે. તેના વડે થતા શુભ વ્યાપાર તે સ્નેહ (વૃત)ને સ્થાને છે. શરીરરૂપ અગ્નિ ધમવાનું કારસ (મુંગળી) છે. કર્મરૂપી સમિધ (કાષ્ઠ) છે અને સંયમ તથા યોગરૂપ શાન્તિ ક્રિયા છે. એવી રીતે મુનિઓને હોમ કરવાનો વિધિ છે. તેવા પ્રકારથી હું પણ હોમ કરું છું.”
ફરીને અધ્યાપકે સ્નાનનું સ્વરૂપ પૂછ્યું કે “તમારે સ્નાન કરવા માટે ક્યો દ્રહ (ધરો) છે? પાપ ટાળવા માટે અને શાંતિ માટે કયુ તીર્થ છે? કયુ પુણ્યક્ષેત્ર છે? તે તીર્થોના કેટલા સ્વરૂપ છે કે જે સંસારરૂપી સમુદ્રથી તારે છે? શેને વિષે સ્નાન કરીને પવિત્ર થયેલા આપ કર્મમળનો ત્યાગ કરો છો ? અમારી જ જેવાં તમારે પણ શુદ્ધિ કરવાના દ્રાદિ જળાશયો (તીર્થો) છે કે કાંઈ જૂદાં જ છે? તે અમે જાણતા નથી. માટે તે યક્ષપૂજય મુનિ! તે સર્વ આપની પાસેથી અમે જાણવા ઈચ્છીએ છીએ.” મુનિ બોલ્યા કે, “અમારે ધર્મરૂપી દ્રહ (ધરો) છે અને બ્રહ્મચર્યરૂપી તીર્થ છે કે જેને વિષે અનાવલિપ્ત (સંસારમાં નહિ લપટાયેલો) અને પ્રસન્ન લેશ્યાવાળો આત્મા સ્નાન કરવાથી નિર્મળ, શુદ્ધ અને શીતળ થઈને સર્વ દોષનો ત્યાગ કરે છે.” ઈત્યાદિ મુનિના શુભ
ઉ.ભા.૫-