________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૬૯ તે વિષરહિત છે એમ જાણીને તેઓએ તેને જવા દીધો. તે સર્વ જોઈને બળે વિચાર્યું કે વિષધારી સર્પ હણાય છે અને દીપક (નિર્વિષ) સર્પ મૂકી દેવાય છે, માટે સર્વ કોઈ પોતાના જ દોષથી ફ્લેશ પામે છે એમ સિદ્ધ થયું, તો હવે ભદ્રપ્રકૃતિ રાખવી તે જ યોગ્ય છે.” એમ વિચારતાં તેણે જાતિસ્મરણ થયું; તેથી પોતાનો સ્વર્ગવાસ તથા જાતિમદને વિચારતો તે બળ સંવિગ્ન સાધુ પાસે ગયો. તેમની પાસે ધર્મ શ્રવણ કરીને તેણે દીક્ષા લીધી. પછી તે વિહાર કરતાં અન્યદા તિંદુક નામના ઉદ્યાનમાં હિંદુક યક્ષના ચૈત્યમાં તે મુનિ પ્રતિમા ધારણ કરીને રહ્યા.
એક દિવસ તે ચૈત્યમાં કૌશલિક રાજાની પુત્રી ભદ્રા ઘણી સખીઓ સાથે પરવરેલી આવી ત્યાં યક્ષને નમીને ક્રીડા કરવામાં પ્રવૃત્ત થઈ. ક્રિીડા કરતાં તે સર્વેએ વરને આલિંગન કરવાનું મિષ કરીને ચૈત્યના જુદા જુદા સ્થંભ પકડ્યા. તેમાં રાજપુત્રી કાયોત્સર્ગે ઉભેલા તે મુનિને સ્થંભ ધારીને તેમને જ આલિંગન કરીને બોલી કે “હું આ વરને વરી છું.” થોડીવારે વર્ણ શ્યામ અને વિકરાળ એવા તે મુનિને જોઈને તે બૂમ પાડતી સતી થૂ થૂ કરવા લાગી. તે જોઈને યક્ષને ક્રોધ ચડ્યો; તેથી તેણે તે રાજકન્યાનું મુખ વાંકું કરી નાંખ્યું, શરીર કદરૂપુ કર્યું અને પરવશ કરી દીધી. પછી તે યક્ષ બોલ્યો કે, “જે આ સ્ત્રી મુનિને પતિપણે સ્વીકારશે તો જ તેને હું મુક્ત કરીશ.” તે સાંભળીને રાજાએ જીવતી રાખવાના હેતુથી તેમ કરવાનું કબૂલ કર્યું. પછી તે રાજપુત્રી સ્વજનોની અનુજ્ઞાથી યક્ષના ચૈત્યમાં જ રહી અને મુનિને અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી, પણ મુનિએ તેની જરા પણ ઈચ્છા કરી નહીં; એટલે તે પાછી ઓસરી. પછી યક્ષે ઘડીમાં પોતાનું સ્વરૂપ અને ઘડીમાં મુનિનું સ્વરૂપ દેખાડી છેતરીને આખી રાત્રિ તેની વિડંબના કરી. પ્રાતઃકાળે “મુનિ તો તને ઈચ્છતા નથી.” એવા યક્ષના વચનથી તે રાજપુત્રી ખિન્ન મનવાળી થઈ સતી પોતાને ઘેર ગઈ. પાછી આવેલી જોઈને પુરોહિતે રાજાને કહ્યું કે, “આ ઋષિપત્ની બ્રાહ્મણને કહ્યું.” તે સાંભળીને રાજાએ તે પુરોહિતને જ આપી. તેણે તેને પોતાની પત્ની કરી. અન્યદા પ્રિયા સહિત યજ્ઞદીક્ષા ગ્રહણ કરીને તેણે યજ્ઞનો આરંભ કર્યો.
- હવે હરિકેશી નામના ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયેલા બળ નામના તે જિતેન્દ્રિય મુનિ એક દિવસ ભિક્ષા માટે બ્રાહ્મણના યશપાટકમાં જ ગયા. તે તપસ્વીને આવતા જોઈને બ્રાહ્મણો અનાર્યની જેમ તેનો ઉપહાસ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, “અરે ! તું કોણ છે? તારું આવું બિભત્સ રૂપ જોવાને પણ અમે યોગ્ય નથી. તું શી ઈચ્છાથી અહીં આવ્યો છે? અમારી દૃષ્ટિથી દૂર જા.” ઈિત્યાદિ વચનો સાંભળીને પેલો યક્ષ જે નિરંતર મુનિની સાથે જ રહેતો હતો તે કોપાયમાન થયો. તેણે મુનિના દેહમાં પ્રવેશ કરીને કહ્યું કે, “હું શ્રમણ (સાધુ) છું. બીજાને માટે તૈયાર કરેલું અન્ન લેવા માટે હું આવ્યો છું. અહીં તમોએ ઘણું અન્ન રાંધ્યું છે; તો તેમાંથી શેષનું પણ અવશેષ પ્રાંતે રહેલું હોય તે મને સાધુને આપો.” એ પ્રમાણેના વચનો સાંભળી યાજ્ઞિકો બોલ્યા કે, “આ સિદ્ધ ૧. કાયોત્સર્ગ કરીને સ્થિર રહેવું તે.